Morning Mantra: સવારે ઉઠતાની સાથે જ આ કામ કરવાથી તમારો દિવસ બની જશે શાનદાર
Morning Mantra: સવારે ઉઠતાની સાથે જ આ કામ કરવાથી તમારો દિવસ બની જશે શાનદાર
પ્રતિકાત્મક તસવીર
Powerfull Morning mantra: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર (jyotish shashtra) જો આપણે સવારે ઉઠીને પથારીમાંથી બહાર નીકળતા પહેલા કેટલાક ખાસ મંત્રોનો જાપ (Mantra Jaap) કરીએ તો આપણો દિવસ સફળ થવાની શક્યતા વધી જાય છે.
ધર્મભક્તિ ડેસ્કઃ એવું માનવામાં આવે છે કે જો આપણા દિવસની શરૂઆત સારી થાય છે, તો આખો દિવસ પણ સારો જાય છે. તેથી દરેક વ્યક્તિ પોતાની રીતે દિવસની સારી શરૂઆત કરવાનો પ્રયાસ પોતે જ કરે છે. આ વિશે શાસ્ત્રોમાં (Shastra) દિવસની શરૂઆત કરવાની ઘણી વિશેષ રીતો જણાવવામાં આવી છે. જેમાંથી એક છે, સવારે પૂજા (Morning Mantra) કરવાની રીત. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આપણે સવારે ઉઠીને પથારીમાંથી બહાર નીકળતા પહેલા કેટલાક ખાસ મંત્રોનો જાપ (Mantra Jaap) કરીએ તો આપણો દિવસ સફળ થવાની શક્યતા વધી જાય છે.
આપણે આપણો દિવસ સારો બનાવવા માટે આ ખાસ મંત્રોનો જાપ કરવો જોઇએ. તો ચાલો જાણીએ એ ખાસ મંત્રો કયા છે.
પહેલો મંત્ર- ગીતામાં કહેવામાં આવ્યું છે કે, સવારે ઉઠતા પહેલા પોતાના હાથના દર્શન કરવા જોઈએ. આ સાથે જ નીચે આપેલા આ મંત્રનો જાપ કરવો જોઈએ.
આ મંત્રનો અર્થ છે- આ મંત્ર પ્રમાણે હથેળીઓના આગળના ભાગમાં દેવી લક્ષ્મી, મધ્યમાં સરસ્વતી માતા અને મૂળ ભાગમાં ભગવાન પરબ્રહ્માનો વાસ છે. હે પ્રભુ, સવારે તેમના દર્શન કરીને હું તમને પ્રણામ કરું છું. કૃપા કરીને મારા પ્રણામ સ્વીકાર કરો.
બીજો મંત્ર – આપણા પૂર્વજો પણ આ વાત કહીને ગયા છે, કે સવારે ઉઠતાની સાથે ધરતી માને પગે લાગવુ જોઇએ. જેથી સવારે પથારીમાંથી ઉઠતા પહેલા ઘરતી માતાને સ્પર્શ કરતી વખતે નીચે આપેલા આ મંત્રનો જાપ કરવો જોઈએ.
'સર્વભાવનિર્મુક્તો ધનધાન્યસુતન્વિતઃ મનુષ્યના મત્પ્રસાદેન ભવિષ્યતિં ન શંસય:'
આ શ્લોકનો અર્થ છે કે,- હે માતા, હું તને વંદન કરું છું..તમારો પ્રસાદ મેળવીને મનુષ્ય તેના સર્વ દુ:ખોમાંથી મુક્તિ મેળવે છે. તેની સાથે ધન, અન્ન અને પુત્રની પ્રાપ્તિ થાય છે.
એવું માનવામાં આવે છે કે, સવારે આ બે મંત્રોના જાપથી દિવસની શરૂઆત કરવાથી આખો દિવસ સારો પસાર થાય છે. આપણામાં સકારાત્મકતા આવે છે જેથી આપણે આપણું દરેક કામ સારી રીતે કરી શકીએ. જેનાથી બધા કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. આ મંત્રોના જાપ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર