Home /News /dharm-bhakti /જાણો શું કહે છે તમારા શરીર પર રહેલા તલ ?

જાણો શું કહે છે તમારા શરીર પર રહેલા તલ ?

ગર્દન પર તલ હોય તો જીવન આરામથી વ્યતિત થશે, વ્યક્તિ દીર્ઘાયુ, સુવિધા સંપન્ન તથા અધિકારયુક્ત હોય છે.

ગર્દન પર તલ હોય તો જીવન આરામથી વ્યતિત થશે, વ્યક્તિ દીર્ઘાયુ, સુવિધા સંપન્ન તથા અધિકારયુક્ત હોય છે.

    ધર્મ ડેસ્ક: સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિનાં અંગ પર તલ હોય છે. આ તલનું શું મહત્વ છે? શરીરના કયા ભાગ પર તલનું શું ફળ આપે છે? જ્યોતિષના અભિન્ન અંગ સામુદ્રિકશાસ્ત્ર અનુસાર શરીરનાં કયા અંગ પર તલ હોવાનો શું છે સંકેત.. ચાલો જાણીએ તે...

    -ખાસ વાત એ છે કે પુરુષના જમણા અને સ્ત્રીના ડાબા અંગ પર તલ હોય તો ફળને શુભ માનવામાં આવે છે. અને પુરૂષનાં ડાબા અંગ પર હોય તો મિશ્ર પરિણામ આપે છે.

    -માથાના જમણા ભાગ પર તલ હોય તો તેમની પાસે હંમેશા ધન રહે છે.
    -માથા પર ડાબી બાજુ તલ હોય તો જીવનમાં ક્યારેય કોઇ પરેશાની આવતી નથી.
    -લલાટ પર તલ હોય તે ધન સંપતિ અને એશ્વર્યનો ભોગી હોય છે.
    -દાઢી પર તલ હોય એ જીવન સાથીમાં મતભેદ થાય છે.
    -જમણી આંખ પર તલ હોય તો જીવન સાથી પાસેથી હંમેશા અને ઘણો વધારે પ્રેમ મળે છે.
    -ડાબી આંખ પર તલ હોય તો જીવનમાં સંઘર્ષ અને ચિંતા બની રહે છે.
    -જમણા ગાલ પર તલ હોય તો તે પૈસે ટકે સુખી રહે છે
    -ડાબા ગાલ પર તલ હોય તેને ધનની અછતના કારણે પરેશાની થાય છે.
    -હોંઠ પર તલ હોય તો કામ ચેતના વધારે હોય છે.
    -હોંઠ નીચે તલ હોય તો ધનની અછત રહેશે.
    -હોંઠ પર તલ હોય તો વ્યક્તિ ધનવાન હોય છે, પરંતુ જિદ્દી સ્વભાવનો હોય છે.
    -ડાબા કાન પર તલ હોય તો, દુર્ઘટનાથી હંમેશા બચીને રહેવા ઇચ્છે છે.
    -જમણા કાન પર તલ હોય તો અલ્પાયુ યોગ કિન્તુ ઉપાયથી લાભ મળે છે.
    -ગર્દન પર તલ હોય તો જીવન આરામથી વ્યતિત થશે, વ્યક્તિ દીર્ઘાયુ, સુવિધા સંપન્ન તથા અધિકારયુક્ત હોય છે.
    -જમણા ખભા પર તલ હોય તો સાહસ અને સમ્માન પ્રાપ્ત થશે.
    -ડાબા ખભા પર તલ હોય તો સંતાનમાં પૂત્ર થવાની સંભાવના હોય છે અને પુત્રથી સુખની પ્રાપ્તિ થાય છે.
    -છાતી પર જમણી બાજુ તલ હોય તો જીવન સાથીથી પ્રેમ મળશે
    -છાતી પર ડાબી બાજુ તલ હોય તો જીવનમાં ભય વધારે રહે છે.
    -નાક પર તલ હોય તો તમે જીવન ભર યાત્રા કરશો
    -જમણી હથેળી પર તલ હોય તો ધનનો લાભ વધારે રહેશે.
    -ડાબી હથેળી પર તલ હોય તો ધનની હાની રહેશે
    -પગ પર તલ હોય તો યાત્રાઓ અધિક કરે છે.
    -ભવાના મધ્યમાં તલ હોય તો વિદેશ યાત્રાથી લાભ મળશે.
    -જાંઘ પર તલ હોય તો ઐશ્વર્યશાળી હોવાની સાથે પોતાના ધનનો વ્યય ભોગ વિલાસમાં કરે છે. તેની પાસે નોકરીની અછત નથી રહેતી.
    -સ્ત્રીના ભવાની મધ્ય તલ હોય તો આ સ્ત્રીના લગ્ન ઉચ્ચઅધિકારી સાથે થાય છે.
    -કમર પર તલ હોય તેવી મહિલાઓ ભૌતિક સુખ-સુવિધાની પ્રાપ્તિ થાય છે.
    -પીઠ પર તલ હોય તો જીવન બીજાના સહયોગથી ચાલે છે અને પીઠ પાછળ એ વ્યક્તિ અંગે ખરાબ વાતો કરવામાં આવે છે.
    -નાભી પર તલ હોય તો કામુક પ્રકૃતિ અને સંતાનનું સુખ મળે છે.
    -ડાબા ખભા પર તલ હોય તો મનમાં સંકોચ અને ભય રહે છે.
    -જમણા ખભા પર તલ હોય તો સાહસ અને કાર્યક્ષમતા વધારે રહે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dharm, Dharm Bhakti, Luck, Nature

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन