આસો નવરાત્રિનો (Navratri 2021) પ્રારંભ આજે થઇ રહ્યો છે. નવવત્રિના પ્રથમ દિવસે હિમાલયની (Mata ShailPutri) દીકરી માતા શેલપુત્રીની આરાધના થાય છે. કળશ સ્થાપના પછી માતાનું આહવાન કરવું. તત્પશ્રત માતા શેલપુત્રી અને અન્ય દેવી-દેવતાઓની પૂજા થાય છે. જાણો મા શેલપુત્રીની આરાધનાનું મહત્વ.
પૂજન વિધિ:
મા શેલપુત્રીને સફેદ કલર અતિપ્રિય છે. એટલે તેમને સફેદ ફૂલ અને કપડા ચઢાવો.
માતા શેલપુત્રીની આરાધના કરતી વખતે સાધકને તમામ પાવન નદીઓ, દસ દિશાઓ અને તીર્થસ્થળોનું આહવાન કરવું જોઇએ. આ દરમિયાન ઘરમાં કપુર પ્રગટાવવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે.
મજબૂતીનું પ્રતિક માતા શેલપુત્રી:
માતા શેલપુત્રીને જીવનમાં એક મજબૂતાઈનું પ્રતિક માનવમાં આવે છે. જો મહિલાઓ માતા શેલપુત્રીની આરાધના કરે છે, તો તેમને મનુષ્યચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
કળશ સ્થાપનાનું મહૂર્ત
જ્યોતિષશાસ્ત્રીઓ અનુસાર, આ વર્ષે નવરાત્રી ગુરૂવારે શરૂ થશે. માં દુર્ગાની સવારી પાલખીમાં હશે. માં દુર્ગા પાલખી કે ડોલીમાં આવશે અને હાથી પર સવાર થઇને પ્રસ્થાન કરશે. 6 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસની સાથે શ્રાદ્ધ સમાપ્ત થશે. જેના બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઇ જશે.
કળશ સ્થાપન માટે જરૂરી સામગ્રી
કળશ સ્થાપના માટે ઘણી સામગ્રીની જરૂર પડે છે. જેમાં 7 પ્રકારના અનાજ, એક માટીનું વાસણ, પવિત્ર સ્થાન પરથી લાવવામાં આવેલી માટી, કળશ, ગંગાજળ, આસોપાલવના પાન, સોપારી, નારિયેળ, અક્ષત, લાલ કાપડ અને ફૂલની જરૂર પડે છે.
માં દુર્ગાની પૂજા માટેની સામગ્રી
માં દુર્ગાનો ફોટો કે મૂર્તિ, સિંદૂર, કેસર, કપૂર, ધૂપ, વસ્ત્ર, અરીસો, દાંતિયો, કંગન-બંગડી, સુગંધિત તેલ, ચોકી, ચોકી માટે લાલ કાપડ, નારિયેળ, દુર્ગાસપ્તશતી પુસ્તક, કેરીના પાનનું તોરણ, ફૂલ, મહેંદી, ચાંદલો, સોપારી, આખી હળદર અને હળદરનો પાઉડર, આસન, પાંચ મેવા, ઘી, લોબાન, ગુગળ, લવિંગ, કમળ, સોપારી, કપૂર, હવન કુંડ, ચોકી, મોલી, ફૂલહાર, બિલ્લી પત્ર, દિવો, અગરબત્તી, નૈવેદ્ય, મધ, ખાંડ, જાયફળ, લાલ રંગની બંગડીઓ, કળશ, ચોખા, કંકુ, ઘી/તેલ, પાન, લાંલ રંગની ધ્વજા, એલચી, મિશ્રી, ફળ અથવા મિઠાઇ, દુર્ગા ચાલીસા અને હવન માટે કેરીની લાકડીઓની જરૂર રહે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર