ધર્મભક્તિ ડેસ્કઃ મનુષ્યને આહાર એક મહત્વની જરૂરિયાત છે. આહારથી નિર્માણ અને વિકાસની પ્રક્રિયા પૂરી થાય છે. તમે ભલે ખાદ્ય પદાર્થોથી આહાર ન લો પરંતુ ક્યાંકથી તમારે ઉર્જા લેવાની હોય છે. ઉર્જા વગર જીવનની લાંબા સમય સુધી કલ્પના થઈ શક્તી નથી. નવરાત્રિમાં (Navratri vrat) વ્રત રાખતા સમયે લોકો સાત્વિક ભોજનનું (sattvic food) સેવન કરતા હોય છે. આ વખતે નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરુ થઈ રહી છે.
આહાર કેવી રીતે આપણા વ્યવહાર ઉપર પાડે છે?
શરીરના માનસિક સ્તરનું નિર્માણ વિભિન્ન કોશોથી હોય છે. આ પૈકી એક કોષ અન્નમય કોષ પણ છે. આ કોષની શુદ્ધિ વગર મનની શુદ્ધિ સુધી ન જઈ શકો. આહારથી જ આપણી કોશિકાઓના નિર્માણ થાય છે. પછી તેની કોશિકાઓથી આપણા શરીરમાં રસનું ક્ષરણ થાય છે. રસ (હોર્મોન)થી આપણા વિચારોમાં વિકાસ અને પરિવર્તન આવે છે. જે પ્રકારનો આહાર આપણે ગ્રહણ કરીએ છીએ એ જ પ્રકારનો વ્યવહાર અને વિચાર આપણા અંદર ઉત્પન થાય છે.
કયા પ્રકારના સ્વભાવ માટે કયા પ્રકારનો આહાર?
જો તમે ખુબ જ ભાવુક હોવ તો તમે ગોળ અને મીઠી ચીજો ખાઓ, રોટી ખાઓ, વાસી ખોરાક ખાવાથી બચો. જો તમે વધારે ક્રોધી હોવ તો ડુંગળી, લસણ અને માંસ માછલી ખાવાથી દૂર રહો. જો તમને તણાવ રહે તો દૂધ અને દૂધની બનેલી વસ્તુઓનું સેવન કરો. મશરુમ અને કંદમૂળ ન ખાઓ. જો તમે શરીરથી પરેશાન છો તો વધારેમાં વધારે શાકભાજી ખાઓ. અનાજ ઓછું ખાઓ. જો તમે ખરાબ વિચારોથી પરેશાન હોવ તો માંસ, માછલી, ડુંગળી, લસણ ખાવાથી દૂર રહો. મસૂરની દાળ ખાવાથી પણ દૂર રહો.
નવરાત્રિમાં કેમ કરવામાં આવે છે સાત્વિક ભોજન?
સાત્વિક શબ્દ 'સત્વ' શબ્દથી બને છે. આનો અર્થ શુદ્ધ, પ્રાકૃતિક અને ઉર્જાવાન હોય છે. સાત્વિક ભોજન શરીરને શુદ્ધ કરીને મનને શાંતિ પ્રદાન કરતા કરે છે. જેમાં શુદ્ધ શાકભાજીઓ, ફળો, સેંધાલુ મીઠું, ધાણાં, મરી જેવા મસાલાનો ઉપયોગ હોય છે. નવરાત્રિ દરમિયાન લોગ સાત્વિક ખાવા ઈચ્છે છે. આ પાછળ ધાર્મિક માન્યતાઓની સાથે સાથે કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે. નવરાત્રિનો તહેવાર ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આવે છે. મોસમમાં અચાનક બદલવાથી આપણા ખાન-પાનની શરીર ઉપર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં સાત્વિક ભોજન હોય તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર