વારંવાર પ્રેમમાં પડ્યા, છતાં કેમ કુંવારા રહી ગયા નારદ મુની? જાણો કોનો શ્રાપ હતો?

News18 Gujarati
Updated: May 21, 2019, 12:02 PM IST
વારંવાર પ્રેમમાં પડ્યા, છતાં કેમ કુંવારા રહી ગયા નારદ મુની? જાણો કોનો શ્રાપ હતો?
News18 Gujarati
Updated: May 21, 2019, 12:02 PM IST
અત્યંત ચંચળ અને હસમુખ સ્વાભાવના દેવતા એટલે નારદ મુની. તેમનું કામ લોકોને માહિતીગાર કરવાનું હતું. તેઓ પૃથ્વાલોકથી જાણકારી લઈને સ્વર્ગ લોકમાં આપતા અને સ્વર્ગ લોકની માહિતી પૃથ્વાલોકને આપતા. તે હંમેશાં નારાયણ- નારાયણનો જાપ કરતા રહેતા. તે જૂના સમયના પત્રકાર કહેવાતા, તેઓ સમગ્ર બ્રહ્માંડની ખબરને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડતા.
અનેક પૌરાણિક કથાઓમાં નારદ મુનીનો ઉલ્લેખ છે. નારદ મુનીને તેમના જીવનમાં ઘણી અપ્સરાઓ સાથે પ્રેમ થયો હતો. પરંતુ તે કોઈની પણ સાથે લગ્ન કરી શક્યા ન હતા. જ્યારે પણ નારદ મુનિ કોઈ રૂપવતી અથવા અપ્સરાને જોતા, તો તેમને પ્રેમ થઈ જતો હતો. પરંતુ લાખો પ્રયત્નો કરવા છતાં, તેઓ લગ્ન કરી શક્યા ન હતા. આવો જાણીએ તેનું કારણ શું હતું?

બ્રહ્માજીએ આપ્યો હતો અવિવાહિત રહેવાનો શ્રાપ :

બ્રહ્મવૈવર્ત પુરાણ, બ્રહ્મખંડમાં એક કહાણી છે, જે અનુસાર લગ્ન ન થવાનો શ્રાપ નારદ મુનિને તેમના પિતા બ્રહ્માજી પાસેથી મળેલો હતો. બ્રહ્માજીએ આજીવન અવિવાહિતતરહી જવા માટે નારદ મુનીને શ્રાપ આપ્યો હતો. બ્રહ્માજીએ આમ કેમ કર્યું? ચાલો જાણીએ.

કહાણી અનુસાર જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનું નિર્માણ કરી રહ્યા હતા, તે સમય દરમિયાન તેમને ચાર પુત્રો હતા. તેમાંના એક નારદ મુની હતા. ત્રણેય પુત્રો તપસ્યા માટે ક્યાંક દૂર નીકળી ગયા અને એકલા નારદ મુની બચી ગયા. બ્રહ્માજીએ નારદ મુનીને કહ્યું કે તમે અહીં રહો અને સર્જનની રચનામાં મને મદદ કરો અને લગ્ન કરી લો. જેમ તમે બધા જાણો છો કે નારદ મુની સ્વભાવે ખૂબ જ ચંચળ હતા. તેથી તેમણે પિતા બ્રહ્માજીને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો.

આ કારણોસર, નારદ મુની સમગ્ર બ્રહ્માંડમાં ભટકતા રહ્યા :
Loading...

બ્રહ્માજી આ સાંભળી ખૂબ ગુસ્સે થયા, અને તેમણે નારદ મુનીને આજીવન અપરિણીત રહેવાનો શ્રાપ આપ્યો. તેમણે નારદ મુનીને કહ્યું કે પરંતુ તને જીવનમાં ઘણી વખત પ્રેમ થશે પરંતુ ઈચ્છા હોવા છતાં લગ્નના સંબંધમાં નહીં બંધાઈ શકે. તું તારી જવાબદારીઓથી ભાગે છે એટલે જ તું આખું જીવન ભાગતા જ વિતાવીશ. તેથી જ, નારદ મુનીને આજીવન અપરિણીત રહેવાનો શ્રાપ મળી ગયો હતો અને આજીવન અહીંથી ત્યાં ભાગતા જ રહી ગયા.

તેથી નારદ મુનિ વારંવાર પ્રેમમાં પડ્યા છત્તાં કેમ કુંવારા રહી ગયા હતા, જેનું કારણ પિતા બ્રહ્મજીનો શ્રાપ હતો.
First published: May 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...