Home /News /dharm-bhakti /Money Mantra 15 November : કયા રાશિના જાતકોને મળશે લાભ, જાણો આજનું રાશિફળ

Money Mantra 15 November : કયા રાશિના જાતકોને મળશે લાભ, જાણો આજનું રાશિફળ

Money Mantra 15 November

Money Mantra 15 November : ધંધાકીય બાબતોમાં વ્યસ્તતા અને કામનો બોજ વધુ રહેશે. આ સમયે વધારે કામ કરવાથી ફળ ઓછું મળશે. પરંતુ ધીરજ રાખો, સમયની સાથે સંજોગો પણ અનુકૂળ રહેશે. ઓફિસમાં તમારા કામમાં બીજાની મદદ બિલકુલ ન લો.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  મેષ
  વેપારમાં ઉત્પાદનને લગતા કામમાં મુશ્કેલી આવી શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા જાળવો. નાની-નાની ગેરસમજના કારણે સંબંધોમાં તિરાડ આવી શકે છે. આ સમયે કામ કરવાની રીત બદલવાની જરૂર છે.
  ઉપાયઃ- કૃષ્ણ મંદિરમાં વાંસળી ચઢાવો.


  વૃષભ
  અત્યારના સંજોગોને કારણે બિઝનેસમાં વધુ સુધારો થશે નહીં. ખૂબ વ્યસ્ત રહેવાની શક્યતાઓ છે. સરકારી ઓફિસરોને તેમના કામ સારી રીતે પૂર્ણ કરવા માટે ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે.
  ઉપાયઃ મા સરસ્વતીની પૂજા કરો.


  મિથુન
  ધંધાકીય કાર્યો પૂરા કરવામાં ઘણી દોડધામ થશે. ધીમે-ધીમે મામલો થાળે પડશે. રિયલ એસ્ટેટનો બિઝનેસ કરતા લોકોના આજે લાભદાયી સોદા ફાઈનલ થઈ શકે છે. ઓફિસનું વાતાવરણ પોઝિટિવ રહેશે.
  ઉપાયઃ ભગવાન ગણેશની પૂજા કરો.


  કર્ક
  જો તમે કોઈ નવું કામ શરૂ કરી રહ્યા છો, તો શરૂઆતમાં થોડી અડચણો આવશે, પરંતુ તમે વર્તમાન પ્રવૃત્તિઓમાં તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશો. નોકરીયાત લોકો પેપેરવર્ક કરતી વખતે ભૂલો કરી શકે છે, તેથી તમારા સિનિયરનો સહયોગ લેવો યોગ્ય રહેશે.


  સિંહ
  તમારો દિવસનો મોટાભાગનો સમય મિટિંગોમાં પસાર થશે. તે શ્રેષ્ઠ પરિણામો પણ આપશે. સ્ટાફ તમને સંપૂર્ણ સહકાર આપશે. પગારદાર લોકોએ ફાઇનાન્સ સંબધિત બાબતોનું ધ્યાન રાખવું પડશે.
  ઉપાયઃ યોગ, પ્રાણાયામ કરો.


  કન્યા
  કામકાજના સ્થળે અચાનક નવો ઓર્ડર મળવાથી વધારાની આવક આવવાની શક્યતા છે. ઉતાવળને બદલે ગંભીરતાથી અને ધ્યાનથી કામ કરવાની જરૂર છે. સરકારી નોકરી કરનારાને પોતાની માનસિક સ્થિતિ મુજબ સિદ્ધિઓ મળશે. તમારા કામકાજનો સ્થળ પરિવર્તન થઈ શકે છે.
  ઉપાયઃ- શિવ ચાલીસાનો પાઠ કરો.


  તુલા
  વસ્તુઓને વધુ સારી બનાવવાની જરૂર છે. માર્કેટિંગ અને મીડિયા સંબંધિત કામ પર વધુ ધ્યાન આપો. તમારી જાતને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રાખો. તમારા કાર્યો પર પૂરતું ધ્યાન આપો.
  ઉપાયઃ- સૂર્યદેવને જળ અર્પિત કરો.


  વૃશ્ચિક
  કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે સંપર્ક અને વાતચીત તમને બિઝનેસની વૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સૌપ્રથમ ઘણું રોકાણ કરવું પડશે. ઓફિશ્યલી પ્રવાસ માટેની શક્યતાઓ છે.
  ઉપાયઃ- ભગવાન ગણેશની પૂજા કરો.


  ધન
  ધંધાકીય બાબતોમાં વ્યસ્તતા અને કામનો બોજ વધુ રહેશે. આ સમયે વધારે કામ કરવાથી ફળ ઓછું મળશે. પરંતુ ધીરજ રાખો, સમયની સાથે સંજોગો પણ અનુકૂળ રહેશે. ઓફિસમાં તમારા કામમાં બીજાની મદદ બિલકુલ ન લો.
  ઉપાયઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો.


  મકર
  વેપારમાં કોઈ નવો ધંધો શરૂ કરવા માટે સમય યોગ્ય નથી. કોઈની સાથે તમારી યોજનાઓ શેર કરશો નહીં. નહીં તો, અન્ય લોકો તેનો ફાયદો ઉઠાવી લેશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે યોગ્ય સંબંધ જાળવો. ટૂંક સમયમાં પ્રમોશન થવાની સંભાવના છે.
  ઉપાયઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો.


  કુંભ
  વ્યવસાયિક પ્રવૃત્તિઓને આયોજન કરીને કરો. અંગત કારણોસર કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી વધુ સારી રહેશે. નોકરિયાત લોકોએ નાણાં સંબંધિત કામમાં વધુ ધ્યાન રાખવું પડશે, કારણ કે નાની બેદરકારી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
  ઉપાયઃ ગાયને લીલો ચારો ખવડાવો.


  મીન
  અંગત વ્યસ્તતાને કારણે તમે વ્યવસાય માટે સમય આપી શકશો નહીં. કાર્યસ્થળની ગતિવિધિઓ પર નજર રાખવી મહત્વની છે. ધ્યાનમાં રાખો કે કર્મચારીઓ વચ્ચે કોઈ અન્ય વિભાજનનું કારણ બની શકે છે. નોકરીમાં નવી તકો મળશે તેમજ કામનો બોજ પણ વધશે.
  ઉપાયઃ- પીળી વસ્તુનું દાન કરો.
  First published:

  Tags: Aaj nu rashifal, Gujarati Rashifal, Money Mantra

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन