Maha Astami: ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે તે માટે મહાઅષ્ટમીના રોજ કરો આટલું

પ્રાચિન અંબાજી મંદિર - માણસા - પ્રતિકાત્મક તસવીર

હિન્દુ પંચાગ અનુસાર દર મહિનાની આઠમને દુર્ગા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે નવરાત્રિની આઠમને મહાષ્ટમી કહેવામાં આવે છે. આ વખતે 13 ઓક્ટોબર 2021ના રોજ આઠમ આવે છે.

  • Share this:
    13 ઓક્ટોબરના રોજ નવરાત્રિનો આઠમો દિવસ છે. નવરાત્રિની અષ્ટમી તિથિએ દુર્ગા માતાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મહાગૌરી માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે લોકો સમગ્ર નવરાત્રીનું વ્રત નથી કરી શક્યા, તેઓ આઠમના દિવસે ઉપવાસ કરીને માતા મહાગૌરીની પૂજા કરે છે. મહાગૌરીની પૂજા કરવા માટે સવારથી મંદિરોમાં ભીડ હોય છે. માતા મહાગૌરીને હલવો અને પૂરી ખૂબ ભાવે છે, તેથી આ દિવસે મોટાભાગના ઘરોમાં હલવા-પુરી અને ચણા પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત માતાને નારિયેળ પણ ધરાવાય છે.

    દંતકથા મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે સખત તપ કર્યું હતું. જેના કારણે તેમનું શરીર કાળું થઈ ગયું હતું, ભગવાન શિવે તેમના પર ગંગાજળ છાંટ્યું હતું અને ફરીથી તેમને ગોરો રંગ આપ્યો હતો. ત્યારથી માતાના આ સ્વરૂપને મહાગૌરી કહેવામાં આવે છે. આ દિવસે માતાની પૂજાની સાથે સાથે કેટલાક જ્યોતિષી ઉપાયો કરવાથી માતાજી તમામ મનોકામના પૂરી કરશે.

    1) આ પ્રસંગે લાલ ચૂંદડીમાં માતા દુર્ગાને સિક્કા અને પતાસા અર્પણ કરો. માતાજી તમારી બધી ઇચ્છાઓ પૂરી કરતા હોવાથી આવું કરવું જોઈએ.

    2) આ દિવસે 9 કન્યાઓને જમાડ્યા પછી તમારે તેમને ખેલકુદ, શિક્ષણ કે તેમની જરૂરિયાતોમાં લાલ રંગની કોઈ પણ વસ્તુ ભેટ ધરવી જોઈએ. તેનાથી માતાજી ખુશ થાય છે અને બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે

    3) આ પવિત્ર પ્રસંગે પીપળાના 11 પાન પર ઘી સિંદૂરથી ભગવાન રામનું નામ લખી માળા બનાવો અને તે માળા હનુમાનજીને પહેરવો. આવું કરવાથી દરેક પ્રકારની તકલીફો દૂર થાય છે.

    4) આ આઠમના દિવસે તુલસીજી પાસે 9 દિવા પ્રગટાવી તેમની પરિક્રમા કરવાથી ઘરમાંથી તમામ રોગો નાશ પામશે.

    5) આ દિવસે પરણિત સ્ત્રીને લાલ સાડી અને મેકઅપ ભેટ આપો. જો શક્ય હોય તો ચાંદીનો સિક્કો આપો, જેનાથી તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિ મળશે અને આખું વર્ષ ઘરમાં સંપત્તિ આવશે.

    આઠમના વ્રતનું મહત્વ

    હિન્દુ પંચાગ અનુસાર દર મહિનાની આઠમને દુર્ગા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે નવરાત્રિની આઠમને મહાષ્ટમી કહેવામાં આવે છે. આ વખતે 13 ઓક્ટોબર 2021ના રોજ આઠમ આવે છે. આ દિવસે માતા દુર્ગાને મહાગૌરી તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે પૂજા અર્ચના કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને તમારા બધા દુ:ખ દૂર થાય છે.
    Published by:kiran mehta
    First published: