Home /News /dharm-bhakti /

Mokshada Ekadashi 2021: આજે છે મોક્ષદા એકાદશી, જાણો પૂજા મહુર્ત, પારણાં સમય અને મહત્વ

Mokshada Ekadashi 2021: આજે છે મોક્ષદા એકાદશી, જાણો પૂજા મહુર્ત, પારણાં સમય અને મહત્વ

મોક્ષદા એકાદશી 2021

Mokshda Ekadashi 2021: છે, તેમણે 15 ડિસેમ્બરના રોજ સવારે 07:06 વાગ્યાથી 09:10 વાગ્યા દરમિયાન ઉપવાસ તોડવા જોઈએ. સર્વાર્થ સિદ્ધિ યોગ મોક્ષદા એકાદશીના દિવસે સવારે 07:06 વાગ્યાથી બીજા દિવસે 15 ડિસેમ્બરે સવારે 04:40 વાગ્યા સુધી છે. આ સમયગાળામાં જ અમૃત સિદ્ધિ યોગ પણ રચાશે.

વધુ જુઓ ...
    Mokshada Ekadashi 2021: દર વર્ષે માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મોક્ષદા એકાદશી વ્રત ઉજવવામાં આવે છે. સાથે જ ગીતા જયંતિ (Geeta Jayanti) પણ દર વર્ષે મોક્ષદા એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. પૂજા મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે અને મોક્ષદા એકાદશી વ્રતનો પાઠ કરવામાં આવે છે. ત્યારે આજે આપણે જાણીશું કે મોક્ષદા એકાદશી ક્યારે છે, તેની તિથિ શું છે, પારણ ક્યારે કરવું અને તેનું શું મહત્વ છે.

    મોક્ષદા એકાદશી 2021 તારીખ

    પંચાંગ અનુસાર, આ વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 13 ડિસેમ્બર, સોમવારના રોજ રાત્રે 09:32 વાગ્યાથી શરૂ થઈ છે. જણાવી દઈએ કે, એકાદશી તિથિ 14 ડિસેમ્બરે રાત્રે 11.35 વાગ્યા સુધી છે. વ્રત માટે ઉદયતિથિ જ માન્ય છે, તેથી મોક્ષદા એકાદશીનું વ્રત આજે 14 ડિસેમ્બર, મંગળવારના રોજ રાખવામાં આવશે.

    સર્વાર્થ સિદ્ધિ યોગમાં છે મોક્ષદા એકાદશી

    સર્વાર્થ સિદ્ધિ યોગ મોક્ષદા એકાદશીના દિવસે સવારે 07:06 વાગ્યાથી બીજા દિવસે 15 ડિસેમ્બરે સવારે 04:40 વાગ્યા સુધી છે. આ સમયગાળામાં જ અમૃત સિદ્ધિ યોગ પણ રચાશે.

    મોક્ષદા એકાદશી 2021 પારણ સમય

    જે લોકો આજે 14 ડિસેમ્બરે મોક્ષદા એકાદશીનું વ્રત રાખે છે, તેમણે 15 ડિસેમ્બરના રોજ સવારે 07:06 વાગ્યાથી 09:10 વાગ્યા દરમિયાન ઉપવાસ તોડવા જોઈએ.

    મોક્ષદા એકાદશીનું મહત્વ

    મોક્ષદા એકાદશી એટલે મોક્ષ આપતી એકાદશી છે. આ એકાદશી વ્રત કરવાથી વ્યક્તિ મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. તમે આ એકાદશીના પુણ્ય લાભ તમારા પૂર્વજોને અર્પણ કરીને મોક્ષ મેળવવાનો પ્રયાસ કરી શકો છો. માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, તેથી મોક્ષદા એકાદશીનું મહત્વ વધી જાય છે.

    (Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    First published:

    Tags: Astrology, Dharm, Mokshada Ekadashi 2021

    આગામી સમાચાર