Home /News /dharm-bhakti /

Mercury Transit: કુંભમાં બુધનું ગોચર 5 રાશિના લોકોને કરશે માલામાલ! નોકરી-ધંધામાં થશે લાભ

Mercury Transit: કુંભમાં બુધનું ગોચર 5 રાશિના લોકોને કરશે માલામાલ! નોકરી-ધંધામાં થશે લાભ

6 માર્ચ 2022ના બુધ ગ્રહ શનિની રાશિ કુંભમાં ગોચર કરવાનો છે. (Image credit- mypandit)

Mercury Transit: બુધ ગ્રહનો કુંભ રાશિ (Aquarius)માં પ્રવેશ 5 રાશિના લોકોને ખૂબ ફાયદો કરાવવાનો છે. આ જાતકોની નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે અને ધન લાભ પણ મળશે.

    Mercury Transit: જ્યોતિષ શાસ્ત્ર (Astrology) મુજબ તમામ ગ્રહોમાં સૌથી નાનો બુધ ગ્રહ (Mercury Planet) બુદ્ધિ, તર્ક, સંવાદ અને વેપારનો કારક ગ્રહ છે. બુધ ગ્રહ સારો હોય તો જાતક હાજર જવાબી, બુદ્ધિમાન અને ઝડપી નિર્ણય લેવાવાળો બની શકે છે. આવનારી 6 માર્ચ 2022ના બુધ ગ્રહ શનિની રાશિ કુંભમાં ગોચર કરવાનો છે. બુધના રાશિ પરિવર્તનની અસર આમ તો દરેક રાશિ પર થવાની છે. તેમાંથી 5 રાશિના લોકો માટે બુધનું ગોચર અત્યંત શુભ રહેશે.

    વૃષભ રાશિ (Taurus): વૃષભ રાશિના જાતકો માટે બુધનું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જોબ-બિઝનેસમાં લાભ થશે. નોકરી કરનારાઓની વર્કપ્લેસ પર પ્રશંસા થશે તો વ્યાપારીઓને મોટો ઓર્ડર મળી શકે છે. આ રાશિના લોકોને ધન લાભ થવાના પ્રબળ યોગ છે.

    મિથુન રાશિ (Gemini): મિથુન રાશિનો સ્વામી બુધ છે. એટલે આ રાશિના જાતકો માટે બુધ ગોચર સારું રહેશે. ધન લાભ થશે. પ્રોફેશનલ લાઈફ સાથે-સાથે પરિવાર માટે પણ સમય જરૂર કાઢો.

    આ પણ વાંચો: સ્વાદના ચક્કરમાં નોતરે છે બીમારીઓ, આ રાશિના જાતકો હોય છે અત્યંત ફૂડી

    કર્ક રાશિ (Cancer): કર્ક રાશિના જાતકોને બુધ ગોચર તગડો ફાયદો આપશે. વર્કપ્લેસ પર શાનદાર પરફોર્મન્સ કરશો, જેથી સિનિયર્સનું ધ્યાન દોરશો. ભવિષ્યમાં તેનો ફાયદો પ્રમોશન-ઇન્ક્રીમેન્ટના રૂપમાં મળી શકે છે. અચાનક ધન લાભ થશે.

    તુલા રાશિ (Libra): બુધનું ગોચર તુલા રાશિના જાતકોની આવકમાં વધારો કરશે. કરિયર માટે આ સમય સારો રહેશે. પરિવારમાં ખુશાલી રહેશે. જે પણ કામ કરશો, તેમાં સફળતા મળશે.

    આ પણ વાંચો: મંગળ-રાહુની યુતિથી આ રાશિમાં બનશે ખતરનાક અંગારક યોગ, જીવન પર પડશે આ વિપરીત પ્રભાવ

    કુંભ રાશિ (Aquarius): બુધ કુંભ રાશિમાં જ પ્રવેશ કરશે, જેથી આ રાશિ પર તેની અસર સૌથી વધુ થશે. બુધનું ગોચર આ રાશિના જાતકોનું વાક્ ચાતુર્ય સારું કરશે. તેઓ પોતાની હાજર જવાબીથી લોકોનું દિલ જીતી લેશે. કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. અચાનક ધન લાભની શક્યતા છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology in gujarati, Dharma bhakti, Mercury, Zodiac signs, ધર્મભક્તિ

    આગામી સમાચાર