Home /News /dharm-bhakti /Navratri 2022 : નવરાત્રીમાં હાથીની મૂર્તિ અવશ્ય ખરીદો, માતાના આશીર્વાદ બની રહેશે, સુખ-સમૃદ્ધિ આવશે

Navratri 2022 : નવરાત્રીમાં હાથીની મૂર્તિ અવશ્ય ખરીદો, માતાના આશીર્વાદ બની રહેશે, સુખ-સમૃદ્ધિ આવશે

વિવાહિત જીવનમાં કોઈ પ્રકારની પરેશાની આવી રહી હોય તો બેડરૂમમાં હાથીની જોડી રાખવાથી ઘણો ફાયદો થાય છે.

Navratri 2022: 26 ઓક્ટોબરથી દેવી દુર્ગાની પૂજા- નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે. આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આજે માતાની સવારી હાથી છે. માતા હાથી પર સવાર થઈને આવે ત્યારે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

    નવરાત્રી 2022 : માતા આદ્યશક્તિની આરાધનાનો તહેવાર એટલે કે નવરાત્રીનો શુભારંભ થઈ ગયો છે. ભક્તો માતાજીને રીજવવા માટે ઉપવાસ કરી રહ્યા છે, ભક્તિભાવથી પૂજા-અર્ચના કરી રહ્યા છે. આ દરમિયાન દેવીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો પણ કરવામાં આવે છે.

    હાથીની પ્રતિમા : 26 ઓક્ટોબરથી દેવી દુર્ગાની પૂજા- નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે. આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આજે માતાની સવારી હાથી છે. માતા હાથી પર સવાર થઈને આવે ત્યારે ખૂબ જ શુભ માનવામાં આવે છે. લોકોના ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. પૈસાની કોઈ કમી રહેતી નથી. આ વખતે માતા હાથી પર સવાર થઈને આવ્યા છે. આવી સ્થિતિમાં ઘર માટે ધાતુનો નાનો હાથી ખરીદી શકાય છે. એક નાનો ધાતુનો હાથી ખરીદીને ઘરે લાવવાથી ઘણા ફાયદા મળશે.

    ચાંદીનો હાથી: જો ઘરમાં વારંવાર આર્થિક સંકટ રહેતું હોય તો તેનો ઉપાય ચાંદીના હાથીથી કરી શકાય છે. નવરાત્રીમાં ચાંદીનો નાનો હાથી ખરીદીને તિજોરીમાં કે જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં રાખવાથી સમૃદ્ધિ મળે છે. આમ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ ઘણી મજબૂત બને છે.

    આ પણ વાંચો- રસ્તામાંથી મળેલી કઈ વસ્તુ શુભ ગણાય, કઈ અશુભ?

    પિત્તળનો હાથી: વાસ્તુ અનુસાર પિત્તળનો નાનો હાથી ખરીદીને ઘરમાં લાવી શકાય છે. ઘરમાં પિત્તળનો હાથી રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે. ઘરમાં સમૃદ્ધિ આવે છે. પ્રગતિના નવા દ્વાર ખૂલે છે.

    હાથીઓની જોડી: વિવાહિત જીવનમાં કોઈ પ્રકારની પરેશાની આવી રહી તો બેડરૂમમાં હાથીની જોડી રાખવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે. પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધો સ્થાપિત થાય છે. બેડરૂમમાં હાથીઓની જોડી રાખતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તેમનો ચહેરો એકબીજા તરફ હોવો જોઈએ.

    આ પણ વાંચો- એક નંબરનાં ઝઘડાખોર હોય છે આ 4 રાશિનાં લોકો, ઝડપથી આવી જાય છે તેમને ગુસ્સો

    હાથીની સૂંઢનું રાખો વિશેષ ધ્યાન: જો તમે નવરાત્રીમાં પિત્તળનો હાથી ન ખરીદી શકો તો હાથીની કોઈપણ પ્રતિમા કે ચિત્ર પણ લગાવી શકો છો. જો કે આ અંગે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે હાથીની સૂંઢ ઉપરની તરફ ઉઠવી જોઈએ અને તેને ઉત્તર દિશા તરફ મુકવી જોઈએ. આવું કરવાથી ઘરના દુઃખમાંથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો ફેલાવો થાય છે.
    First published:

    Tags: Chaitri navratri 2022, Navratri 2022, નવરાત્રી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन