Home /News /dharm-bhakti /Navratri 2022: કોણ છે માતા ચંદ્રઘંટા અને કેમ ધારણ કર્યું હતું રૌદ્ર સ્વરૂપ?

Navratri 2022: કોણ છે માતા ચંદ્રઘંટા અને કેમ ધારણ કર્યું હતું રૌદ્ર સ્વરૂપ?

નવરાત્રિનો ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનો ઈતિહાસ અને આરતી અને

Navratri 2022 day 3rd Maa Chandraghanta: આજે શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ છે અને આ દિવસે માં દુર્ગાના ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવશે. માં દુર્ગાનું આ સ્વરૂપ પરમ શાંતિ અને કલ્યાણકારી છે. તેણીના માથામાં ઘંટ આકારનું અર્ધચંદ્ર છે, તેથી જ દેવીનું નામ ચંદ્રઘંટા છે. ત્રીજા ચક્ર પર બેઠેલી માં દુર્ગાની આ શક્તિ બ્રહ્માંડના દસ પ્રાણ અને દિશાઓને સંતુલિત કરે છે અને મહાન આકર્ષણ પ્રદાન કરે છે. તેમની પૂજા કરવાથી ભક્તો તમામ સાંસારિક મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ જાય છે અને સરળતાથી પરમધામ પામે છે.

વધુ જુઓ ...
    ધર્મ ડેસ્ક: આજે બુધવારે શારદીય નવરાત્રીનો ત્રીજે દિવસે માં ચંદ્રઘંટાની ઉપાસનાને લઈને ખુબ જ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે વિધિ વિધાન પ્રમાણે અને માતા ચંદ્રઘંટાનું પૂજન કરીને ઉપવાસ કરવામાં આવે છે. માતા પાર્વતીએ દુષ્ટોનો સંહાર કરવા મારવા માટે પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. માતા ચંદ્રઘંટા સિંહની સવારી કરે છે. જોકે તેઓ શાંત સ્વભાવની દેવી હોવાનું પણ કહેવામાં આવે છે. તેમને 10 ભુજાઓ છે, જેમાં અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કર્યા છે. તો ચાલો કાશીના જ્યોતિષી ચક્રપાણી ભટ્ટ પાસેથી માં ચંદ્રઘંટા અને તેમની આરતી વિશે જાણીએ...

    માં ચંદ્રઘંટાની કથા:


    શિવ પુરાણ પ્રમાણે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા, ત્યારે માતા પાર્વતીએ તેમના માથા પર ઘંટના આકારનો ચંદ્ર ધારણ કરવાનું શરૂ કર્યું હતું. માનવામાં આવે છે કે, માં ચંદ્રઘંટા એ માતા પાર્વતીનો પ્રસન્ન અવતાર છે. અન્ય એક દંતકથા અનુસાર, જ્યારે મહિષાસુરે સ્વર્ગ પર આક્રમણ ક્યું હતું, ત્યારે બધા દેવતાઓ તેના ઇરાદાથી ડરી ગયા હતા. મહિષાસુર સ્વર્ગના કબજા માટે યુદ્ધ કરતા હતા. આ બાદ, ઇન્દ્ર સહિત બધા દેવો ભગવાન વિષ્ણુ, મહેશ અને બ્રહ્માજી પાસે ગયા અને મહિષાસુર અંગે વાત કરી હતી. જે બાદ, ત્રિદેવ ગુસ્સે થયા અને તેમનામાંથી એક ઊર્જા ઉત્પન્ન થઈ, જે માં ચંદ્રઘંટા તરીકે પ્રખ્યાત થઈ હતી. બધા દેવતાઓએ ચંદ્રઘંટાને તેમના અસ્ત્રો અને શસ્ત્રો આપ્યા, જેના પરિણામે માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કર્યો અને દેવતાઓને તેના અત્યાચારોથી મુક્ત કર્યા હતા. આ કારણે આ દેવી પોતાના ભક્તોને હિંમત આપે છે.

    આ પણ વાંચો: Navratri 2022: નવરાત્રીમાં માતાને કયુ ફૂલ ચઢાવશો, દરેક ફૂલનું છે અલગ મહત્વ

    માં ચંદ્રાઘંટાની આરતી


    જય માં ચંદ્રઘંટા સપખ ધામ, પૂર્ણ કીજો મેરે સભી કામ,
    ચંદ્ર સમાન તુમ શીતલ દાતી, ચંદ્ર તેજ કિરણો મેં સમાતી.

    ક્રોધ કો શાંત કરને વાલી, માઠે બોલ સિખાને વાલી,
    મન કી માલક મન ભાતી હો, ચંદ્ર ઘંટા તુમ વરદાતી હો.

    સુંદર ભાવ કો લાને વાલી, હર સંકટ મે બચાને વાલી,
    હર બુધવાર જો તુજે ધ્યાયે, શ્રદ્ધા સહિક જો વિનય સુનાઈ.

    મૂર્તિ ચંદ્ર આકર બનાઈ, સન્મુખ ધી કી જ્યોતી જલાઈ,
    શીશ જુકા કહે મન કી બાતા, પૂર્ણ આસ કરો જગદાતા.

    કાંચીપુર સ્થાન તુમ્હારા, કરનાટિકા મેં માન તુમ્હારા,
    નામ તેરા રટૂં મહારાની, ભક્ત કી રક્ષા કરો ભવાની.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Aarti, Garba, Navratri 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन