Home /News /dharm-bhakti /Money Mantra 8 Feb: આ રાશિના જાતકોને ઉધારની લેવડ દેવડ ભારે પડી શકે, જાણો શું કહે છે આજનું રાશિફળ

Money Mantra 8 Feb: આ રાશિના જાતકોને ઉધારની લેવડ દેવડ ભારે પડી શકે, જાણો શું કહે છે આજનું રાશિફળ

આજનું રાશિફળ

Money Mantra 8 Feb: આજે જીવનમાં ગૂંચવણો થવાની સંભાવના છે. અંગત બાબતોમાં સરળતા રહેશે. આર્થિક બાબતો મિશ્રિત રહેશે. આજે તમે દૂરદર્શિતા જાળવી રાખો તે જરૂરી છે. લોન કે ઉધાર અંગેની લેવડદેવડ આજે ટાળો. સંશોધનમાં સામેલ થાઓ. આજે તમારા કામમાં ધૈર્ય વધશે. જો કે કરિયર બિઝનેસ મિશ્રિત રહેશે. જરૂરી નિર્ણયો લેવામાં વિલંબ કરવાનું ટાળો.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    મેષ
    આજના દિવસમાં તમારે તમારા કાર્યસ્થળ પર પ્રગતિ મેળવવા માટે પ્રયત્નો તેજ કરવા પડશે. કાર્યમાં કરવામાં આવતી મહેનતના કારણે પદની પ્રતિષ્ઠા અને પ્રભાવમાં વધારો થશે. વ્યાપારી વર્ગને કામ ધંધામાં સહયોગ મળશે અને આજના દિવસે એકંદરે આ રાશિના જાતકો સક્રિય રહેશે સાથે જ તેમની આસપાસનું વાતાવરણ સકારાત્મક રહેશે અને તેમના દરેકનો સાથ સહકાર પણ મળતો રહેશે. આ જાતકોને સલાહ આપવામાં આવે છે કે પોતાના વિચારો મોટા રાખો, આવું કરવાથી રાહમાં આવતા અવરોધો આપોઆપ દૂર થશે.
    ઉપાયઃ- મા સરસ્વતીને સફેદ ફૂલોની માળા અર્પણ કરો.


    વૃષભ
    આજે તમને ઓફિસમાં કાર્યોના અપેક્ષિત પરિણામ મળશે. જો કે આજે તમારે તમારા વ્યક્તિગત પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જેથી તમને નાણાકીય લાભ મળી શકે છે. આજે તમને વિવિધ ક્ષેત્રોમાં દરેકનો સહયોગ મળશે. કરિયર બિઝનેસમાં સ્પર્ધા જાળવી રાખશો. આજે મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તમારા વ્યાવસાયિક લક્ષ્યો પણ પૂરા થઈ શકે છે. તમારે આજે તમામ જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવી પડશે. આજે તમારો વ્યાપાર મજબૂત થશે.
    ઉપાયઃ રામ મંદિરમાં ધ્વજા ચડાવો.


    મિથુન
    ઉધાર લેવાનુ અને ઉધાર આપવાનું ટાળો. ઉધાર આપવા કે લેવાથી આજે તમને નુક્શાન થઈ શકે છે. આ સાથે જ તમારા કાર્યસ્થળે તમારી વાણી પર નિયંત્રણ રાખો અને બડબડાટ કરવાનું ટાળો. પ્રોફેસનાલિઝમ જાળવી રાખો. આજે ભૂતકાળની જૂની બાબતો સામે આવી શકે છે. રોકાણની બાબતોમાં રસ લઈ શકો છો. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં જાગૃતિ જળવાઈ રહેશે. વેપારના વિસ્તરણ પર ધ્યાન આપો.
    ઉપાયઃ હનુમાન મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો.


    KARK-RASHI
    કર્ક
    આજે આ રાશિના જાતકોની વ્યાવસાયિક સિદ્ધિઓમાં વધારો થશે. કરિયર બિઝનેસમાં શુભતા વધશે. આજે તમારું સિસ્ટમ મેનેજમેન્ટ મજબૂત રહેશે અને આર્થિક બાબતોનો ઉકેલ આવશે. યોગ્ય દિશામાં આગળ વધશો સાથે જ તમારી હિંમતમાં પણ વધારો થશે. ધ્યેયલક્ષી રહેવાને કારણે આજે તમને સફળતા મળી શકે છે. નવા કાર્યોમાં રસ લઈ શકો છો. તમારા ઉદ્યોગ ધંધામાં સુધારો થઈ શકે છે.
    ઉપાયઃ ભગવાન શિવને જળ અર્પણ કરો.


    સિંહ
    પૈસા સંબંધિત બાબતો સારી રહેશે. આજે તમે સારી બચત પણ કરી શકો છો. કરિયર બિઝનેસના પ્રયાસો સફળ થશે. તમારી સંપત્તિમાં પણ વૃદ્ધિ થશે અને વેપાર સારો રહેશે. કામકાજની સ્થિતિમાં સકારાત્મકતા વધશે, જેના કારણે તમારી પ્રગતિ વધશે. ધંધો કરતા લોકોના નફાની ટકાવારી સારી રહેશે અને લોકો સાથે તમારી સુસંગતતા વધશે.
    ઉપાયઃ ભૈરવ મંદિરમાં શ્રીફળ ચઢાવો.


    કન્યા
    કરિયર બિઝનેસમાં ઓછી ખચકાટ રહેશે જેના કારણે નવતર પ્રયત્ન શક્ય બનશે અને તમને ઈચ્છિત સફળતા મળશે. સફળતાને કારણે તમારા ધંધાકીય કાર્યોમાં ઝડપ આવશે. વસ્તુઓ અને વિચારોનું આદાનપ્રદાન વધશે. વ્યાવસાયિકો મુસાફરી કરી થવાની શક્યતા છે. કામમાં બેદરકારી કરવાનું ટાળો.
    ઉપાયઃ ગાયોને લીલો ચારો ખવડાવો.


    તુલા
    ઓફિસના કામમાં ગંભીરતા રાખો, નજીકના અને સહકાર્યકરો આજે તમને મદદરૂપ થઈ શકે છે. રોકાણની કોઈપણ લાલચમાં પડવાનું ટાળો, બિનજરૂરી લાલચ તમને નુક્શાન કરાવી શકે છે. કરિયર બિઝનેસમાં સકારાત્મકતા રહેશે. આજના દિવસે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. આજે તમે સક્રિયતા સાથે કામ કરશો. જો પૈતૃક વ્યવસાય સાથે જોડાયેલા છો તો તે અસરકારક રહેશે.
    ઉપાયઃ ખાવાની પીળી વસ્તુઓનું દાન કરો


    વૃશ્ચિક
    આજના દિવસે તમારા જીવનના જરૂરી કાર્યોમાં ઝડપ આવશે અને સાથે જ તમારામાં ભરપૂર આત્મવિશ્વાસ પણ જળવાઈ રહેશે. તમારી આર્થિક મજબૂતી જળવાઈ રહેશે અને નોકરી માટે સારી ઓફરો પણ તમને મળી શકે છે. જો કોઈ પ્રશ્નો હોય તો તે વિવિધ બાબતો અને પ્રશ્નોનુનું નિરાકરણ આવશે. કરિયર બિઝનેસ પર ફોકસ જાળવી રાખશો તો ચોક્કસપણે લાભની ટકાવારી સારી રહેશે.
    ઉપાયઃ કૃષ્ણ મંદિરમાં વાંસળી ચઢાવો.


    dhan rashi
    ધન
    રોકાણના નામે છેતરપિંડીનો ભોગ બનવાની સંભાવના છે. તેથી કોઈ ખોટા લોભ લાલચ અને છેતરામમી ઓફરોથી બચો. અજાણ્યા વ્યક્તિઓ પર જલ્દી વિશ્વાસ ન કરો અને મીટિંગમાં સાવધાની રાખો. મહત્વના સોદા અને કરારોમાં ધીરજ રાખવાન જરૂર છે. કોઈપણ બાબતે મૂંઝવણ અનુભવશો નહી અને ભ્રમિત થશો નહીં. નિર્ણય લેવામાં સાવધાની રાખો. સિસ્ટમમાં વિશ્વાસ રાખો. સહકાર્યકરોનો વિશ્વાસ જીતી શકશો. આજના દિવસે તમારી સ્થિતિ સામાન્ય રહેશે.
    ઉપાયઃ હનુમાન ચાલીસાનો પાઠ કરો.


    મકર
    વ્યવસાયિક ભાગીદારીના મામલા તમારા પક્ષમાં રહેશે. વ્યાવસાયિક સિદ્ધિઓમાં વધારો થશે. અધિકારી વર્ગ પ્રસન્ન રહેશે અને મોટા મોટા ઉદ્યોગો ધંધામાં જોડાશે. આજે તમારામાં પ્રબળ નેતૃત્વની ભાવના રહેશે. જેના કારણે તમે જવાબદારીઓ સારી રીતે નિભાવશો. આર્થિક લાભ વધુ સારો થશે અને કામમાં સ્પષ્ટતા રહેશે.
    ઉપાયઃ ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરો.


    કુંભ
    આજે જીવનમાં ગૂંચવણો થવાની સંભાવના છે. અંગત બાબતોમાં સરળતા રહેશે. આર્થિક બાબતો મિશ્રિત રહેશે. આજે તમે દૂરદર્શિતા જાળવી રાખો તે જરૂરી છે. લોન કે ઉધાર અંગેની લેવડદેવડ આજે ટાળો. સંશોધનમાં સામેલ થાઓ. આજે તમારા કામમાં ધૈર્ય વધશે. જો કે કરિયર બિઝનેસ મિશ્રિત રહેશે. જરૂરી નિર્ણયો લેવામાં વિલંબ કરવાનું ટાળો.
    ઉપાયઃ કૃષ્ણ મંદિરમાં વાંસળી ચઢાવો.


    મીન
    આજે આર્થિક પ્રગતિની તકો વધશે સાથે જ વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન રહેશે. વ્યાવસાયિકતા જાળવી રાખો. તમે નવું કામ શરૂ કરી શકો છો. લોકોમાં વિશ્વાસ વધશે. સ્પર્ધામાં તમારું પ્રદર્શન સારું રહેશે અને તમારી અસરકારતા વધશે. વાણિજ્ય વિષયમાં રસ રહેશે. કરિયર બિઝનેસમાં ગતિ જાળવી રાખશો.
    ઉપાયઃ ઘરની બહાર જતા પહેલા વડિલોના આશિર્વાદ લો.
    First published:

    Tags: Aaj nu rashifal, Astrology in gujarati

    विज्ञापन