ગણેશચોથ: ગુરુવાર+ સ્વાતિ નક્ષત્રનો સંયોગ, જાણો સ્થાપનાનાં શુભ મુહૂર્ત

ગણદેવ ગણપતિની પૂજા માટે કે કોઇપણ દેવની પુજા માટે માટીની મૂર્તિ જ બનાવવી જોઇએ

News18 Gujarati
Updated: September 13, 2018, 7:16 AM IST
ગણેશચોથ: ગુરુવાર+ સ્વાતિ નક્ષત્રનો સંયોગ, જાણો સ્થાપનાનાં શુભ મુહૂર્ત
ગણદેવ ગણપતિની પૂજા માટે કે કોઇપણ દેવની પુજા માટે માટીની મૂર્તિ જ બનાવવી જોઇએ
News18 Gujarati
Updated: September 13, 2018, 7:16 AM IST
ધર્મ ડેસ્ક: ભાદરવા સુદ ચોથ 13 સ્પટેમ્બર ગુરૂવારનાં રોજ વિઘઅનહર્તા ગણેશજીનાં 11 દિવસનાં વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે વચ્ચે કોઇ જ ક્ષય કે કોઇ જ વધારાની તિથિ આવતી નથી. આ વર્ષે સંપૂર્ણ 11 દિવસ ગજાનંનની પૂજા ચાલશે. 13 સ્પટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી ગણેશજીની સ્થાપના થશે. આ વર્ષે બપોરે 12.18થી 1.07 વાગ્યા સુધી અભિજિત મુહૂર્તમાં ગણેશજીની સ્થાપના શ્રેષ્ઠ માનવામાં આવે છએ. એક માન્યતા પ્રમાણે ગણેશજીનો જન્મ અભિજિત મુહૂર્તમાં થયો હોવાથી આ મુહૂર્તમાં ઘએર ઘેર અને પંડાલમાં ગણેશ સ્થાપના કરવી ઉત્તમ છે.

સ્થાપના માટે એકી સંખ્યાનાં દિવસો ઉત્તમ-
ગણેશજીની સ્થાપના કેટલા દિવસ સુધી કરવી તે ભક્તો પર આધાર રાખે છે, પરતું સમાન્ય રીતે 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 11 દિવસ પણ લોકો ઘમાં બેસાડે છે. એકી સંખ્યાનાં દિવસો ઉત્તમ મનાય છે.

ગણેશ સ્થાપનાનાં શુભ મુહૂર્ત
શુભ- સવારે 6.34થી 8.06 વાગ્યા સુધી
ચલ- સવારે 11.11થી 12.43 વાગ્યા સુધી
લાભ- બપોરે 12.43થી 2.15 વાગ્યા સુધી
અમૃત- બપોરે 2.15થી 3.47 વાગ્યા સુધી
અભિજિત મુહૂર્ત- 12.18થી 1.07 વાગ્યા સુધી

માટીનાં ગણેશની જ કરો સ્થાપના-
કુદરતનાં સંરક્ષણ માટે તેમજ આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે ગણદેવ ગણપતિની પૂજા માટે કે કોઇપણ દેવની પુજા માટે માટીની મૂર્તિ જ બનાવવી જોઇએ. તે માતાજી હોય, શિવલિંગ હોય કે પછી ગજાનંન ગણેશજી કેમ ન હોય. માટીની મૂર્તિની પૂજા વધુ ફળદાયી નિવડે છે.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...