પુલવામાં હુમલો: સિદ્ધુ પોતાના નિવેદન પર યથાવત્, PM મોદી પર કર્યો કટાક્ષ

સિદ્ધુએ કહ્યું હતું કે હું મારા કરેલા નિવેદનો પર યથાવત્ છું. આતંકવાદીઓએ પાછળથી પ્રહાર કર્યો છે અને તેનો સખત જવાબ આપવો જોઈએ

News18 Gujarati
Updated: February 16, 2019, 9:02 PM IST
પુલવામાં હુમલો: સિદ્ધુ પોતાના નિવેદન પર યથાવત્, PM મોદી પર કર્યો કટાક્ષ
પુલવામાં હુમલો: સિદ્ધુ પોતાના નિવેદન પર યથાવત્, PM મોદી પર કર્યો કટાક્ષ
News18 Gujarati
Updated: February 16, 2019, 9:02 PM IST
લુધિયાણામાં નગર નિગમના કાર્યક્રમમાં શનિવારે સામેલ થવા આવેલા સિદ્ધુએ પુલવામાં આતંકી હુમલા પર પોતાના વિવાદિત નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. સિદ્ધુએ કહ્યું હતું કે ચાર આતંકવાદીના કારણે દેશના વિકાસમાં બાધા આવવી જોઈએ નહીં. આ હુમલો ઘણો દુખદ છે. ગુનેગારોને સજા આપવી જરુરી છે, કારણ કે આતંકનો કોઈ ધર્મ હોતો નથી.

આ સાથે સિદ્ધુએ કહ્યું હતું કે હું મારા કરેલા નિવેદનો પર યથાવત્ છું. આતંકવાદીઓએ પાછળથી પ્રહાર કર્યો છે અને તેનો સખત જવાબ આપવો જોઈએ. મારી વાતને તોડી મરોડીને રજુ કરવામાં આવે છે. આખા નિવેદનને રજુ કરાતું નથી. આતંકવાદનો કોઈ ધર્મ કે દેશ હોતો નથી તેને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં ફક્ત એક જ લાઇન બતાવવામાં આવી રહી છે. હું આતંકવાદ સામે ઉભો છું. સિદ્ધુએ પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે હવે 56 ઇંચની છતી ક્યાં ગઈ?

સિદ્ધુએ કહ્યું હતું કે જ્યારે મંત્રિયો પસાર થાય છે ત્યારે સુરક્ષાની સખત વ્યવસ્થા કરાય છે તો પછી સૈનિકોના આટલા મોટા કાફલાની સુરક્ષાનું ધ્યાન કેમ રાખવામાં ન આવ્યું. કાફલો પસાર થયો તે પહેલા ટ્રેકર કેમ ચલાવવામાં ન આવ્યું. આ પ્રકારની આતંકી ઘટનાઓનું આપણે કાયમી સમધાન શોધવું જોઈએ. આપણા દેશમાં આવી ઘટનાઓ છેલ્લા 71 વર્ષથી થઈ રહી છે.

આ પણ વાંચો - પાકિસ્તાનની તરફેણ સિદ્ધુને ભારે પડી, 'ધ કપિલ શર્મા શો'માંથી કરાયો બહાર

નવજોત સિદ્ધુએ કહ્યું હતું કે 4 આતંકીઓની હરકતથી બંને દેશો વચ્ચે વાતચીત અને કરતારપુર કોરિડોર ખોલવાનો પ્રયત્ન શરુ થયો છે તે બંધ કરવો જોઈએ નહીં, જે લોકો તેની સામે બોલી રહ્યા છે તે પોતે પાકિસ્તાનમાં તેની સાથે કરતારપુર કોરિડોર ખોલવાના કાર્યક્રમ દરમિયાન બેઠા હતા.

ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શુક્રવારે મોડી રાત્રે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જાણકારી આપી હતી કે તેમણે પંજાબના શહીદ થયેલા 4 જવાનોના અંતિમ સંસ્કારમાં પંજાબના કેબિનેટ મંત્રીયોની ડ્યૂટી લગાવી હતી. જે અંતિમ સંસ્કાર દરમિયાન હાજર રહેશે. મોગામાં શહીજ જયમલ સિંહના અંતિમ સંસ્કાર માટે પંજાબના કેબિનેટ મિનિસ્ટર નવજોત સિંહ સિદ્ધુની ડ્યૂટી લગાવી હતી. જોકે સિદ્ધુ શહીદ જયમલ સિંહના અંતિમ સંસ્કારમાં ગયા ન હતા.
First published: February 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...