રાજસ્થાનનું રહસ્યમય મંદિર! અંધારૂ થતાં જ માણસ બની જાય છે પથ્થર

News18 Gujarati
Updated: May 27, 2018, 1:07 PM IST
રાજસ્થાનનું રહસ્યમય મંદિર! અંધારૂ થતાં જ માણસ બની જાય છે પથ્થર

  • Share this:
દુનિયામાં ઘણા બધા મંદિર છે, જેના અલગ અલગ સત્યો અને ખાસિયત છે. આ વાતોને કારણે આ મંદિર દુનિયાભરના લોકોમાં જાણીતું થઇ ગયું છે, કેટલાક મંદિર એવા હોય છે, જ્યાં તમને ચોંકાવનારી વાતોની જાણ થાય તો આંખો ખુલ્લી રહી જાય છે. આજે અમે તમને એક મંદિરની વાત કરવા જઇ રહ્યા છીએ જે રાજસ્થાનના બાડમેરથી 39 કિલોમીટર દૂર આવેલું છે. ખાસ વાત એ છે કે આ મંદિર અવશેષોની વચ્ચે વસેલું છે, જ્યાં કોઇ પણ માણસ પોતાના પગ મૂકતા હજાર વખત વિચારશે.

રાજસ્થાનમાં આવેલા બાડમેરનું કિરાડુ મંદિર આમ તો ખુબ સુંદર છે. આ મંદિરને જોતાં જ આંખો ખુલી રહી જાય છે. આ મંદિર ખજુરાહોના ઉપનામથી પણ ઓળખાય છે આ મંદિરમાં જેવી રીતે પથ્થરની નક્કશી કરવામાં આવી છે. જે હેરાન કરી દે તેવી છે. આ મંદિર એક રીતે ચમત્કારી છે તો બીજી તરફ શ્રાપિત પણ છે. કારણ કે રાત પડતા જ કોઈ માણસ અહિ પથ્થર બની જાય છે.

900 વર્ષ જૂના આ મંદિરના રહસ્યથી અત્યાર સુધી દરેક લોકો અજાણ હતા. હકીકતમાં આવું જ કંઇક આવી છે કે આ મંદિરમાં રાત થતાં જ માણસ પથ્થરમાં બદલાઇ જાય છે. આ કોઇ શાપ છે અથવા ભૂત આત્માઓનો વાસ, આજ સુધી આ વાતની કોઇ જાણ થઇ નથી. આ ડરના કારણે લોકો અહીં રાતના સમયે આવતા ડરે છે. હવે આ કોઇ અફવા હોય કે હકીકત, એ તો અહીં રહેતા લોકો જ જાણે. પરંતુ કહેવાય છે કે આ ડરામણું એટલું છે કે કોઇ પણ અહીં આવવા ઇચ્છતું નથી.
First published: May 27, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading