Home /News /dharm-bhakti /

નવરાત્રિ 2021 – શરૂઆત અને સમાપ્તિ તિથિ, જાણો પ્રત્યેક દિવસનું મહત્વ અને ઈતિહાસ

નવરાત્રિ 2021 – શરૂઆત અને સમાપ્તિ તિથિ, જાણો પ્રત્યેક દિવસનું મહત્વ અને ઈતિહાસ

નવરાત્રીનું મહત્વ અને ઈતિહાસ

સામાન્ય રીતે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી કહેવાય છે. આ સૌથી મહત્વપૂર્ણ નવરાત્રી છે અને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ પૂર્વક મનાવવામાં આવે છે.

Navratri 2021 : હિંદુ ધર્મમાં નવરાત્રી સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે, જે 10 દિવસ અને 9 રાત્રી સુધી ધામધૂમથી મનાવવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્યનો વિજય દર્શાવે છે. મહાકાલ સંહિતા અનુસાર વૈદિક કેલેન્ડરમાં ચાર નવરાત્રી છે, જેના નામ છે શારદીય નવરાત્રી, ચૈત્ર નવરાત્રી, માઘ ગુપ્ત નવરાત્રી અને અષાઠ ગુપ્ત નવરાત્રી. સામાન્ય રીતે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી કહેવાય છે. આ સૌથી મહત્વપૂર્ણ નવરાત્રી છે અને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ પૂર્વક મનાવવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 7 ઓક્ટોબરથી ઘટસ્થાપના સાથે શરૂ થઇને 15 ઓક્ટોબરે વિજ્યા દશમી અને દુર્ગા વિસર્જનની સાથે સમાપ્ત થશે. આજે અમે તમને આ પાવન તહેવારના ઇતિહાસ અને મહત્વ વિશે જણાવશું.

નવરાત્રી 2021 – ઇતિહાસ

હિંદુ શાસ્ત્રો અનુસાર, ત્રિલોક – પૃથ્વી, સ્વર્ગ અને નર્ક પર હુમલો કરનાર રાક્ષસ રાજા મહિષાસુરને હરાવવા માટે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવે દેવી દુર્ગાને બનાવવા માટે પોતાની શક્તિઓનું સંયોજન કર્યુ હતું, મહિષાસુરને કોઇ પણ હરાવી શકતું ન હતું, કારણ કે ભગવાન બ્રહ્માએ તેને વરદાન આપ્યું હતું કે તેને માત્ર સ્ત્રી જ પરાજીત કરી શકે છે. 15 દિવસના યુદ્ધ બાદ દેવી દુર્ગાએ મહાલયાના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો.

નવરાત્રિનું મહત્વ

નવરાત્રિના આ પાવન પર્વ પર નવ દિવસે માં દુર્ગાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. જેમાં પહેલો દિવસ દેવા શૈલપુત્રી, બીજો દિવસ દેવી બ્રહ્મચારીણી, ત્રીજો દિવસ દેવી ચંદ્રઘંટા, ચોથો દિવસ દેવી કુષ્માંડા, પાંચમો દિવસ દેવી સ્કંદમાતા, છઠ્ઠો દિવસ દેવી કાત્યાયની, સાતમો દિવસ દેવી મહાગૌરી અને નવમો દિવસ દેવી સિદ્ધિદાત્રીને સમર્પિત છે. માનવામાં આવે છે કે નવરાત્રિના નવ દિવસ માં દુર્ગાના આ વિવિધ રૂપોની પૂજા કરવાથી ભક્તોને સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

નવરાત્રિ 2021 – દૈનિક પૂજાના સમય

દિવસ 1 – નવરાત્રિનો પહેલો દિવસ ઘટસ્થાપનથી શરૂ થાય છે. તે પ્રતિપદા તિથિ પર આવે છે. પ્રતિપદા તિથિ 6 ઓક્ટોબર 04.34 PMથી 7 ઓક્ટોબર 01.46 PM સુધી રહેશે. ઘટસ્થાપનાનો શુભ સમય 7 ઓક્ટોબરના રોજ સવારે 06.17 વાગ્યાથી 07.07 વાગ્યા સુધી અને 11.45AMથી 12.32 PM સુધીનો છે.

દિવસ 2 – દ્વિતીયા તિથિ 8 ઓક્ટોબરના રોજ થશે. તે 7 ઓક્ટોબરે 01.46 PMથી શરૂ થશે અને 8 ઓક્ટોબર 8.10 AM સુધી ચાલશે.

દિવસ 3 – તૃતિયા તિથિ 8 ઓક્ટોબર 10.48 AMથી 9 ઓક્ટોબર 07.48 AM સુધી ચાલશે.

દિવસ 4 – ચતુર્થી તિથિનો સમય 9 ઓક્ટોબર સવારે 07.48થી 10 ઓક્ટોબર 04.55 સુધીનો રહેશે.

દિવસ 5 -  પંચમી તિથિ 10 ઓક્ટોબર સવારે 04.55 વાગ્યાથી 11 ઓક્ટોબર 02.14 વાગ્યા સુધી રહેશે.

દિવસ 6 – ષષ્ટમી તિથિ 11 ઓક્ટોબર સવારે 02.14 AMથી 11.50 PM સુધી રહેશે.

દિવસ 7 – નવરાત્રિની સપ્તમી તિથિ 12 ઓક્ટોબરે ઉજવાશે. કારણ કે તે 11 ઓક્ટોબરે રાત્રે 11.50 થી 12 ઓક્ટોબરે રાત્રે 09.47 વાગ્યા સુધી રહેશે.

દિવસ 8 – અષ્ટમી તિથિ જેને મહાષ્ટમી અથવા મહા દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 12 ઓક્ટોબરે રાત્રે 09.47થી શરૂ થઇને 13 ઓક્ટોબર રાત્રે 08.07 વાગ્યા સુધી રહેશે.

દિવસ 9 – નવમી અથવા મહાનવમી તિથિએ દેવી દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો. તે 13 ઓક્ટોબરે રાત્રે 08.07થી શરૂ થઇને 14 ઓક્ટોબર સાંજે 06.52 વાગ્યા સુધી રહેશે.

દિવસ 10 – દશમી તિથિ અથવા વિજ્યા દશમી નવરાત્રિનો છેલ્લો દિવસ હોય છે. તેને દશેરા તરીકે પણ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. દશમી તિથિ 14 ઓક્ટોબરે સાંજે 06.52 વાગ્યાથી શરૂ થઇને 15 ઓક્ટોબર સાંજે 06.02 વાગ્યા સુધી રહેશે.
Published by:kiran mehta
First published:

Tags: Navratri 2021, Navratri Festival, Navratri Special, નવરાત્રી, નવરાત્રી 2021

આગામી સમાચાર