Home /News /dharm-bhakti /

Mokshada Ekadashi 2021: મોક્ષદા એકાદશીના વ્રત નિમિત્તે અવશ્ય વાંચો આ વ્રત કથા

Mokshada Ekadashi 2021: મોક્ષદા એકાદશીના વ્રત નિમિત્તે અવશ્ય વાંચો આ વ્રત કથા

મોક્ષદા એકાદશીની વ્રતકથા

Mokshda Ekadashi 2021: આ સાંભળીને રાજા તે ઋષિ પાસે પહોંચ્યા અને કહ્યું કે તેમના પિતૃઓ નરકમાં દુઃખ ભોગવી રહ્યા છે. અને તેમણે આ સ્વપ્ન રાત્રે જોયું હતું. મારા પિતૃઓને મોક્ષ કઇ રીતે અપાવું? તમે કંઇક ઉપાય જણાવો.

    આજે માગશર માસની શુક્લ પક્ષની એકાદશી છે, જેને મોક્ષદા એકાદશી (Mokshada Ekadashi 2021) કહેવામાં આવે છે. મોક્ષદા એકાદશીનો અર્થ છે મોહનો નાશ કરનારી. આ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની કૃપા અને મોક્ષ મેળવવા માટે કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મોક્ષદા એકાદશીનું વ્રત રાખનાર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જન્મોના પાપોનો નાશ થાય છે. આ દિવસે ગીતા જયંતી (Gita Jayanti) પણ મનાવવામાં આવે છે.

    આ પણ વાંચો-Mokshada Ekadashi 2021: આજે છે મોક્ષદા એકાદશી, જાણો પૂજા મહુર્ત, પારણાં સમય અને મહત્વ

    મોક્ષદા એકાદશીનું વ્રત કરનાર લોકોએ આજે ભગવાન વિષ્ણુની પૂજા કરી, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો, આરતી કરવી અને મોક્ષદા એકાદશી વ્રતકથા (Mokshada Ekadashi Vrat katha)નો પાઠ કરવો. આ કથા સાંભળવથી તમારા પિતૃઓને મોક્ષ મળે છે. તો ચાલો જાણીએ મોક્ષદા એકાદશીની વ્રત કથા.

    મોક્ષદા એકાદશીની વ્રતકથા

    યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણ પાસે મોક્ષદા એકાદશીની વ્રતકથા જાણવાની ઇચ્છા વ્યક્ત કરતા ભગવાન શ્રીકૃષ્ણએ તેને કથા સંભળાવી હતી. જે અનુસાર, એક સમયમાં ચંપકનગરમાં વૈખાનસ નામનો રાજા રાજ કરતો હતો. તેને પોતાની પ્રજા ખૂબ પ્રિય હતી અને તેથી તે સૌનું ધ્યાન રાખતો હતો. એક રાત્રે તેને ખરાબ સપનું આવ્યું. જેમાં તેણે જોયું કે તેના પૂર્વજો નરકમાં છે અને તેઓ નરકમાંથી નીકળવાની પ્રાર્થના કરી રહ્યા છે. બીજા દિવસે તેણે બ્રાહ્મણોને તેના સપના વિશે જણાવ્યું અને સલાહ માંગી.

    આ પણ વાંચો-Shankh Upay : નારાજ થઇ ગયા છે માતા લક્ષ્મી? તો શંખના આ ચમત્કારિક ઉપાયો કરશે મદદ

    બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે, અહીં નજીકના પહાડોમાં એક જ્ઞાની ઋષિનો આશ્રમ છે, તેઓ ત્રિકાળ જ્ઞાની છે. તમે તેને મળીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો. આ સાંભળીને રાજા તે ઋષિ પાસે પહોંચ્યા અને કહ્યું કે તેમના પિતૃઓ નરકમાં દુઃખ ભોગવી રહ્યા છે. અને તેમણે આ સ્વપ્ન રાત્રે જોયું હતું. મારા પિતૃઓને મોક્ષ કઇ રીતે અપાવું? તમે કંઇક ઉપાય જણાવો.

    રાજાની વાત સાંભળી ઋષિએ જણાવ્યું કે, માર્ગશીર્ષ (માગશર) મહીનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્યદાયી અને મોક્ષ પ્રદાન કરનાર છે. તમારે આ એકાદશીનું વ્રત કરવું જોઇએ. આ દિવસે વિધવિધાન સાથે વ્રત કરો અને દાન કરો. આ વ્રતના પુણ્યનો પ્રભાવ તમારા પિતૃઓને દાન કરો. જેથી તેમને મોક્ષ મળી જશે.

    ઋષિની વાત સાંભળી રાજાએ માર્ગશીર્ષ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર્યુ અને ભગવાની વિષ્ણુની પૂજા કરીને દાન પણ કર્યુ. એકાદશીના પુણ્યને તેના પિતૃઓને દાન કરી દેતા ફળ સ્વરૂપે તમામ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થઇ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Astrology, Horoscope, Mokshada Ekadashi 2021

    આગામી સમાચાર