Home /News /dharm-bhakti /Navratri 2020: મા દુર્ગાને ખૂબ જ પ્રિય છે આ 4 મંત્ર, જેના જાપ કરવાથી મળશે આત્માને શાંતિ

Navratri 2020: મા દુર્ગાને ખૂબ જ પ્રિય છે આ 4 મંત્ર, જેના જાપ કરવાથી મળશે આત્માને શાંતિ

નવરાત્રીમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની ખાસ પૂજા થાય છે. ત્યારે માની ભક્તિ કરવા માટે અનેક લોકો મંત્ર જાપ પણ કરતા હોય છે. જો તમે પણ નવ દુર્ગાની ભક્તિ માટે મંત્ર જાપ કરવા માંગો છો તો આ મંત્રો છે માને સૌથી પ્રિય.

નવરાત્રીમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની ખાસ પૂજા થાય છે. ત્યારે માની ભક્તિ કરવા માટે અનેક લોકો મંત્ર જાપ પણ કરતા હોય છે. જો તમે પણ નવ દુર્ગાની ભક્તિ માટે મંત્ર જાપ કરવા માંગો છો તો આ મંત્રો છે માને સૌથી પ્રિય.

    ભારતભરમાં હાલ નવરાત્રીની (Navratri 2020) સંપૂર્ણ ભક્તિ સાથે ઉજવણી થઇ રહી છે. નવરાત્રીના (Navratri) આ પવિત્ર સમયમાં મા દુર્ગાના અલગ અલગ 9 સ્વરૂપોની માઇ ભક્તો પૂજા અર્ચના કરે છે. આ 9 દિવસોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંધમાતા, કત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધયાત્રી માતાજીની પૂજા અર્ચના થાય છે. કોરોના કાળમાં પણ લોકોની આસ્થા મા હંમેશા રહી છે. લોકો ઘરે બેસીને પણ માતાજી સંપૂર્ણ શ્રદ્ધાથી પૂજા અર્ચના કરે છે. જો કે કોરોના કાળના (Covid 19) લીધે કરીને આ વખતે નવરાત્રીની જોઇએ તેવી ચમક નથી રહી.

    વધુમાં અનેક મંદિરોમાં ઓનલાઇન દર્શન થઇ રહ્યા છે. તો બીજી તરફ અનેક જાણીતા મંદિરો હાલ સંક્રમણને રોકવા માટે કરીને બંધ છે. પૂજાની વસ્તુઓ વેચતી લગભગ દુકાનો અને મંદિરો પણ મોટાભાગે બંધ છે. ત્યારે એવું માનવામાં આવે છે કે શરદીય નવરાત્રીમાં, ભક્ત જે વિધિ વિધાન મુજબ પૂજા કરે છે અને મા દુર્ગાના મંત્રોનો જાપ કરે છે તેને માની આશીર્વાદ જરૂર મળે છે.

    ધાર્મિક શાસ્ત્રો અનુસાર જો નવરાત્રી દરમિયાન મા દુર્ગાના કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવામાં આવે તો તેનાથી મન અને આત્મા બંનેને શાંતિ મળે છે. ચાલો એવા મંત્રો જાણીએ જે માતા દુર્ગાને પ્રસન્ન કરે છે.

    सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके।
    शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते।।

    ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।
    दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।

    या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता,
    नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

    या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता,
    नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

    या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता,
    नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

    या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता,
    नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
    या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता,

    नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

    या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता,
    नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

    या देवी सर्वभूतेषु शांतिरूपेण संस्थिता,
    नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

    *'ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै'

    મા દુર્ગાના આ મંત્રોનો પાઠ કરવા માટે પહેલા તો સવારે સ્નાન કર્યા પછી, ઘરે મંદિર પાસે બેસીને પૂજા સ્થળે પૂજા-અર્ચના કરવી. દીવો પ્રગટાવો અને મા દુર્ગાને નમન કરતી વખતે કોઈપણ એક મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આ મંત્રોનો જાપ સતત કરવાથી મનને શાંતિ મળે છે અને મનમાં અનેક નકારાત્મક દૂર થઇ સકારાત્મક શક્તિઓ સંક્રમિત થાય છે. એવું કહેવામાં આવે છે કે જો મા દુર્ગાના આ મંત્રોનો જાપ નવરાત્રી સિવાયના દિવસોમાં કરવામાં આવે તો પણ ખરાબ કર્મોનો અંત આવે છે અને મોક્ષ મળે છે.
    " isDesktop="true" id="1037696" >



    Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો