Home /News /dharm-bhakti /Money Mantra 06 સપ્ટેમ્બર : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

Money Mantra 06 સપ્ટેમ્બર : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

જ્યોતિષ શાસ્ત્રનાં જાણીતા ભૂમિકા કલામ

Horoscope Today 06 September : આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર દરેક દિવસે રાશિઓ (zodiac signs)માટે અલગ-અલગ શુભ-અશુભ દિવસ હોય છે. આપનો આજનો દિવસ સામાજિક, આર્થિક, પારિવારિક કે ધાર્મિક રીતે કેવો રહેશે તે વિશે જણાવી રહ્યા છીએ.

વધુ જુઓ ...
  Money Montra Zodiac Signs Astrology
  મેષ:
  આજે શારીરિક સમસ્યાઓ વધી શકે છે. દેવા અંગે ચિંતા રહેશે. રોજિંદી જીવનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૈસા ઉધાર લેવા પડી શકે છે. સમસ્યાના કારણે કામ પર અસર પડી શકે છે. જેના કારણે માનસિક તણાવ વધશે.
  લકી નંબર: 3
  લકી કલર: ગુલાબી
  ઉપાય: ભૈરવ મંદિરમાં નારિયેળ ચઢાવો


  Money Montra Zodiac Signs Astrology
  વૃષભ: આજે ઘટના કે સ્થિતીને અલગ રીતે જોવાની સમજ વધશે. લાઈફસ્ટાઈલમાં સુધારો થશે, જેના માટે થોડા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. કરિયરમાં તમને સારી ઓફર મળશે. આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે.
  લકી નંબર: 8
  લકી કલર: વાદળી
  ઉપાય: કીડીઓને કણ નાખો.


  Money Montra Zodiac Signs Astrology
  મિથુન: બીજા કોઈની લાલચમાં ન પડવું, નહીંતર નુકસાન થઈ શકે છે. પોલિસીના નિયમોનું પાલન કરો. સંબંધીઓનું માન-સન્માન થશે. આજે સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે. ટ્રેડિશનલ કામમાં જોતરાઈ જવું. આજે સ્નેહીજનોની સલાહ લેશે.
  લકી નંબર: 6
  લકી કલર: ગુલાબી રંગ
  ઉપાય : માછલીઓને ખવડાવો


  Money Montra Zodiac Signs Astrology
  કર્ક: આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે, સન્માનનીય વ્યક્તિના માર્ગદર્શનથી તમારો માર્ગ સરળ બનશે. ફાયદા માટે નવા રસ્તા જોવા મળશે. તમારી જાતને નાની લાલચથી દૂર રાખો, નહીં તો તમે કોઈ આરોપમાં ફસાઈ શકો છો. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે.
  લકી નંબર: 4
  લકી કલર: લીલો
  ઉપાય: માતા-પિતાના આશીર્વાદ લો


  Money Montra Zodiac Signs Astrology
  સિંહ: ઘરમાં પ્રેમ અને સમજદારી જોવા મળશે. તમે જે પ્રોજેક્ટ અને સંશોધન પર કામ કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળશે અને આજે ભાગ્ય તમને સાથ આપશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ધનલાભ થશે. આજે તમે તમારી જવાબદારી સમયસર નિભાવી શકશો.
  લકી નંબર: 2
  લકી કલર: ભૂરો રંગ
  ઉપાય: ગાયને લીલો ચારો ખવડાવો


  Money Montra Zodiac Signs Astrology
  કન્યા: આજે દિવસ અનુકૂળ રહેશે, અટકેલા અરજન્ટ કામ આજે સરળતાથી પૂરા થશે. પરસ્પર વિશ્વાસની મદદથી પારિવારિક સંબંધો મજબૂત બનશે. આવક સારી રહેશે, ધનલાભ થવાના પણ યોગ છે. ઝડપી સફળતાની શોધમાં અયોગ્ય કાર્યો પર ધ્યાન આપશો નહીં.
  લકી નંબરઃ 8
  લકી કલરઃ કથ્થઈ
  ઉપાય: દેવી લક્ષ્મીની પૂજા કરો


  Money Montra Zodiac Signs Astrology
  તુલા: આજનો દિવસ અદ્ભૂત છે, પરિવારનો કોઈ સભ્ય તમારી પ્રતિષ્ઠા વધારશે અને તમને માન-સન્માન મળશે. પ્રગતિ માટે નવા માર્ગો અને વિકલ્પો શોધવા જરૂરી છે. પ્રોપર્ટી ડીલર માટે આજનો દિવસ વધુ ફાયદાકારક છે. આજે ખર્ચ પર કાબૂ રાખવાનો પ્રયત્ન કરો.
  લકી નંબર: 3
  લકી કલરઃ આછો પીળો
  ઉપાય: હનુમાન ચાલીસાના પાઠ કરો


  Money Montra Zodiac Signs Astrology
  વૃશ્ચિક: અધિકારીઓ તરફથી તમારા કામના વખાણ થશે. આજે બીજાને આપેલા પૈસા પરત મળી શકે છે. બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો. નોકરીમાં તમારી ફેવરમાં બદલાવ આવી શકે છે. કોઈ મોટા કાર્યક્રમમાં તમને મિત્રોનો સહયોગ મળશે.
  લકી નંબર: 0
  લકી કલર: આસમાની
  ઉપાય: ગુરુ કે વડીલોના આશીર્વાદ લો


  Money Montra Zodiac Signs Astrology
  ધન: આજે તમારું મન પ્રસન્ન રહેશે, પરિવાર અને મિત્રો સાથે તમારો દિવસ શાનદાર રહેશે. વેપારીઓએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. આર્થિક બાબતોનો ઉકેલ તમારી તરફેણમાં આવી શકે છે. આજે તમારી આવકમાં પણ વધારો થઈ શકે છે.
  લકી નંબર: 5
  લકી કલર નારંગી
  ઉપાય: ગણેશજીને લાડુ ચઢાવો


  Money Montra Zodiac Signs Astrology
  મકર: આજે કોઈપણ પ્રકારની રાજનીતિ કરવાથી દૂર રહો અને તમારા કામ પર ધ્યાન આપો. મનમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરવાનો ઉત્સાહ અને જુસ્સો રહેશે. કોઈના પર વધુ પડતો વિશ્વાસ આર્થિક નુકસાન આપી શકે છે. આજે પારિવારિક જીવનમાં વાતાવરણ સુખદ રહેશે
  લકી નંબરઃ 9
  લકી કલરઃ ગોલ્ડન
  ઉપાય: શિવ ચાલીસાના પાઠ કરો


  Money Montra Zodiac Signs Astrology
  કુંભ: આજે તમારું ઉદાર વલણ લોકોને ખૂબ પ્રભાવિત કરશે. ઝડપી પૈસા કમાવવા માટે ખોટી સ્કીમમાં મૂડી રોકાણ ન કરો. અભ્યાસમાં તમારું પ્રદર્શન સારું રહેશે. લગ્ન કરવાથી સંતાન સુખ મળશે.
  લકી નંબર: 7
  લકી કલર: કાળો
  ઉપાય: કોઈપણ પ્રકારની સફેદ વસ્તુનું દાન કરો


  Money Montra Zodiac Signs Astrology
  મીન: કામમાં તમારી પ્રતિભા બતાવવાની તક મળશે. આવક વધારવાની કેટલીક સારી તકો પણ તમને મળી શકે છે. આજે તમને ઉદ્યોગપતિઓ જેવું નસીબ સાથ આપશે. પરિવારમાં તમારું સકારાત્મક વર્તન બધાને પ્રભાવિત કરશે.
  લકી નંબર: 6
  લકી કલર: વાયોલેટ
  ઉપાય: ભગવાન ગણેશને મોદક ધરાવો
  First published:

  Tags: Dharma bhakti, Gujarati Rashifal

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन