Navratri 2021: નવરાત્રીમાં કરો આટલું કામ ઘરમાંથી નકારાત્મક શક્તિ ભાગશે અને સુખ-શાંતિ આવશે

નવરાત્રી (Navratri 2021) દરમિયાન અમુક વિધિ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે (પ્રતિકાત્મક તસવીર)

navratri 2021- ભય, અવરોધો અને દુશ્મનોનો નાશ કરી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. જે મકાનોમાં વાસ્તુદોષ (Vastu dosh)હોય ત્યાં શાંતિ અને સુખ માટે માતાજીની પૂજા કરી રાહત મેળવી શકાય છે

  • Share this:
માતાજીની કૃપા મેળવવા કોઈ ખાસ દિવસની જરૂર નથી. તેમની ભક્તિ પૂજા ગમે ત્યારે કરી શકાય છે. અલબત નવરાત્રી (Navratri 2021) દરમિયાન અમુક વિધિ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. આ સાથે ભય, અવરોધો અને દુશ્મનોનો નાશ કરી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. જે મકાનોમાં વાસ્તુદોષ (Vastu dosh)હોય ત્યાં શાંતિ અને સુખ માટે માતાજીની પૂજા કરી રાહત મેળવી શકાય છે.

1) ઘર અથવા દુકાનના મુખ્ય દરવાજા પર 'ઓમ' ચિહ્ન બનાવો અથવા શુભ લખો. પરંતુ તે દરવાજાની પૂર્વ અથવા ઉત્તરમાં બને તેનું ધ્યાન રાખો. આવું કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને બીમારીમાં રાહત મળતી હોવાની માન્યતા છે.

2) વસ્તુશાસ્ત્રમાં ઇશાન દિશા એટલે કે ઉત્તર-પૂર્વ દિશાને પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં માતાજીની પૂજા કરવાથી ઉપાસકને પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થતો રહેશે

3) નવરાત્રી દરમિયાન ઘરના દરવાજા પર સુંદર અને રંગબેરંગી તોરણ બાંધો. તોરણ આંબા, પીપળા કે અશોકના પાનથી બને તો સારું રહેશે. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવતી નથી.

4) કળશને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. કળશમાં તમામ ગ્રહો, નક્ષત્રો અને તીર્થોનો વાસ હોય છે. જ્યારે ઇશાન દિશા (ઉત્તર-પૂર્વ) જળ અને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને તેમાં સૌથી વધુ સકારાત્મક ઉર્જા હોય છે. કળશને આ દિશામાં મૂકીને જળ તત્વ સાથે જોડાયેલ વસ્તુદોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ દૂર આવે છે.

આ પણ વાંચો - Navratri 2021: ઉપવાસમાં ટ્રાય કરો આ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો

5) નવરાત્રીના સમાપન પહેલા ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મી માતાના પગના ચિહ્ન લાગવો. તે ખૂબ શુભ છે અને સકારાત્મક ઊર્જા લાવે છ. પરંતુ પગની દિશા અંદરની તરફ હોય તેનું ધ્યાન રાખો.

6) નવરાત્રીના દિવસોમાં સાંજે પૂજા સ્થળ પર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. દુષ્ટ શક્તિઓ દૂર થાય છે.

7) નવરાત્રીના દિવસોમાં દીકરીઓને દેવી માની આદર સત્કાર કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને સુખ અને સમૃદ્ધિ આવે છે. દીકરીઓની પૂજા કરીને ભગવતીની કૃપા મેળવી શકાય છે. કન્યાઓની પૂજા આમ તો નવરાત્રી મહોત્સવના કોઈપણ દિવસે કે ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ કન્યા પૂજન માટે અષ્ટમી અને નવમી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

8) વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં નકારાત્મક ઉર્જાની હાજરીમાં કારણે ઘરના સભ્યો પર ખરાબ અસર પડે છે. દરેક બાબતમાં અવરોધની ઉભો થાય છે. આ સાથે જ દાંપત્યજીવનમાં તણાવ અને વિખવાદ પણ ઉભો થાય છે અને પરિવારના સભ્યોની પ્રગતિ અટકી જાય છે. તેથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. નવરાત્રીમાં રોજ માતાજીની પૂજા અને હવન કરવાથી ઘરની નકારાત્મકતા નષ્ટ થાય છે.
Published by:Ashish Goyal
First published: