Home /News /dharm-bhakti /Gemology: હીરાથી પણ વધુ ચમકદાર આ રત્ન બનાવશે માલામાલ, કિંમતમાં પણ એકદમ સસ્તો
Gemology: હીરાથી પણ વધુ ચમકદાર આ રત્ન બનાવશે માલામાલ, કિંમતમાં પણ એકદમ સસ્તો
Moissanite Gemstone Beneifits(File pic)
Moissanite Gemstone Beneifits: હીરો શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. હીરાને ખુબ જ ખાસ પ્રભાવી માનવામાં આવે છે. સુખદ અને સફળ જીવન જીવવા માટે શુક્ર ગ્રહને પ્રસન્ન કરવું ખુબ જરૂરી છે. તમે હીરાની જગ્યાએ મોઝોનાઇટ રત્ન ધારણ કરી શકો છો, તો ચાલો જાણીએ ફાયદા...
રત્ન શાસ્ત્ર અનુસાર તમામ 9 રત્ન અને 84 ઉપરત્નમાં હીરાને ખુબ જ ખાસ પ્રભાવી માનવામાં આવે છે. હીરો શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને શુક્ર ગ્રહને ધન, લક્ઝરી, પ્રેમ, વિલાસ અને સૌંદર્યનો ગ્રહ માનવામાં આવે છે. માટે સુખદ અને સફળ જીવન જીવવા માટે શુક્ર ગ્રહને પ્રસન્ન કરવું ખુબ જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં જો શુક્ર ગ્રહ કમજોર હોય તો જાતકોએ હીરો ધારણ કરવો જોઈએ. પરંતુ હીરો ખુબ કિંમતી હોય છે માટે બધા માટે હીરો પહેરી શકવું સંભવ નથી. એવી સ્થિતિમાં તમે મોઝોનાઇટ રત્ન ધારણ કરી શકો છો, જે હીરાની તુલનામાં ખુબ સસ્તો હોય છે. દેખાવમાં આ હીરો વધુ ચમકીલો હોય છે. તો ચાલો જાણીએ આ ખાસ રત્ન અંગે.
મોઝોનાઇટ રત્ન
આ રત્ન હીરા કરતાં અઢી ગણું તેજસ્વી છે અને ખૂબ જ અસરકારક પરિણામ પણ આપે છે. ઉપરાંત જો તમે મોઝોનાઈટની આજુબાજુ જોશો તો તમને સામેની દરેક વસ્તુ 2 દેખાશે. મોઝોનાઈટ લેબ ટેસ્ટેડ પણ ઉપલબ્ધ છે, તેથી તમે તેને જોયા અને પરીક્ષણ કર્યા પછી ખરીદી શકો છો. છેતરપિંડી થવાની કોઈ શક્યતા રહેશે નહીં.
મોઝોનાઈટ પહેરવાના ફાયદા
આ પથ્થર ધારણ કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત બને છે. તેનાથી વ્યક્તિને જીવનમાં સંપત્તિ અને અન્ય સુવિધાઓ મળે છે. આ સિવાય જે લોકો મીડિયા કે ફિલ્મ-ફેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે તેમના માટે આ રત્ન ખૂબ જ શુભ અને ફળદાયી છે.
મેઝોનાઈટ રત્ન શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. એટલા માટે આ રાશિના લોકો મોઝોનાઈટ પહેરી શકે છે. આ સિવાય મકર અને કુંભ રાશિના લોકો પણ મોઝોનાઈટ પહેરી શકે છે કારણ કે શનિ આ બંને રાશિઓનો સ્વામી છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને શુક્ર વચ્ચે મિત્રતાની ભાવના છે.