Home /News /dharm-bhakti /

આ વર્ષે નાગપંચમીના દિવસે સર્જાશે અનેક શુભ યોગ, જાણો ક્યા યોગમાં કરવી જોઇએ પૂજા

આ વર્ષે નાગપંચમીના દિવસે સર્જાશે અનેક શુભ યોગ, જાણો ક્યા યોગમાં કરવી જોઇએ પૂજા

નાગ પંચમી 2022

Sarvarth Siddhi Yoga: હિંદુ ધર્મમાં નાગ દેવતાની (Nag Panchmi) ઉપાસના સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે. માન્યતા છે કે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે

    શ્રાવણ મહિનામાં નાગપંચમીના તહેવાર (Nag Panchami Festival)નું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શંકર (Lord Shiva)ની સાથે સર્પ દેવતાની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ નાગ પંચમીના દિવસે કોઈ જીવિત સાપ નહીં પરંતુ નાગ દેવતાની પ્રતિમાની પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે આ દિવસે ભગવાન શંકરની વિધિ પૂજા (Puja Vidhi) અને રુદ્રાભિષેક કરનાર ભક્તને તમામ કષ્ટોથી મુક્તિ મળે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 2 ઓગસ્ટ, મંગળવારે નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. પંડિત ગુલશન અગ્રવાલ જણાવે છે કે નાગ પંચમી પર શિવ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સમન્વય બની રહ્યો છે. શિવ યોગ સાંજે 6.38 વાગ્યા સુધી ચાલશે અને તે પછી સિદ્ધિ યોગની શરૂઆત થશે. શાસ્ત્રો મુજબ આ યોગોમાં કરવામાં આવેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.

    નાગપંચમીની પૂજા માટે શુભ મુહૂર્ત

    મંગળવારે નાગ પંચમી તિથિ આખો દિવસ અને આખી રાત ચાલશે. પંચમી તિથિ સવારે 5.43 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે બુધવારે સાંજે 5.43 વાગ્યા સુધી ચાલશે. નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 05.43થી 08.25 સુધીનો રહેશે. પંચાગ મુજબ, આ વર્ષે નાગપંચમીના દિવસે શિવયોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહેશે, જે ખૂબ જ શુભ છે.

    મંગળવારે ગૌરી વ્રત

    આ વર્ષે નાગ પંચમી પર એક ખાસ સંયોગ બની રહ્યો છે. નાગપંચમીના દિવસે ત્રીજું મંગળા ગૌરી વ્રત કરવામાં આવશે. શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતની સાથે સાથે મંગળવારના વ્રતનું પણ વિશેષ મહત્વ હોય છે. મંગળવારનું વ્રત માતા પાર્વતીને સમર્પિત માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના દરેક મંગળવારે મંગળા ગૌરી વ્રત રાખવાનો નિયમ છે.

    નાગપંચમીનું અદ્દભૂત મહાત્મય

    હિંદુ ધર્મમાં નાગ દેવતાની ઉપાસના સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે. માન્યતા છે કે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે ત્યારે વ્યક્તિને દુશ્મનોનો ડર રહેતો નથી અને તેને અક્ષય પુણ્ય મળે છે. એવી માન્યતા છે કે, સર્પ દેવતાની પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં સર્પદંશનો ભય રહેતો નથી. ત્યારે કુંડળી સાથે જોડાયેલ કાલસર્પ દોષ પણ દૂર થાય છે.

    આ પણ વાંચો-Nagpachami 2022: નાગપાંચમના દિવસે રાશિ અનુસાર આ મંત્રોનો કરો જાપ, કુંડળીના નવગ્રહ થશે શાંત

    શ્રી સર્પ સૂક્તનો પાઠ કરવો લાભદાયી

    જો કોઇની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો નાગપંચમીના પર્વ પર નાગદેવતાની પૂજા કરી શ્રીસર્પ સુક્તાનો પાઠ કરવો ખૂબ લાભકારી માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે ચાંદીના નાગ-નાગીનની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર પર ભક્તો નાગ મંદિર અને શિવ મંદિરમાં જઈને નાગ દેવતાને દૂધ ચઢાવે છે અને પરિવારની સુખ-સમૃદ્ધિની કામના કરે છે. નાગપંચમીના દિવસે ઘરમાં જ ગાયના છાણ કે માટીમાંથી નાગદેવતાની મૂર્તિ બનાવીને પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ અને વાસ્તુના સલાહકાર ગિરીશ વ્યાસે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો નાગ પંચમી પર નાગદેવતાની પૂજા કરવાથી આ દોષ સમાપ્ત થાય છે. કુંડળીમાં કાલસર્પ દોષ ખૂબ જ પીડાદાયક હોય છે. આ ખામી ધરાવતી વ્યક્તિ હંમેશા હતાશ રહે છે. જાતકના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. કુંડળીમાં કાલસર્પ દોષોને દૂર કરવા માટે નાગ પંચમી પર અનેક ઉપાય કરવામાં આવે છે. શ્રીસર્પ સૂક્તાનું પઠન કાલસર્પ દોષને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

    અહીં યોજાશે નાગપંચમીનો ભવ્ય મેળો

    કુમ્હારખાડીના પ્રાચીન મંદિરમાં નાગપંચમી નિમિત્તે ભવ્ય મેળો યોજાય છે. મંદિર સમિતિના પ્રમુખ રમેશ પાનવાલે અને મેળા કન્વીનર મહેશ કશ્યપે જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં વહેલી સવારથી શહેરભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચના, અભિષેક, મહાઆરતી કરવા માટે આવશે. જે મોડી રાત સુધી ચાલુ રહેશે. ભક્તો દ્વારા અભિષેક માટે આપવામાં આવતું દૂધનું પંચામૃત બનાવીને ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Nag Panchami, Nagpanchami festival, Sarvarth siddhi yoga, Shiv yoga

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन