Home /News /dharm-bhakti /Nautapa 2023: નવ દિવસ સુધી પડે પ્રચંડ ગરમી, જાણો શું હોય છે નૌતપા, ધાર્મિક શાસ્ત્ર સાથે છે કનેક્શન

Nautapa 2023: નવ દિવસ સુધી પડે પ્રચંડ ગરમી, જાણો શું હોય છે નૌતપા, ધાર્મિક શાસ્ત્ર સાથે છે કનેક્શન

નૌતપા 2023

Nautapa 2023: સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશના કારણે મે અને જૂનમાં નૌતપાના દિવસોમાં ગણવામાં આવે છે. આ દિવસોમાં સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે છે જેના કારણે આ દિવસોમાં આકરી ગરમી પડે છે

    નૌતપાના (Nautapa 2023) દિવસોમાં ખૂબ જ ભારે ગરમી પડે છે. ગ્રીષ્મ ઋતુના દિવસોમાં 9 દિવસો માટે તાપમાન ખૂબ જ વધી જાય છે. 25 મે, 2023થી નૌતપાની શરૂઆત થઈ ગઈ છે. 9 દિવસ સુધી ચાલનાર નૌતપા 8 જૂન સુધી રહેશે. મે અને જૂન મહિનાના આ દિવસોમાં સૂર્યના સીધા કિરણો સીધા પૃથ્વી પડશે, જેના કારણે ભયંકર ગરમી રહેશે. નૌતપામાં સૌથી વધુ ગરમી શા માટે પડે છે અને રોહિણીનું ગલન શા માટે થાય છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    નૌતપાની શરૂઆત ક્યારે થાય છે?

    સૂર્ય દેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે તો નૌતપા શરૂ થાય છે. આ દરમિયાન સૂર્ય દેવતા 15 દિવસો સુધી રોહિણી નક્ષત્રમાં રહે છે. જેની શરૂઆતના 9 દિવસો સુધી નૌતપા હોય છે. આ દિવસો દરમિયાન પૃથ્વી ખૂબ જ ગરમ થાય છે. નૌતપા દરમિયાન મેદાની વિસ્તારમાં પ્રચંડ ગરમી હોય છે. હિમાચલ અને કાશ્મીર જેવા ઠંડા પ્રદેશ પર પણ તેની અસરને કારણે પહાડો પર જામેલ બરફ ઓગળવા લાગે છે. નૌતપા દરમિયાન સૂર્ય દેવતા રોહિણી નક્ષત્રમાં જાય છે, જેના કારણે દક્ષિણ અને ઉત્તર પૂર્વીય ધ્રુવ પર સૂર્યના સીધા કિરણો પડે છે. આ દિવસો દરમિયાન લોકોએ ભયંકર ગરમીનો સામનો કરવો પડે છે.

    આ પણ વાંચો: સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ, આ પાંચ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય

    રોહિણીનું ગલન (Rohini Galan)

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નૌતપા દરમિયાન જે વિસ્તારમાં ભારે વરસાદ થાય. તેને નૌતપા ગલન કહેવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસો દરમિયાન જે સ્થળે વધુ વરસાદ થાય તે સ્થળે ચોમાસામાં ઓછો વરસાદ થાય છે. સૂર્ય રોહિણી નક્ષત્રમાં હોય તે 15 દિવસો દરમિયાન જે સ્થળે વરસાદ ન થાય તે સ્થળે ચોમાસામાં ભરપૂર વરસાદ થવાનો સંકેત મળે છે.

    આ પણ વાંચો: આવનારા 25 દિવસ આ રાશિના જાતકોની બલ્લે-બલ્લે, સૂર્યદેવ વરસાવશે કૃપા



    આ વર્ષે નૌતપામાં શુ થશે?

    નૌતપા દરમિયાન સૂર્ય વધુ તપે અને વરસાદ ન થાય તો ચોમાસામાં સારો વરસાદ થવાના સંકેત મળે છે. નૌતપાના પહેલા બે દિવસ 25 અને 26 મે સામાન્ય રહ્યા છે. ત્યાર પછી આગામી 4 દિવસો સુધી પ્રચંડ ગરમી રહેશે. નૌતપાના બાકીના દિવસો દરમિયાન વાતાવરણ સામાન્ય રહેશે, ગરમ પવન ફૂંકાઈ શકે છે.

    નોંધ- અહીંયા જે પણ જાણકારી આપવામાં આવી છે, તે સામાન્ય માન્યતા અને જાણકારી પર આધારિત છે, ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટી કરતું નથી.
    First published:

    Tags: Dharm Bhakti, Life18, Religion18, Sun Transit