Home /News /dharm-bhakti /Money Mantra 3 January: આ રાશિના જાતકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને નોકરીમાં મળશે પ્રમોશન

Money Mantra 3 January: આ રાશિના જાતકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને નોકરીમાં મળશે પ્રમોશન

આજનું રાશિફળ

Money Mantra 3rd January: આજે આ રાશિને ધન લાભનો યોગ બનશે. બિઝનેસમાં સફળતાના શિખરો સર કરશે.

    મેષ (Aries):


    ઓફિસમાં અધિકારીઓ સાથે દમબંધ વધી શકે છે. બદલાવને સહજતાથી સ્વીકાર કરો. ધન લાભનો યોગ બનશે. બિઝનેસમાં સફળતાના શિખરો સર કરશો.

    ઉપાય: ભગવાન ગણેશની પૂજા કરો.

    વૃષભ (Taurus):


    કોઈપણ કારણ વગર ચિંતાને કારણે તમે ઓફિસમાં પરેશાન રહેશો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાના સંકેત જોવા મળી રહ્યા છે. જરૂરિયાત પર નિયંત્રણ રાખવું જરૂરી છે, આ કારણોસર ખર્ચામાં વધારો થશે. એકસાથે બે પ્રોજેક્ટ પર કામ ન કરો.

    ઉપાય: હનુમાન મંદિરમાં બજરંગ બાણના પાઠ કરો.

    મિથુન (Gemini):


    બિઝનેસમાં સમસ્યાઓ આવી શકે છે. બદલાની ભાવનાથી ઓફિસમાં કોઈપણ કામ ન કરશો. સ્વજનો સાથે વિવાદ વધી શકે છે. વધુ પડતો દેખાડા કરવા માટે ખર્ચો કરવાથી દેવુ વધી શકે છે.

    ઉપાય: ભગવાન સૂર્યની પૂજા કરો.

    કર્ક (Cancer):


    લાંબા સમયથી પ્રોજેક્ટ અટકી ગયેલ છે, તેના કારણે માનસિક તણાવની સમસ્યા થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. લાગણીઓમાં આવીને કોઈપણ વ્યક્તિને વાયદો ન આપશો, જેના કારણે ભવિષ્યમાં પસ્તાવો થઈ શકે છે.

    ઉપાય: ભગવાન ગણેશને સિંદૂર અર્પણ કરો.

    સિંહ (Leo):


    જો તમે આર્થિક પરેશાની દૂર રહેવા માંગો છો, તો અન્ય વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારની ડીલ ન કરશો. આ ડીલ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. સતત પરેશાનીને કારણે તમારું મનોબળ નબળું પડશે. વેપારીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે.

    ઉપાય: ગૌશાળામાં દાન કરો.

    કન્યા (Virgo):


    ઓફિસમાં જવાબદારીઓમાં વધારો થશે. નવી વ્યક્તિઓ પર વિશ્વાસ કરતા પહેલા તેના વિશે તમામ પ્રકારની તપાસ કરી લો. તપાસ ન કરવાને કારણે તમે કાયદાકીય વિવાદોમાં ફસાઈ શકો છો. રોકાણ કરવા માટે આજનો દિવસ સૌથી સારો છે, પરંતુ રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂરથી લો.

    ઉપાય: બુધ ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરો.

    તુલા (Libra):


    સતત જરૂરિયાતો વધવાને કારણે તમને આર્થિક પરેશાની થઈ શકે છે, લોન લેવાની જરૂરિયાત પણ ઊભી થઈ શકે છે. સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. વેપાર સાથે જોડાયેલ વ્યક્તિઓને લાભ થશે. તમારી વાતની યોગ્ય રીતે રજૂઆત કરો.

    ઉપાય: કીડીઓને લોટ ખવડાવો.

    વૃશ્વિક (Scorpio):


    પારિવારિક પરેશાની વધવાને કારણે ઓફિસના કામ પર અસર થઈ શકે છે. અંગત અને ઓફિસના કામને અલગ અલગ રાખવા વધુ યોગ્ય રહેશે. સમયસર નિર્ણય લેવાનો પ્રયત્ન કરો.

    ઉપાય: પશુઓની સેવા કરો.

    ધન (Sagittarius):


    આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. રોકાણ કરવા માટે તમને તક મળી શકે છે. સ્વજનોની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ધનની જરૂરિયાત રહેશે. વેપારીઓએ સમજી વિચારીને નિર્ણય લેવાનો રહેશે.

    ઉપાય: માતા સરસ્વતીની પૂજા કરો.

    મકર (Capricorn):


    ધન સંબંધિત પરેશાની જોવા મળશે. આર્થિક પરિસ્થિતિને કારણે ચિંતા રહેશે. બિનજરૂરી ખર્ચા માટે લોન લેવાની જરૂરિયાત ઊભી થશે. જમીનમાં રોકાણ કરવાથી લાભ થશે.

    ઉપાય: શિવલિંગ પર અભિષેક કરો.

    કુંભ (Aquarius):


    ઓફિસના કામના કારણે બિનજરૂરી ચિંતા રહેશે અને મનમાં અશાંતિ રહેશે. પારિવારિક જીવનમાં અનેક સમસ્યાઓ આવશે. વેપારીઓનો આજનો દિવસ સારો નહીં રહે.

    ઉપાય: ભૈરવનાથના મંદિરમાં ધજા ચઢાવો.

    મીન (Pisces):


    જો પણ કાર્યો અટકેલા છે, તેના કારણે ચિંતા જોવા મળશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાથી રોકાણ માટેની અનેક તક મળશે. નોકરિયાત વ્યક્તિઓનું પ્રમોશન થવાની સંભાવના છે.

    ઉપાય: શ્રી સૂક્તાના પાઠ કરો.
    First published:

    Tags: Daily Horoscope, Money Astrology, ધર્મભક્તિ