Home /News /dharm-bhakti /

Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, નવ દિવસના આ નવ મંત્રો, જેના જાપથી માતાજીની થશે અસીમકૃપા

Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, નવ દિવસના આ નવ મંત્રો, જેના જાપથી માતાજીની થશે અસીમકૃપા

ત્યારે જો તમે પણ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો અને જ્યૂસ પી રહ્યા છો તો આ પ્રકારના ફળોના જ્યૂસ તમને ઉપવાસ દરમિયાન શક્તિ આપશે. ઉપવાસ દરમિયાન જે પણ જ્યૂસ પીઓ તેમાં યાદ રાખો કે આદુ કે મરી મસાલાનો વધુ પડતો ઉપયોગ ના થાય તેનાથી એસિડિટી થવાની સંભાવના છે. વળી શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે નવરાત્રી દરમિયાન ડુંગળી, આદુ જેવી તમાસી પ્રકૃતિના ભોજનથી દૂરી બનાવી રાખો.

નોરતાના એક માત્ર એવો તહેવાર છે જે સાત કે આઠ નહીં સતત નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. દરેક દિવસનું એક ધાર્મિક મહત્વછે.

  ધર્મભક્તિ ડેસ્કઃ આજે શનિવારથી નવરાત્રીની (Navratri 2020) શરુઆત થઈ ગઈ છે. આજથી નવ દિવસ માટે ભક્તો દેવીશક્તિના વિવિધ સ્વરૂપોની ઉપાસના (Worship) કરશે. નોરતાના એક માત્ર એવો તહેવાર છે જે સાત કે આઠ નહીં સતત નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. દરેક દિવસનું એક ધાર્મિક મહત્વ (Religious significance) છે. જ્યારે આઠમનું એક આગવી અગત્યતા હોય છે. આ ઉપરાંત નવ દિવસ સુધી જુદા જુદા મંત્રોચ્ચાર સાથે માતાજીની પૂજા કરવામાં આવે છે. અહીં તમને અમે નવ દિવસના વિવિધ મંત્રો (Mantra) આપીશું. જેના જાપથી શક્તિ ઉપાસના કરવાથી શુભ ફળ મળે છે. અને માતાજીની અસીમ કૃપા બની રહે છે.

  આ રહ્યા નવ દિવસના નવ મંત્રો
  પ્રથમ દિવસેઃ ॐ देवी शैलपुत्र्यै नमः॥ या देवी सर्वभूतेषु माँ शैलपुत्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

  બીજા દિવસેઃ ॐ देवी ब्रह्मचारिणी नमः॥ या देवी सर्वभूतेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

  ત્રીજા દિવસેઃ ॐ देवी चन्द्रघण्टायै नमः॥ या देवी सर्वभूतेषु माँ चन्द्रघण्टा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

  આ પણ વાંચોઃ-Navratri 2020: નવરાત્રી શરુ થયા પહેલા કરી લો આ 8 કામ, માતાજી થશે પ્રસન્ન!

  ચોથા દિવસેઃ ॐ देवी कूष्माण्डायै नमः॥ या देवी सर्वभूतेषु माँ कूष्माण्डा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

  પાંચમા દિવસેઃ ॐ देवी स्कन्दमातायै नमः॥ या देवी सर्वभूतेषु माँ स्कन्दमाता रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

  છઠ્ઠા દિવસેઃ ॐ देवी कात्यायन्यै नमः॥ या देवी सर्वभूतेषु माँ कात्यायनी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

  આ પણ વાંચોઃ-ભેંસે ભારે કરી! અમદાવાદઃ એક્ટિવા સાથે ભેંસ ભટકાઈ, મહિલા ચાલક થઈ ઈજાગ્રસ્ત, પશુપાલક સામે નોંધાવી ફરિયાદ

  સાતમા દિવસેઃ ॐ देवी कालरात्र्यै नमः॥ या देवी सर्वभूतेषु माँ कालरात्रि रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

  આઠમા દિવસેઃ ॐ देवी महागौर्यै नमः॥ या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

  અંતિમ દિવસેઃ ॐ देवी सिद्धिदात्र्यै नमः॥ या देवी सर्वभूतेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

  આ પણ વાંચોઃ-ખેડૂતની સિદ્ધિ! રાજકોટ: પડઘરીના ખોખરીના યુવા ખેડૂતનો પ્રયોગ સફળ, અતિવૃષ્ટી છતાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનો લીધો મબલક પાક

  નવ દિવસનું મહત્વ
  નવરાત્રી હિન્દુ ધર્મનો સૌથી લાંબો અને વધુ સમય સુધી ઉજવાતો તહેવાર છે. આ પાછળનું ધાર્મિક કારણ એ છે કે, માતાજીએ સતત નવ દિવસ સુધી જુદા જુદા સ્વરૂપ સાથે રાક્ષસોનો સંહાર કર્યો હતો. આ પ્રત્યેક સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતાજીના આ દરેક સ્વરુપના ગુણ અને ખૂબીઓ જુદી જુદી છે. આમ તો દરેક તિથિમાં પૂનમ અને આઠમનું ખૂબ મહત્વ હોય છે.

  આપણે ત્યાં આઠમના દિવસે વિશેષ હવન પૂજનનું આયોજન કરવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે આઠની તિથિની શુભ અને પવિત્ર માનવામાં આવે છે. મહાનગરમાં આઠમના દિવસે ખાસ પ્રાચિન રાસ પર ગરબા લેવામાં આવે છે. જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ ગરબામાં પણ એક વૈવિધ્ય આવતું ગયું. ગરબામાં અગાઉ માટીના રંગના ગરબા તેમાં નાના-નાના કાણામાંથી ફેલાતો પ્રકાશ કુદરતી લાઈટ્સ પરના શેઈડ જેવો લાગતો હતો. આજને ફેન્સી ગરબા ઓન ડિમાન્ડ છે.

  દસ દિવસ સુધી નોરતા
  યોગ અનુસાર અગાઉ એક નોરતું ઓછું હોવાના પણ યોગ છે. પરંતુ, વાસ્તવિક રીતે ઘણા પરિવારો નવ દિવસ નોરતાના કરીને દસમા દિવસે પણ ગરબા-પૂજા હવન તથા વિશેષ જાપ કરે છે. આ પાછળનું કારણ અસુરી શક્તિનો વિનાશ થાય અને ઘર-પરિવારમાં સુખ-શાંતિ આવે એવું માનવામાં આવે છે.  જ્યોતિષ વિદ્યાના જાણકારો એવું જણાવે છે કે, નવરાત્રી કોઈ પણ સારું કામ કરવા માટેનો દિવસ છે. પરંતુ, આ કામ વ્યક્તિના કેરિયર કે વ્યાપાર કે સર્વિસ લક્ષી હોવું જોઈએ. બીજી તરફ નવરાત્રીના છેલ્લા ત્રણથી ચાર દિવસોમાં દુર્ગા પૂજા કરવામાં આવે છે. એમાં પણ સાંધ્યના સમયે દુર્ગાના પાઠ તેમજ આરતી કરીને આ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. એમાં પણ આઠમની તિથિને શુભ માનવામાં આવી રહી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Navratri, Navratri 2020, Navratri Tradition

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन