Home /News /dharm-bhakti /

Money Astro 27 July: આજે તમારી રાશિ અનુસાર તમને કેવો થશે આર્થિક લાભ, જાણો

Money Astro 27 July: આજે તમારી રાશિ અનુસાર તમને કેવો થશે આર્થિક લાભ, જાણો

Money Astrology for 27 july: આપનો દિવસ આર્થિક (Money Astrology)રીતે કેવો રહેશે

Money Astrology for 27 July : આપનો દિવસ આર્થિક રીતે કેવો રહેશે. આજે ક્યાંયથી પૈસા આવશે કે જશે. જ્યોતિષ શાસ્ત્રનાં જાણીતા ભૂમિકા કલામ જણાવે છે આર્થિક રીતે કેવો રહેશે તમારો દિવસ

Money Astrology for 27 july: આપનો દિવસ આર્થિક (Money Astrology)રીતે કેવો રહેશે. આજે ક્યાંયથી પૈસા આવશે કે તમારા ખિસ્સામાંથી ખોટી રીતે પૈસા જશે. જ્યોતિષ શાસ્ત્રનાં જાણીતા ભૂમિકા કલામ જણાવે છે આર્થિક રીતે કેવો રહેશે (money benefits to these zodiac signs) તમારો દિવસ.

મેષ - આવકના દૈનિક સ્ત્રોત વધશે. તમારે તમારા બાળકો પર ખર્ચ કરવો પડશે. તમારા દિવસની આર્થિક રીતે શાનદાર શરૂઆત થશે. વ્યવસાયોમાં આજે તમને ખૂબ જ લાભ થશે.

વૃષભ - પરિવારનો કોઈ સભ્ય તમારા માટે આર્થિક રીતે ભાગ્યશાળી સાબિત થશે. ભાગીદારીમાં લેવડ-દેવડથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. બિઝનેસમાં ગ્રોથની આશા છે. વીમા દ્વારા તમને પૈસામાં મદદ મળશે.

મિથુન - કૌટુંબિક પ્રવાસ થઇ શકે છે અને ખર્ચ થશે. આજે તમને બચતની સારી તકો મળશે. ઘરના રીનોવેશન માટે આજે તમારા પૈસા ખર્ચ થશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.

કર્ક - પૈતૃક સંપત્તિને લઈને ક્લેશ ઉકેલાશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર ખર્ચ કરવાની જરૂર પડી શકે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો. બિઝનેસને આવકમાં સ્થિરતા મળશે. ઘરખર્ચ પણ ઓછા થશે.

સિંહ - પાર્ટનરશિપ દ્વારા સારી આવક થશે. મહેનતુ કર્મચારીઓ માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. ઉદ્યોગપતિઓ આર્થિક રીતે સારી પ્રગતિ કરશે.

કન્યા - તમારા માતાપિતા આજે તમને આર્થિક રીતે મદદ કરશે. તમે મુસાફરીમાં પૈસાનો વ્યય કરશો. બાળકોના સ્વાસ્થ્યથી ખર્ચ થશે. વ્યવસાયોને રોકાણની જરૂર પડશે અને તે નફાકારક રહેશે. આર્થિક પરિસ્થિતિને કારણે પરિવારમાં ક્લેશ થઈ શકે છે.

આ પણ વાંચો - રક્ષાબંધને 'ભદ્રા કાળ'નો રહેશે પડછાયો, રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અહીં જાણો

તુલા - બિઝનેસમાં આવકના સ્ત્રોત વધશે. ક્ષેત્રીય કાર્ય લાભદાયક રહેશે. ભાગીદારી દ્વારા નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. ઓફિસમાં કામ કરવાથી તમને સારા રીવોર્ડ્સ મળશે.

વૃશ્ચિક - પગારમાં વધારો થઇ શકે છે. જો કે પારિવારિક ખર્ચમાં પણ વધારો થશે. બિઝનેસમાં નુકસાન ઉઠાવવું પડી શકે છે. ઓચિંતી પરિસ્થિતિઓ તમને સારા પૈસા કમાવવા તરફ દોરી જશે. રોકાયેલા નાણાંથી નફો થશે.

ધન - કૌટુંબિક ખર્ચ વધશે. તમને કોઈ પરિચિત તરફથી આર્થિક મદદ મળી શકે છે. આજનો દિવસ વેપાર વૃદ્ધિ માટે ખૂબ જ શુભ છે. તમારે ઓટોમોબાઈલ પર ખર્ચ કરવો પડી શકે છે.

મકર - વિદ્યાર્થીઓને પિતા દ્વારા આર્થિક સપોર્ટ મળશે. પરિવારો આર્થિક સ્થિતિમાં સુધારણાનો અનુભવ કરશે. દૈનિક આવકમાં વધારો થવાની સંભાવના છે. વેપાર-ધંધામાં વૃદ્ધિ થશે. ભાઈ-બહેન પર ખર્ચ વધશે.

કુંભ - બિઝનેસ માટે મુસાફરી તમારા બજેટને અસર કરશે. ઘરમાં ધાર્મિક પ્રસંગોથી ભારે ખર્ચ થશે. જો કે, નાણાકીય પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે. વાહનની સર્વિસ માટે ખર્ચ થઇ શકે છે.

મીન - આજે ભવિષ્ય માટે રોકાણ અને બચત યોજનાઓ બનાવવાનો પ્રયત્ન કરો. બિઝનેસમાં નાણાકીય વૃદ્ધિ જોવા મળશે. લાઈફ પાર્ટનરથી ખર્ચા વધશે. જૂનાં દેવાં આજે ચૂકવી શકશો.

(આ રાશિના લેખિકા ભૂમિકા કલામ આંતરરાષ્ટ્રીય જ્યોતિષી અને ટેરો કાર્ડ રીડર છે. તે AstroBhoomi" નામના વિજ્ઞાન આધારિત જ્યોતિષ પ્લેટફોર્મના સંસ્થાપક છે. વૈશ્વિક શાંતિ પુરસ્કારથી સન્માનિત છે.)
Published by:Ashish Goyal
First published:

Tags: Gujarati Rashifal, Money Astrology, Today Rashifal, Zodiac sign

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन