Home /News /dharm-bhakti /

Astro tips: રસ્તામાં મળેલા પૈસા બદલી શકે છે તમારું નસીબ, જાણો કેવી રીતે?

Astro tips: રસ્તામાં મળેલા પૈસા બદલી શકે છે તમારું નસીબ, જાણો કેવી રીતે?

રસ્તામાં પડેલા પૈસા

Astro money tips: હિન્દૂ ધર્મમાં ધનને માતા લક્ષ્મીનું પ્રતીક માનીને તેની પૂજા કરવામાં આવે છે. જેથી રસ્તામાં પડેલા પૈસાને ન ઉઠાવીને આગળ વધી જવું એ ધનનું અને માતા લક્ષ્મીનું અપમાન ગણાય છે.

    Dharmabhakti: આપણને ઘણી વખત રસ્તામાં ચાલતા ચાલતા પૈસા (Money found on road) મળી જાય છે. જોકે, મોટાભાગના લોકો આ પૈસાને ઉઠાવી લેતા હોય છે, તો અમુક લોકો આ પૈસાને નજરઅંદાજ કરી દેતા હોય છે અને પોતાના રસ્તે આગળ વધે છે. તો બીજી તરફ અમુક લોકો એવા પણ છે કે આ પૈસા ઉઠાવીને મંદિરમાં દાન (Money donate in temple) કરી દે છે અથવા તો ગરીબોને દાન (money donate to poor) કરી દેતા હોય છે.

    ઉલ્લેખનીય છે કે, હિન્દૂ ધર્મમાં ધનને માતા લક્ષ્મીનું પ્રતીક માનીને તેની પૂજા કરવામાં આવે છે. જેથી રસ્તામાં પડેલા પૈસાને ન ઉઠાવીને આગળ વધી જવું એ ધનનું અને માતા લક્ષ્મીનું અપમાન ગણાય છે.

    તમને જણાવી દઈએ કે, ઘરેથી જતાં સમયે પૈસા મળવા, ઘરે પરત ફરતી વખતે પૈસા મળવા, નોટ મેળવી અથવા સિક્કા મળવા આ દરેકના અલગ અલગ મતલબ છે. જો તમે ઘરેથી ક્યાંક જય રહ્યા હોય એ દરમિયાન તમને પૈસા મળે તો તમારે તેને ઓફિસ અથવા પોતાના કામકાજના સ્થળે મૂકી દેવા જોઈએ. તે પૈસાને ખર્ચ ન કરવા જોઈએ.

    તો બીજી તરફ તમે કોઈ જગ્યાએથી ઘરે પરત ફરી રહ્યા હોય ને તમને રસ્તામાં પૈસા મળે તો શાસ્ત્રો અનુસાર તમારે આ પૈસાને તમારી સેવિંગ વળી જગ્યાએ મુકવા જોઈએ. જોકે, આ દરમિયાન તમારે એક વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે આ પૈસા તા,મારી સેવિંગને ટચ ન કરે. જેનું કારણ છે કે જો રસ્તામાંથી મળેલા પૈસા તમારા કમાયેલા પૈસામાં મળી જશે, તો તમારા બધા પૈસા વ્યર્થમાં ખર્ચ થવાની સંભાવના છે. જેથી તમે રસ્તામાંથી મળેલા પૈસાને કોઈ ડાયરી અથવા કવરમાં રાખી શકો છો.

    આવું કરવાથી હંમેશા તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.

    શુભ અશુભના સંકેત

    - જો તમને રસ્તા પર કોઈ સિક્કો મળે, તો તે શુભ પરિણામોની પ્રાપ્તિ સૂચવે છે. એટલે કે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

    - જો તમને રસ્તા પર કોઈ નોટ મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓનો અંત આવવાનો છે. આવી વ્યક્તિ પર પર મા લક્ષ્મીની કૃપા બની રહે છે.

    - જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરેથી નીકળો છો અને ત્યારે જ તમને રસ્તામાં પૈસા પડેલા જોવા મળે છે, તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ સૂચવે છે કે તમે જે કાર્યમાંથી બહાર જઈ રહ્યા છો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે.

    - જો તમે ઓફિસથી ઘરે પાછા ફરી રહ્યા છો અને ત્યારે જ રસ્તામાં પૈસા મળી જાય છે, તો તેને આર્થિક લાભનો સંકેત માનવામાં આવે છે.
    First published:

    Tags: Money tips

    આગામી સમાચાર