Home /News /dharm-bhakti /Navaratri 2022: નવરાત્રીમાં અખંડ દીવડો ઓલવાય જાય તો શું કરવું? જાણો તેની સાથે જોડાયેલા નિયમો
Navaratri 2022: નવરાત્રીમાં અખંડ દીવડો ઓલવાય જાય તો શું કરવું? જાણો તેની સાથે જોડાયેલા નિયમો
પ્રતિકાત્મક તસવીર
સામુહિક આરતી, ગરબા કરીને નવરાત્રીનો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસોમાં શાસ્ત્રોક્ત પૂજા સાથે અખંડ જ્યોતિ (દિપક)ને પ્રગટાવવાનો રિવાજ છે.
Akhand Jyoti : 26 સપ્ટેમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ નવરાત્રીમાં માતાજીની મૂર્તિની પૂજા અને આરાધના કરવામાં આવે છે. ઘણી જગ્યાએ પંડાલ સજાવવામાં આવે છે અને દર્શન વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. સામુહિક આરતી, ગરબા કરીને નવરાત્રીનો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસોમાં શાસ્ત્રોક્ત પૂજા સાથે અખંડ જ્યોતિ (દિપક)ને પ્રગટાવવાનો રિવાજ છે. નવરાત્રીમાં પ્રગટાવવામાં અખંડ દિવડા સાથે ઘણી માન્યતાઓ અને નિયમો જોડાયેલા છે.
શાશ્વત જ્યોતની ઓળખ
હિન્દુ શાસ્ત્રમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા દીવો પ્રગટાવવાની પરંપરા રહી છે. કારણ કે દીવો જીવનમાં પ્રકાશ અને ઉજાસનું પ્રતીક છે. દીવાથી સકારાત્મક ઉર્જા આવે છે. નવરાત્રી દરમિયાન, અખંડ જ્યોતિ સમગ્ર 9 દિવસ સુધી પ્રગટાવવામાં આવે છે. અખંડ જ્યોતિને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં જ્યોત પ્રગટાવવાના ઘણા નિયમો છે જેને ધ્યાનમાં રાખવા જોઈએ.
જ્યોત પ્રગટાવાવના નિયમો
જો ઘરમાં અખંડ જ્યોતિ રાખી હોય તો સાત્વિકતાનું પાલન કરવું જોઈએ. ઘરમાં કોઈપણ પ્રકારની અપવિત્ર વસ્તુ ન રાખવી જોઈએ. આ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. દેવીની પૂજા કરતી વખતે 9 દિવસ સુધી માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ.
- જો માતાની મૂર્તિ પાસે જ્યોતિ પ્રજ્વલિત હોય તો મૂર્તિની ડાબી બાજુ તેલનો દીવો અને જમણી બાજુ ઘીનો દીવો રાખવો શુભ ગણાય છે. જ્યોત પ્રગટાવતી વખતે, दीपम घृत दक्षे, तेल युत: च वामत: મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી જ્યોત પ્રગટાવવાનું મહત્વ અને ફળ વધે છે.
અખંડ જ્યોતનું ઓલવાઈ જવું એ શુભ માનવામાં આવતું નથી, તેથી તેને સાચવવા માટે કાચના આવરણથી ઢાંકવું જોઈએ, તે પવનથી સુરક્ષિત રહે અને અખંડ જ્યોત બુઝાઈ ન જાય તેવી વ્યવસ્થા કરવાની હોય છે. જો હોઈ કારણસર જ્યોત ઓલવાઈ ગઈ હોય તો ગભરાવાની જરૂર નથી. જ્યોતને પૂજાના સામાન્ય દીવાથી ફરીથી પ્રગટાવી શકાય છે.
અખંડ જ્યોતિને ઘરમાં એકલી ન રાખવી જોઈએ. કોઈને કોઇની હાજરી જરૂરી છે. હંમેશા ઘરમાં આનંદનું વાતાવરણ સર્જવું જોઈએ. જ્યોતિ માતાનું સ્વરૂપ છે, તેથી તેને હંમેશા ઘરમાં સ્વચ્છ સ્થાન પર રાખવી જોઈએ. જ્યોતની નજીક શૌચાલય કે બાથરૂમ ન હોવું જોઈએ.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર