Home /News /dharm-bhakti /Money Mantra 28 September: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ, ફળપ્રાપ્તિ માટે કયો ઉપાય ફાયદાકારક?

Money Mantra 28 September: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ, ફળપ્રાપ્તિ માટે કયો ઉપાય ફાયદાકારક?

મની મંત્ર 28મી સપ્ટેમ્બર

Money Astrology for 28 September : આપનો દિવસ આર્થિક રીતે કેવો રહેશે. આજે ક્યાંથી પૈસા આવશે કે કોની પાસેથી પૈસા જશે. જ્યોતિષ શાસ્ત્રનાં જાણીતા ભૂમિકા કલામ (Bhoomika Kalam) જણાવે છે આર્થિક રીતે કેવો રહેશે તમારો દિવસ.

  મેષ - વ્યવસાયિક બાબતોમાં નિર્ણય લેતી વખતે સાચા મનથી કાર્ય કરો. નકામી વસ્તુઓમાં તમારો સમય ન બગાડશો, નહીં તો પૈસા ગુમાવવાનો વારો આવી શકે છે અને તક પણ ગુમાવી પડી શકે છે.

  ઉપાય: ભગવાન ગણેશને મોદક અર્પણ કરો.

  વૃષભ - આજે આર્થિક બાબતોમાં ભાગ્ય તમારો સાથ આપશે. તમારા ચાલું બિઝનેસનો વિસ્તાર વધી શકે છે. કાર્યક્ષેત્રમાં ચોરી થવાની શક્યતા છે. તેથી સાવધાન રહો. તમે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની શકો છો. તેથી દરેક ઓનલાઇન વ્યવહાર સમજી વિચારીને કરવા.

  ઉપાય: હનુમાન મંદિરમાં નારિયેળ ચઢાવો.

  મિથુન - આજે આર્થિક રીતે તમારો દિવસ સારો નહીં રહે. અચાનક કોઈ કામ કરવા માટે તમારે લોન લેવી પડી શકે છે. કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તેને કાળજીપૂર્વક વાંચો.

  ઉપાય: આદિત્ય હ્રદયસ્તોત્રમનો પાઠ કરો.

  કર્ક - આર્થિક સ્થિતિમાં સુધારના સંકેત દેખાઈ રહ્યા છે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત આવે તેવી આશા છે. તે પૈસાનો ઉપયોગ ઘરના ખર્ચ માટે ન કરો, પરંતુ તેને યોગ્ય સલાહ સાથે રોકાણ કરો. તમને ભવિષ્યમાં મોટો લાભ મળશે.

  ઉપાય: ગાયોને ગોળ ખવડાવો.

  સિંહ - ભાગ્ય દ્વારા આજે અવસર બની શકે છે, નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. પૈસા ખર્ચ કરતા પહેલાં વિચારો નહીંતર ભવિષ્યમાં પસ્તાવું પડી શકે છે. સેવિંગ કરવાનો પ્રયાસ કરો.

  ઉપાય: ગરીબોને ખોરાકનું દાન કરો.

  કન્યા - આજે ઓફિસમાં કામ પર અસર પડી શકે છે. અધિકારીઓની નજરમાં તમારી છબી ખરાબ સાબિત થશે. અચાનક ધન લાભની રકમ મળી શકે છે. આંખો બંધ કરીને કોઇના પર વિશ્વાસ ન કરો.

  ઉપાય: કૃષ્ણ મંદિરમાં મોરપીંછ અર્પણ કરો

  તુલા - કાર્યક્ષેત્રમાં આજે તમારો વર્કલોડ ખૂબ વધારે રહેશે. તમને સારા પરિણામ મળશે. ઉદ્યોગપતિઓ માટે દિવસ ચિંતાજનક રહેશે. કોઈપણ સોદો કરતા પહેલાં કાળજીપૂર્વક વિચાર કરો.

  ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો.

  વૃશ્ચિક - કામમાં સફળતા મળવાથી તમારું મનોબળ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારાના યોગ બનશે. તમારી ડીલ્સ વધી શકે છે. દાંપત્યજીવનમાં નવી ઉર્જા આવશે.

  ઉપાય: ભગવાન શિવને અભિષેક કરો.

  ધન - બિઝનેસ ડીલમાં નફો થઈ શકે છે. અટકેલા પૈસા મળવાથી તમને ખુશી ખુશીની અનુભૂતિ થશે. નકામી વસ્તુઓમાં સમય બગાડશો નહીં. એક સાથે બે કામ ન કરો. પરિવારમાં ઉત્સવનો માહોલ રહેશે.

  ઉપાય: વડીલોના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળો.

  મકર - નાના વેપારીઓ માટે દિવસ ઉત્તમ છે, તમને સારી ડીલ્સ મળશે. આ સાથે જ નોકરીયાત લોકો માટે સમય અનુકૂળ નથી, આર્થિક નુકશાન થઈ શકે છે, તેથી સાવધાન રહેજો. કોઈને સમજી વિચારીને પૈસા ઉધાર આપો.

  ઉપાય: ઓમ નમઃ શિવાયનો 108 વખત જાપ કરો.

  કુંભ - આજે આર્થિક સ્થિતિ બગડી શકે છે. આ ઉપરાંત જીવનમાં અચાનક સમસ્યાઓ વધી શકે છે. અણધાર્યા નુકસાનની શક્યતા છે. પરંતુ આ તમામ વચ્ચે સારી વાત એ છે કે પરિવારને સહયોગ મળશે.

  ઉપાય: રામ મંદિરમાં બેસીને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો.

  મીન - આજે બધાને એકસાથે રાખીને ચાલવાની કોશિશ કરો. પરિવર્તનને લઈને ચિંતા થઈ શકે છે. કોઈ વાતને લઈને ભાઈઓ વચ્ચે તણાવ વધી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા સરળતાથી રિકવર થઈ જશે.

  ઉપાય: હનુમાનજીને ઘીનો દીવો પ્રગટાવો.
  First published:

  Tags: Future, Money Mantra, Zodiac signs

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन