ઇસ્કોન મંદિરમાં નૃસિંહ ચતુર્દશી અને નૌકા વિહાર ઉત્સવની ઉજવણી

નૃસિંહ ચતુર્દશી અને નૌકા વિહારનો તહેવાર દુનિયાભરના તમામ ઇસ્કોન મંદિરોમાં ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે

News18 Gujarati
Updated: May 17, 2019, 8:47 PM IST
ઇસ્કોન મંદિરમાં નૃસિંહ ચતુર્દશી અને નૌકા વિહાર ઉત્સવની ઉજવણી
નૃસિંહ ચતુર્દશી અને નૌકા વિહારનો તહેવાર દુનિયાભરના તમામ ઇસ્કોન મંદિરોમાં ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે
News18 Gujarati
Updated: May 17, 2019, 8:47 PM IST
ભક્તોનું રક્ષણ કરવા માટે જાણીતા, એવા નૃસિંહ ભગવાન, ભગવાન વિષ્ણુના અવતારનો ભવ્ય તહેવાર જોવા માટે, હજારો દર્શનાર્થીઓ ઇસ્કોન મંદિરમાં ભેગા થશે.

તા. ૧૮/૦૫/૨૦૧૯ ના રોજ આ તેહવારની શરૂઆત સવારે ૦૮:૦૦ વાગે, શ્રીમદ્ ભાગવતમાંથી નૃસિંહ ભગવાનની કથાથી થશે. ત્યારે ભગવાનની દર્શન આરતી થશે. સાંજે ૫:૩0 વાગ્યે અભિષેક સમારોહ શરૂ થશે, ભગવાનને વિવિધ પ્રકારનાં ફળોના રસ, પંચગાવ્ય વસ્તુઓ વગેરે સાથે અભિષેક થશે. પછી પુષ્પો દ્વારા અભિષેક થશે, તે પછી ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવશે.

સંધ્યા આરતી પછી, મંદિરના પાછળના આંગણામાં નૌકા વિહારનો ઉત્સવ ઉજવામમાં આવશે. ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા નૌકા વિહાર માટે એક વિશેષ પાણી નો પૂલ તૈયાર કરવામાં આવ્યો છે. આ ફૂલને કમળના ફૂલો અને ફૂલની માળા સાથે સજ્જ કરાશે. ભગવાન શ્રી રાધા ગોવિંદજીના વિગ્રહો ને સુશોભિત નૌકા પર મુકવામાં આવશે, જેને ભક્તો પાણીમાં વિહાર કરાવશે, તેની સાથે ભક્તો ભગવાન ને ચામર, મયુર પાંખ, આરતીના દીવા, શંખનાદ, અને કીર્તન દ્વારા પૂજા કરશે.ઇસ્કોન મંદિરના વાઇસ પ્રેસિડેન્ટ વિષ્ણુનામા દાસે જણાવ્યું હતું કે, "નૃસિંહ ચતુર્દશી અને નૌકા વિહારનો તહેવાર દુનિયાભરના તમામ ઇસ્કોન મંદિરોમાં ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે." તેમને આગળ કહ્યું "અમે મુલાકાતીઓ માટે વાહનોની પાર્કિંગ માટે પૂરતી વ્યવસ્થા કરી છે જેથી તેઓ ચિંતા વિના તહેવારનો આનંદ લઈ શકે."
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...