Home /News /dharm-bhakti /Monday: શું તમે પણ રાખો છો સોમવારનું વ્રત? આ ચાર વાતોનું ખાસ રાખો ધ્યાન, મળશે શિવના આશીર્વાદ
Monday: શું તમે પણ રાખો છો સોમવારનું વ્રત? આ ચાર વાતોનું ખાસ રાખો ધ્યાન, મળશે શિવના આશીર્વાદ
સોમવાર વ્રતના નિયમો
Monday Fast Rules: સનાતન ધર્મમાં ભગવાન શિવને માનનારા ભક્તોની સંખ્યા મોટી છે. ઘણા લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સોમવારના રોજ ઉપવાસ કરે છે.જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે ઉપવાસ કરતી વખતે ભૂલો કરવાથી બચવું જોઈએ નહીં તો આ વ્રતનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી. ચાલો જાણીએ સોમવારે ઉપવાસ કરવાના નિયમો અને શું ટાળવું જોઈએ.
સનાતન ધર્મમાં ભગવાન શિવના એવા અસંખ્ય ભક્ત છે, જે એમને પ્રસન્ન કરવા માટે સોમવારે વ્રત રાખે છે અને એમની આરાધના કરે છે. સોમવારનો દિવસ ભાગવાન શિવને સમર્પિત છે. આમ તો ભગવાન શિવ એક કળશ જળથી પ્રસન્ન થઇ જાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા દરમિયાન ઘણી વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે.પરંતુ કેટલીક એવી વસ્તુ છે જેને સોમવારના દિવસે ભૂલથી પણ નઈ કરવી જોઈએ. એનાથી ભોલેનાથ નારાજ થઇ શકે છે. સોમવારના વ્રતમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે ભોપાલના જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.
સોમવારનું વ્રત આ રીતે કરો
ધાર્મિક માન્યતાઓ અનુસાર, સોમવારે વહેલી સવારે ઉઠો, સ્નાન પતાવી સ્વચ્છ વસ્ત્રો પહેરો. તમારા ઘરે અથવા તમારા નજીકના શિવ મંદિરમાં જઈને શિવલિંગનો જલાભિષેક કરો. આ દરમિયાન મનમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો અને મનથી પૂજા કરો અને વ્રત કથા સાંભળો. સોમવારના વ્રત દરમિયાન એક જ સમયે ભોજન કરવું યોગ્ય માનવામાં આવે છે. પરંતુ એક સમયે તમે ફળો લઈ શકો છો.
ભોલેનાથની પૂજામાં ન કરો આ ભૂલો
સોમવારે ભગવાન શિવની પૂજા દરમિયાન દૂધનો અભિષેક કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ ન કરો. તાંબાના વાસણમાં દૂધ રેડવાથી સંક્રમિત થઇ જાય છે. જેના કારણે તે અર્પિત થવાને પાત્ર નથી.
ભગવાન શિવની પૂજા દરમિયાન પંચામૃતથી સ્નાન કર્યા બાદ શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ. અંતમાં તમારા દ્વારા કરવામાં આવેલ જલાભિષેક શિવલિંગ પર જળ ચઢાવ્યા પછી જ પૂર્ણ માનવામાં આવશે.
ભગવાન શિવની પૂજા દરમિયાન ભૂલથી પણ તેમને રોલી અથવા સિંદૂરનું તિલક ન લગાવો. ભોલેનાથને તિલક કરવા માટે ચંદનનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જે જાતકોએ ભગવાન શિવની કૃપા મેળવવા માટે સોમવારનું વ્રત રાખ્યું છે, તેઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શિવલિંગની પૂજા કર્યા પછી ક્યારેય પણ સંપૂર્ણ પ્રદક્ષિણા ન કરવી જોઈએ. જ્યાંથી દૂધ વહેતું હોય ત્યાંથી પાછા ફરી જાઓ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર