મોરપીછથી દૂર થાય છે ગ્રહદોષ, આ છે ખાસ કારણ

મોરપીછથી દૂર થાય છે ગ્રહદોષ, આ છે ખાસ કારણ
મોરપીંછ

તેવું કહેવાય છે કે મોરપીંછથી તમામ ગ્રહોના દોષથી મુક્તિ મળે છે.

 • Share this:
  હિંદુ ધર્મમાં મોરપીંછનું અનોખું મહત્વ છે. માન્યતા મુજબ મોરપીછમાં તમામ દેવી દેવતાઓ અને 9 ગ્રહોનો વાસ છે. ધાર્મિક કથા મુજબ ભગવાન શિવે, માં પાર્વતીને પક્ષી શાસ્ત્રમાં મોરપીછાનું મહત્વ સમજાયું હતું. તેવું કહેવાય છે કે મોરપીંછથી તમામ ગ્રહોના દોષથી મુક્તિ મળે છે. ત્યારે મોરપીંછના ઉપયોગથી ગ્રહ દોષ વિષે જાણકારો શું કહે છે વાંચો.

  શનિ ગ્રહ


  જે લોકોને શનિ ગ્રહના દોષની સમસ્યા હોય તે શનિવારે ત્રણ મોરના પીંછા લઇને તેને કાળા દોરાથી બાંધો. પછી એક થાળીમાં આ પીંછા મૂકો અને તેની પર ત્રણ સોપારી મૂકો. આ બાદ ગંગાજળનો થાળી પર છટંકાવ કરો. અને તે પછી ઓમ શનૈશ્વરાય નમ: જાગ્રય સ્થાપય સ્વાહા: મંત્રનો 21 વાર જાપ કરો. આ મંત્રના જાપ પછી માટીના 3 કોડિયોમાં તેલ નાખી શનિદેવને અર્પિત કરો.

  ચંદ્ર દોષ
  ચંદ્ર માટે સોમવારે 8 મયૂર પંખ લઇને તેને સફેદ દોરાથી બાંધો. પછી થાળીમાં મોરના આ પીંછા મૂકી આઠ સોપરી મૂકો અને તેની પર ગંગાજળથી છંટકાવ કરો. પછી ઓમ સોમાય નમ: જાગ્રય સ્થાપય સ્વાહા: મંત્રનો 21 વાર જાપ કરો. જે પર ચંદ્રના આ ઉપાય બાદ તે રાત્રે 5 પાનના પત્તાને ચંદ્રને અર્પિત કરો. અને પ્રાર્થના કરો.

  ગુરુનો દોષ

  ગુરુના દોષને દૂર કરવા માટે ગુરુવારે 5 મોરના પીંછા લો. તેને પીળા રંગના દોરાથી બાંધો. એક થાળમીમાં આ પાંચ પીંછા પર પાંચ સોપારી મૂકો અને તેની પર ગંગાજળ છાંટીને 21 વાર આ મંત્રનો જાપ કરો. ઓમ બૃહસ્પતે નમ : જાગ્રય સ્થાપય સ્વાહા: તે પછી 11 કેળા બૃહસ્પતિ દેવતાને અર્પિત કરો. અને ચણાના લોટોનો પ્રસાદ બનાવીને ગુરના ગ્રહને અર્પિત કરો.
  Disclaimer : આ લેખમાં આપેલી તમામ જાણકારીઓ સર્વ સામાન્ય જાણકારીઓને આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. આ મામલે સંબંધિત જાણકારીને સંપર્ક કરો.
  Published by:Chaitali Shukla
  First published:February 25, 2020, 17:33 pm

  ટૉપ ન્યૂઝ