સોમવાર તા. ૬ જાન્યુઆરી રોજ પોષ સુદ એકાદશીના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં પુત્રદા એકદાશીની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સમૂહપ્રાર્થના, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, વચનામૃત અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવશે. સવારે ૮-૦૦ શ્રી સ્વામિનારયણ ભગવાનને વિશિષ્ટ શણગાર સજવામાં આવશે.
સાંજે ૬-૩૦ થી ૭-૧પ સમૂહ પ્રાર્થના - શ્લોકગાન - એકાદશી નિમિત્તે શ્રી મુકતજીવન. ગુરુકુળના વિદ્યાર્થીઓ ઔચ્છવ કરશે. રાત્રે ૯-૦૦ થી ૧૦-૦૦ યુવાનોની સત્સંગ સભા યોજાશે.
કુમકુમ મંદિરના સાધુ પોષસુદ એકાદશી અંગે જણાવ્યું હતું કે, આ પોષસુદ એકાદશી ને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે, આ એકાદશી કરવાથી જેમને સંતાન ના હોય તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે તથા ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી કરનારને અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. પૂર્વે ભદ્રવતી નગરીના સુકેતુ રાજાએ અને તેમની પત્ની શૈલ્યાએ આ વ્રત કર્યુ હતું તેથી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ હતી તેવું ભવિષ્યોત્તર પુરાણમાં કથા વર્ણન કરવામાં આવેલી છે.
આ એકદાશી કરવાથી ઈચ્છિત સંકલ્પો પુર્ણ થાય છે અને પાપોમાંથી મુકિત મળે છે. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક તાપમાંથી મુકિત મળે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ આ એકદાશી કરવાની આજ્ઞા વચનામૃત તેમજ શિક્ષાપત્રી ગ્રંથમાં આજ્ઞા કરી છે એકાદશીના દિવસે નકોરડો ઉપવાસ કરવો જાઈએ, કદાચ ના થાય તો ફલાહાર કરવું જાઈએ પણ અનાજ તો ખાવું જ ના જાઈએ. જે આવી રીતે કરે છે વ્રત તેની ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્તા થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર