Home /News /dharm-bhakti /સોમવારે જન્મેલા લોકો પર હોય છે ચંદ્રનો પ્રભાવ, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

સોમવારે જન્મેલા લોકો પર હોય છે ચંદ્રનો પ્રભાવ, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

સોમવારને ચંદ્રનો વાર કહેવામાં આવે છે.

તો આજે આપણે જોઇએ કે, ચંદ્રની કેવી અસર આ વારે જન્મેલા લોકો પર થાય છે.

ધર્મભક્તિ ડેસ્ક : વ્યક્તિનો સ્વભાવ, પસંદ, નાપસંદ, આદતો તેના જન્મનાં દિવસ પર આધારિત હોય છે. સપ્તાહનાં સાતેય વાર કોઇને કોઇ ગ્રહ સાથે જોડાયેલા હોય છે. તેથી તે ગ્રહની અસર તે વારે જન્મતા લોકો પર પણ પડતી હોય છે. સોમ એટલે ચંદ્ર. સોમવારને ચંદ્રનો વાર કહેવામાં આવે છે. તો આજે આપણે જોઇએ કે, ચંદ્રની કેવી અસર આ વારે જન્મેલા લોકો પર થાય છે.

  • સોમવારે જન્મેલા વ્યક્તિ ચંદ્રની જેમ સુંદર અને શાંત-શીતળ હોય છે. તેઓ આકર્ષક અને દેખાવડા હોય છે.

  • આ વારે જન્મનારા લોકો હસમુખા, મીઠડા અને મળતાવડા હોય છે. સુખ હોય કે દુ:ખ, દરેક સ્થિતિમાં તેઓ બેલેન્સ્ડ રહે છે.

  • આ જાતકોને અવારનવાર કફજન્ય બીમારીઓ થતી હોય છે. જેને કારણે તેમનામાં નબળાઇ પણ રહેતી હોય છે. આમ છતાં તેમને જીવનમાં સુખસુવિધા મળતી હોય છે.

  • દર સોમવારે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી રાહત રહે છે.
    સોમવારે જન્મ લેતાં બાળકો મોટાં થઇને મૂડી સ્વભાવનાં બને છે. તેઓ દરેક કામ ખૂબ સારી રીતે કરે છે પણ મૂડ હોય તો જ.

  • તેમનામાં થોડો આત્મવિશ્વાસનો અભાવ હોય છે, પોતે કોઇ કામમાં નિપુણ હશે તો પણ તે કામ સારું થાય તે માટે આ લોકોને ચિંતા રહેતી હોય છે.

  • સોમવારે જન્મેલા જાતકોનું ભાગ્ય લગ્ન બાદ વધારે સારું બનતું હોય છે. આ જાતકોએ પોતાના વૈવાહિક સંબંધમાં હંમેશા સાવધાની રાખવી જરૂરી છે.
    સોમવારે જન્મેલા છોકરાઓ ઘણાં જ લવિંગ હોય છે. પરંતુ તેમની કંજૂસીને કારણે તેમની પત્નીનો ગુસ્સો સહન કરવો પડે છે.


આ પણ વાંચો : રવિવારે જન્મેલા લોકો પર હોય છે સૂર્યનો પ્રભાવ, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ
First published:

Tags: Astrology, Monday

विज्ञापन