Home /News /dharm-bhakti /Money Mantra 11 January: જાણો વેપાર અને કામધંધા બાબતે કેવો રહેશે આપનો આજનો દિવસ, કયાં ઉપાયો અપાવશે લાભ

Money Mantra 11 January: જાણો વેપાર અને કામધંધા બાબતે કેવો રહેશે આપનો આજનો દિવસ, કયાં ઉપાયો અપાવશે લાભ

Money Mantra 11 january

Money Mantra 11 January : આજે તમે તમારામાં નવી ઉર્જા અને શક્તિનો અનુભવ કરશો. આજે તમે કોઈપણ પ્રેમ સંબંધને લઈને ખૂબ જ ઉત્સાહિત રહેશો. ઓફિસમાં તમારું પ્રમોશન કે પગાર વધારવાની વાત પણ થઈ શકે છે. તમે આજે ઉત્સીહિત રહેશો જો કે તમારા ઉત્સાહ પર નિયંત્રણ રાખવાની ડજરૂર છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  મેષ
  મેષ રાશિના જાતકોએ આજે આર્થિક મોરચે સાવધાની રાખવાની જરૂર છે. આજે તમારે કોઈની સાથે પૈસાની લેવડ-દેવડ કરવાનું ટાળવું જોઈએ, કેમ કે રોકાણના નામે તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા છે. ઓફિસમાં જો કોઈ મુશ્કેલ સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવ તો તેનો પણ ઉકેલ આવશે. આજે વડીલોની સલાહ લેવી લાભદાયી રહેશે.
  ઉપાયઃ સૂર્યને જળ અર્પિત કરો.


  વૃષભ
  વૃષભ રાશિના લોકોની વ્યવસાય સંબંધિત સમસ્યાઓ આજે હલ થઈ શકશે. ઓફિસમાં તમારા વિરોધીઓને તમે માત આપી તમને હરાવી શકશો સાથે જ તમારા ઉચ્ચ અધિકારીઓ સાથેના તમારા સંબંધો મધુર બનશે. આજે વાહન-જમીન કે કોઈ કિંમતી વસ્તુ ખરીદવાની યોજના બની શકે છે. આજે કરવામાં આવેલુ રોકાણ લાભદાયી રહેશે.
  ઉપાયઃ હનુમાન મંદિરમાં ધ્વજા ચઢાવો.


  મિથુન
  આજે તમારે બીજાની ભાવનાઓને ઓળખીને કામ કરવું વધુ સારું રહેશે. કાર્યસ્થળ કે ઓફિસમાં પણ ફક્ત ટીમ વર્ક દ્વારા તમે કોઈ મુશ્કેલ સમસ્યાને હલ કરવામાં સમર્થ હશો. વેપારી વર્ગ માટે આ સમય થોડો મુશ્કેલ બની રહેશે, તેમના પૈસા પણ અટવાઈ શકે છે માટે સાવચેતી રાખવી. ભવિષ્ય માટેની યોજનાઓ અત્યારથી જ બનાવો.
  ઉપાયઃ સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો.


  KARK-RASHI
  કર્ક
  આજનો દિવસ તમને તમારા કાર્યસ્થળ પર પોતાને સાબિત કરવાની ઘણી તકો આપશે. આજે તમને આવી ઘણી તકો મળશે જો કે તે તકોને ઓળખની, તેમને ઝડપવી અને તેના પર કાર્ય કરવાની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. વેપારી વર્ગે કોઈપણ અજાણી વ્યક્તિ સાથે સોદો કરતા પહેલા તેની પૂર્ણ તપાસ કરવી હિતાવહ રહેશે.
  ઉપાય: કીડીઓને લોટ નાખો


  સિંહ
  સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. આજે તમારે વેપારમાં કોઈની સલાહ લેવાની જરૂર પડી શકે છે. દરેક નવા કાર્યો માટે તેને સંબંધિત કાયદાકીય પાસાઓને અચૂક ધ્યાનમાં લો. જો કોઈ વિવાદ થાય તો તેમાં જીત તમારી જ રહેશે. આજે જમીનના સોદામાં સાવધાની રાખવાની જરૂર છે, વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
  ઉપાયઃ ગાયને લીલું ઘાસ ખવડાવો.


  કન્યા
  આજે કાર્યસ્થળ પર કામનો બોજ વધુ હોવાનો અનુનભવ થશે, કારણ કે કામોની ઘણી બધી જવાબદારીઓ તમારા પર રહેશે. વેપારી વર્ગના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. આજે તમારે વેપારમાં જોખમ લેવાનું ટાળવું યોગ્ય રહેશે. કોઈપણ રોકાણ કરતા પહેલા જરૂરી દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.
  ઉપાયઃ નાની કન્યાઓને મીઠાઈ આપો.


  તુલા
  આજે તમે તમારી જૂની જવાબદારીઓ અને દેવાઓ ચુકવવામાં સફળ રહી શકો છો. શક્ય છે કે આજે તમારે જરૂરી વસ્તુઓની ખરીદી માટે બહાર જવું પડી શકે છે. હમણાં માટે તમારા ખિસ્સા પર નજર રાખો અને ખર્ચમાં ઘટાડો કરો, આવું ન કરવાથી તમારું બજેટ બગડી શકે છે. હાલના સમયમાં લોકો તમારા ઓરિજનલ આઈડિયા પસંદ કરશે.
  ઉપાયઃ હનુમાનજીની પૂજા કરો.


  વૃશ્ચિક
  આજના દિવસે તમે ઓફિસના કામમાં વ્યસ્ત રહેશો. જો કે આવ્યસ્તતા ભવિષ્યમાં લાભદાયી બનશે કેમ કે આજના કામથી ભવિષ્યમાં તમને આર્થિક લાભ થશે. જો તમે ઉધાર લો છો તો તે રકમ તમારા બચતના પ્રમાણમાં હોય તેનુ ધ્યાન રાખો. વેપારી માટે દિવસ સારો રહેશે અને લાભદાયી સોદાઓ મળશે.
  ઉપાયઃ માછલીઓને ખવડાવો.


  dhan rashi
  ધનુ
  આજે તમને ઓફિસમાં કેટલાક નવા અધિકારો આપવામાં આવી શકે છે. આજે તમે રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો. વ્યાપારીઓ માટે દિવસ સામાન્ય રહેશે. બેરોજગારોને રોજગારની નવી તકો મળવાની શક્યતાઓ છે.
  ઉપાયઃ ગરીબોને ભોજન કરાવો.


  મકર
  આજે તમે તમારામાં નવી ઉર્જા અને શક્તિનો અનુભવ કરશો. આજે તમે કોઈપણ પ્રેમ સંબંધને લઈને ખૂબ જ ઉત્સાહિત રહેશો. ઓફિસમાં તમારું પ્રમોશન કે પગાર વધારવાની વાત પણ થઈ શકે છે. તમે આજે ઉત્સીહિત રહેશો જો કે તમારા ઉત્સાહ પર નિયંત્રણ રાખવાની ડજરૂર છે.
  ઉપાયઃ રામરક્ષા સ્તોત્રનો પાઠ કરો.


  કુંભ
  આજે નાણાંકીય લાભ થવાની સંભાવના છે. ઓફિસમાં અધિકારીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે. નોકરી બદલવા માંગતા લોકોને નવી તકો મળશે. ઉદ્યોગ માટે સામાન્ય દિવસ, કોઈ નવા સોદાની અપેક્ષા જોવા મળતી નથી.
  ઉપાયઃ ભોજનમાં કાળા મરીનો ઉપયોગ કરો.


  મીન
  આજે તમે તમારી જાતમાં જ ખુશ રહેશો. તમારા પર થતી કોઈપણ વિરોધીની ટીકા પર ધ્યાન ન આપો અને તમારું કામ કરતા રહો, સફળતા એક દિવસ ચોક્કસ તમારા પગ ચૂમશે. તમે તમારા સામાજિક વર્તુળમાં ક્રિયાપ્રતિક્રિયામાં વધારો કરી શકશો. તમારા માન-સન્માનમાં આજે વધારો થઈ શકે છે.
  ઉપાયઃ કૃષ્ણ મંદિરમાં મોર પીંછ ચઢાવો.
  First published:

  Tags: Astrology in gujarati, Gujarati Rashifal

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन