Home /News /dharm-bhakti /Name Astrology: આ નામવાળા મોટાભાગના છોકરાઓના નસીબમાં હોય છે લવ મેરેજ, ગર્લફ્રેન્ડ સાથે જ કરે છે લગ્ન
Name Astrology: આ નામવાળા મોટાભાગના છોકરાઓના નસીબમાં હોય છે લવ મેરેજ, ગર્લફ્રેન્ડ સાથે જ કરે છે લગ્ન
મહિલાને ત્રણ દીકરી અને એક દીકરો : મહિલાની વાત સાંભળીને અભયમની ટીમે તેમને પોતાના સંતાનો પાસે પરત જવા માટે સજાવ્યા હતા. મહિલાને પોતાના પ્રથમ પતિથી ત્રણ દીકરી અને એક દીકરો છે. હાલ મહિલાના ચારેય સંતાનો તેના દાદી સાથે રહે છે. આ કેસમાં હવે અભયમની ટીમ અને સામાજિક અગ્રણીઓએ મહિલાને સમજાવીને પોતાના સંતાનો પાસે પરત લઈ જવાની તજવીજ હાથ ધરી છે. એવી પણ માહિતી મળી છે કે અભયમની સમજાવટ બાદ મહિલા પોતાના સંતાનો પાસે પરત જવા માટે તૈયાર થઈ ગઈ છે. મહિલા છેલ્લા ચાર વર્ષથી યુવક સાથે રહેતી હતી. બંનેએ એક મંદિરમાં ફૂલહાર કરી લીધા હતા.
Name Astrology: આજે અમે અહીં કેટલાક એવા અક્ષરોના નામવાળા છોકરાઓ વિશે વાત કરીશું, જેમના જીવનમાં માત્ર એક જ વાર સાચો પ્રેમ થવાની શક્યતા રહે છે. આ નામવાળા મોટાભાગના છોકરાઓ પ્રેમલગ્ન જ કરે છે.
Name Astrology: નામ જ્યોતિષ (Name Astrology) અનુસાર નામના પહેલા અક્ષર પરથી કોઈપણ વ્યક્તિના ભવિષ્ય અને જીવન વિશે ઘણું બધું જાણી શકાય છે. હિંદુ ધર્મમાં મોટાભાગના લોકોના નામ તેમની જન્મ રાશિ અનુસાર રાખવામાં આવે છે. તેથી નામનું રાશિઓથી ગાઢ કનેક્શન હોવાનું માનવામાં આવે છે. આજે અમે અહીં કેટલાક એવા અક્ષરોના નામવાળા છોકરાઓ વિશે વાત કરીશું, જેમના જીવનમાં માત્ર એક જ વાર સાચો પ્રેમ થવાની શક્યતા રહે છે. આ નામવાળા મોટાભાગના છોકરાઓ પ્રેમલગ્ન જ કરે છે.
A અક્ષરના નામવાળા છોકરાઓ: જે છોકરાઓનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તેમને સામાન્ય રીતે જીવનમાં એક જ વાર સાચો પ્રેમ થાય છે. તેમના નસીબમાં લવ મેરેજ થવાના ચાન્સ વધુ હોય છે. તેઓ પોતાની ગર્લફ્રેન્ડને જ પોતાની જીવનસંગિની બનાવે છે. તેઓ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેને ખુશ રાખવા માટે કોઈ કસર નથી છોડતા.
P અક્ષરના નામવાળા છોકરાઓ: જે છોકરાઓનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તેઓ વફાદાર લવ પાર્ટનર બને છે. તેઓ પોતાની લાઇફ પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરનારા માનવામાં આવે છે. તેઓ પોતાના પાર્ટનરની દરેક જરૂરિયાતનું ખાસ ધ્યાન રાખે છે. તેઓ મોટે ભાગે લવ મેરેજ જ કરે છે. તેઓ તેમની લવ-લાઇફને લગ્નના બંધન સુધી પહોંચાડ્યા પછી જ રાહતનો શ્વાસ લે છે.
V અક્ષરના નામવાળા છોકરાઓ: જે છોકરાઓનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તે જીવનસાથીની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેમનો સ્વભાવ ખૂબ જ રોમેન્ટિક હોય છે. તેઓ જે છોકરીને પ્રેમ કરે છે તેને પોતાની જીવનસાથી બનાવવાનું વિચારે છે. તેમના પ્રેમ લગ્ન થવાની શક્યતાઓ વધુ છે.
S અક્ષરના નામવાળા છોકરાઓ: જે છોકરાઓનું નામ આ અક્ષરથી શરૂ થાય છે, તેઓ પોતાના ખુશખુશાલ સ્વભાવથી છોકરીઓનું દિલ સરળતાથી જીતી લે છે. તેઓ દિલના સાફ હોય છે. તેઓ જે છોકરીને સાચો પ્રેમ કરે છે તેની સાથે જ લગ્ન કરવાનું વિચારે છે. તેમના પ્રેમ લગ્ન થવાના ચાન્સ વધુ હોય છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર