Home /News /dharm-bhakti /Ahmedabad: શહેરમાં આ સ્થળો પર કરી શકાશે ગણેશ વિસર્જન; તમારા વિસ્તારમાં કેટલા વિસર્જન કુંડ જાણો અહી

Ahmedabad: શહેરમાં આ સ્થળો પર કરી શકાશે ગણેશ વિસર્જન; તમારા વિસ્તારમાં કેટલા વિસર્જન કુંડ જાણો અહી

મૂર્તિઓ નદીમાં વિસર્જન કરે છે જેને કારણે પ્રદૂષણ ફેલાય છે

ગણેશ ચતુર્થી પર્વને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા શહેરમાં 50 થી પણ વધારે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે.

  Parth Patel, Ahmedabad: ભાદરવા માસની ચોથથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થયો હતો. ગણેશોત્સવને લઈને રાજ્ય સરકારે ભગવાનના ભક્તોને મોટી ભેટ આપી છે. આ સાથે જ ગણેશ ચતુર્થી પર્વને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા શહેરમાં 50 થી પણ વધારે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે.

  AMC દ્વારા 8 કરોડના ખર્ચે 50 થી પણ વધારે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા

  આ પવિત્ર તહેવાર પર ભક્તો ભગવાન ગણેશજીની ભાવથી ભક્તિ કરતા હોય છે. જેના ભાગરૂપે શેરીએ શેરીએ ગણપતિજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશરે 8 કરોડથી વધુના ખર્ચે 50 થી પણ વધારે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે.

  મૂર્તિઓ નદીમાં વિસર્જન કરે છે જેને કારણે પ્રદૂષણ ફેલાય છે

  ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભક્તો નદીમાં કે તળાવમાં મૂર્તિઓ વિસર્જન કરીને જતા રહે છે. બાદમાં આના લીધે નદી કે તળાવનું પાણી ગંદુ થઈ જાય છે. જેને કારણે પ્રદૂષણ ફેલાય છે. પરંતુ આ વખતે લોકોએ માટીમાંથી બનેલી ગણેશજીની પ્રતિમા લાવ્યા હતા. આનું મુખ્ય કારણ એ છે કે આ પ્રતિમાઓ પાણીમાં સરળતાથી પીગળી જાય છે તથા પર્યાવરણનું જતન થાય છે.

  આ પણ વાંચો: પાટીદાર યુવક મંડળ દ્વારા અનોખી પહેલ; ભક્તો માટે ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન

  મૂર્તિઓ ઈકોફ્રેન્ડલી બનાવવામાં આવી છે

  આ સાથે મૂર્તિ ઈકોફ્રેન્ડલી પણ બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ મૂર્તિનું વિસર્જન કરવા માટે બહાર ક્યાંય જવાની જરૂરિયાત રહેતી નથી. બાદમાં આ માટીનો ઉપયોગ ફૂલ-છોડ રોપવા માટે પણ કરી શકાય છે. પરંતુ ઘણી જગ્યાએ વિશાળકાય મૂર્તિઓ લાવવામાં આવી છે. જેનું વિસર્જન કુંડમાં કરી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા દરેક વિસ્તાર મુજબ કેટલાક વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે.

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા સ્થળોએ બનાવવામાં આવેલ પવિત્ર વિસર્જન કૂંડની વિગત

  ઉત્તરઝોન

  સરદારનગર : ભદ્રેશ્વર સ્મશાન પાસે (2 કુંડ)

  રણમુકતેશ્વર પાસે (2 કુંડ)

  કોતરપુર ગામ આગળ (2 કુંડ)

  છઠ ઘાટ, ઈન્દિરા બ્રિજ નીચે, ઈન્દિરા બ્રિજ સર્કલ, સાબરમતી નદી કિનારે (1 કુંડ)

  બાપુનગર : લાલ બહાદુર શાસ્ત્રી તળાવ પાસે (1 કુંડ)

  સૈજપુર : તળાવ પાસે (2 કુંડ)

  દક્ષિણઝોન

  મણિનગર : દેડકી ગાર્ડન પાસે, પાર્કિંગ પ્લોટમાં નર્સરીની બાજુમાં (1 કુંડ)

  બહેરામપુરા : બાબા લવલવી મસ્જીદ પાસે (1 કુંડ)

  લાંભા : મુખીની વાડી પાસેનો પાર્કિંગ પ્લોટ (1 કુંડ)

  વટવા : આકૃતિ વોટર ડ્રીસ્ટ્રીબ્યુશન સ્ટેશનની સામે

  ટી.પી. 57, એફ.પી. 106 (1 કુંડ)

  ખોખરા : આવકાર હોલ પાસે ઈરીગેશન ખાતાનો પ્લોટ (1 કુંડ)

  પૂર્વઝોન

  રામોલ હાથીજણ : વડુ તળાવ રામોલ ગામ (1 કુંડ)

  વસ્ત્રાલ : સ્મશન પાસે, દશામાં તળાવ પાસે, રીંગ રોડ (1 કુંડ)

  નિકોલ : ટી.પી. 11 એફ.પી. 161 માં કઠવાડા રીંગ રોડ (1 કુંડ)

  ટી.પી. 11 એફ.પી. 164 માં સહજાનંદ બિઝનેશ પાર્ક પાસે (1 કુંડ)

  પશ્ચિમઝોન

  સાબરમતી : અચેર સ્મશાનગૃહ પાસે (1 કુંડ)

  ઔડા ગાર્ડનની સામે / ઔડા તળાવની સામે (1 કુંડ)

  મોટેરા તળાવની પાસે, સુરમ્ય હોમ્સ (1 કુંડ)

  ચાંદખેડા : ટી.પી. 44 પ્લોટ નં. 248 અને 49 પાસે (1 કુંડ)

  વડુ તળાવ પાસે, આમ્રકુંજ બંગ્લો પાસે (1 કુંડ)

  નારણપુરા : પલ્લવ ચાર રસ્તા,

  સંસ્કાર ભારતી સોસાયટી સામે (1 કુંડ)

  પાલડી : એન.આઈ.ડી. ની પાછળ (1 કુંડ)

  એન.આઈ.ડી.ની પાછળ (ઝીપ લાઇન પાસે) (1 કુંડ)

  નવરંગપુરા : વલ્લભસદન પાસે

  સાહિત્ય પરિષદ પાસે (1 કુંડ)

  સ્ટેડીયમ : કેશવનગર દશામાંના મંદિર પાસે (1 કુંડ)

  મધ્યઝોન

  શાહપુર : સાબરમતી રિવરફ્રન્ટમાં દધીચી બ્રીજ પાસે આવેલ ખુલ્લા પ્લોટની ડાબી બાજુમાં (2 કુંડ)

  સાબરમતી રિવર ફ્રન્ટ પાસે પિકનીક હાઉસ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં (1 કુંડ)

  માસ્તર કોલોનીમાં (2 નાના કુંડ)

  શાહીબાગ : સાબરમતી નદીના તટ પર એરપોર્ટ રોડ પર આવેલ દશાંમાં મંદીર પાસે જમણી બાજુનાં ભાગમાં (2 મોટા કુંડ, 1 નાના કુંડ)

  જમાલપુર : સાબરમતી નદીના તટ પર જમાલપુર સર્કલ પાસે આવેલ ખુલ્લા મેદાનમાં (1 મોટા કુંડ, 2 નાના કુંડ)

  સાબરમતી નદીના તટ પર ગુજરી બજાર સર્કલ પાસે આવેલ ખુલ્લા માદાનમાં (1 મોટા કુંડ, 1 નાના કુંડ)

  સાબરમતી નદીના તટ પર લેમન ટ્રી ત્રણ રસ્તા પાસે આવેલ ખુલ્લા મેદાનમાં (1 કુંડ)

  ઉત્તર પશ્ચિમઝોન

  બોડકદેવ : મારૂતી સેલેટ્રોનની બાજૂમાં, ઈસ્કોન મંદિરની પાછળ (1 કુંડ)

  ચાંદલોડીયા : ક્રિષ્ના પાર્ટી પ્લોટની સામે, ઈ.ટી.સી. બિલ્ડીંગની બાજુમાં, વંદેમાતરમ મેઈન રોડ (1 કુંડ)

  થલતેજ : ગુલમહોર પાર્ટી પ્લોટની બાજુનો પ્લોટ, હેબતપુર ક્રોસ રોડની બાજુમાં (1 કુંડ)

  ગોતા : દ્વારકા એપાર્ટમેન્ટની સામે, આઈ.સી.બી. ફ્લોરા રોડ (1 કુંડ)

  આર.કે. રોયલ હોલની બાજુમાં સાયન્સ સીટી રોડ (1 કુંડ)

  દક્ષિણ પશ્ચિમઝોન

  જોધપુર : શગુન કાસા ફ્લેટ પાસે (1 કુંડ)

  રત્નાકર - 4 ની પાછળ (1 કુંડ)

  રીવેરા આર્કેડની પાછળ (1 કુંડ)
  First published:

  Tags: Ganesh Chaturthi 2022, Ganesh Mahotsav, Ganesh Visarjan, અમદાવાદ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन