'નૂતનવર્ષે આપણે સમયની સાથે ચાલીએ, થોડા અપડેટ થઈએ.'

'નૂતનવર્ષે આપણે સમયની સાથે ચાલીએ, થોડા અપડેટ થઈએ.'
કુમકમ મંદિરની સભામાં મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી, પ્રેમવત્સલદાસજી સ્વામી અને હરિભક્તો

કુમકમ મંદિરની સભામાં પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું કે, નૂતનવર્ષે આપણે જીવન કેવી રીતે જીવવું જોઇએ?

 • Share this:
  બુધવાર તા. ૧ - ૧ - ૨૦ર૦ રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સ્વામિનારાયણ મંત્રની ધૂન - વચનામૃત ગ્રંથનું પઠન કરવામાં આવ્યું હતું. ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા.

  કુમકમ મંદિરની સભામાં પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ઈ.સ. ર૦ર૦ ના નૂતન વર્ષમાં આપે જૂની ઘરેડમાંથી બહાર આવીએ, અને નૂતન રીતે જીવન જીવીએ, સૌને સાથે હળી મળીને સંપીને રહીએ. નૂતનવર્ષે આપણે સમયની સાથે ચાલીએ. થોડા અપડેટ થઈએ.  ઝરણાંની પ્રકૃતિ વહેવું છે. દરિયાની પ્રકૃતિ બંધિયાર છે અને એટલે જ તે ખારો છે. જા આપણે વહેશું નહી તો ખારા થઈ જઈશું. જા આપણે વિસ્તરશું નહીં તો એકલવાયા બની જઈશું. વર્ષ પુરું થઈને ચાલ્યું જાય ત્યારે આપણને વર્ષ વીતી ગયાનો અફસોસ ના થવો જાઈએ. પરંતુ આનંદ થવો જાઈએ કે, મારું આ વર્ષ લેખે લાગ્યું. આ વર્ષમાં મેં આટ આટલી સફળતા મેળવી. જીવન સફળતા પ્રાપ્ત કરવા માટે જ છે. દરેક નૂતન વર્ષે આપણે જીવનમાં કાંઈક હાંસલ કરવાનો ધ્યેય રાખવો જાઈએ.

  દેશ માટે, સમાજ માટે સંઘર્ષ સામે લડીને સફળતા પ્રાપ્ત કરનારા માણસો બહુ જ ઓછા હોય છે. આ દુનિયાના દરેક માનવીના જીવનમાં સંઘર્ષ આવે છે. પરંતુ ઘણા માણસો સંઘર્ષ સામે શરણાગતિ સ્વીકારી લે છે. અને ઘણા માણસો સંઘર્ષ સામે ઝિંદાદલીથી ઝઝુમે છે. જે ઝઝુમે છે તે જ જીતે છે. જે ઝઝુમે છે તે જ સફળતા પ્રાપ્ત કરે છે. અને તેને જ લોકો યાદ કરે છે. તેથી ઈ.સ. ર૦ર૦ નું નૂતન વર્ષ આપણે દેશ અને સમાજની સેવા માટે સમર્પિત કરીએ.

  જીવનની હરપળે આપણે આગળ વધવા પ્રયત્ન કરીશું તો સફળતા આપણા હાથમાં હશે. જીવનમાં સફળતા મેળવવા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરીને કાર્ય કરવાનો પ્રારંભ આપણે સહુએ કરવો જાઈએ. કારણ કે, જીવનમાં ભગવાનનું જા પ્રાધાન્ય ન હોય તો, ગમે તેટલી આલોકની સફળતા પ્રાપ્ત થાય તેનો કોઈ અર્થ નથી. ભગવદ્‌ સ્મરણ વગરનું જીવન એકડા વગરના મીંડા જેવું છે. જેના જીવનમાં ભગવાન ન હોય તેના જીંદગીના દિવસો ઝેરોક્ષની નકલ જેવા એક સરખા અર્થહિન પસાર થાય છે. તેથી આપણે આ નૂતનવર્ષમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ભગવાનને સાથે રાખીને પુરુષપ્રયત્ન કરીએ, તો અવશ્ય સફળતા આપણા હાથમાં આવશે જ.

  તેથી આપણે આ ઈ.સ. ર૦ર૦ નૂતન વર્ષે શુભ સંકલ્પો લઈએ અને સફળતાના શિખરો સર કરીએ, સાથે સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં પ્રાર્થના કરીએ કે, તેઓ આપણને દિવ્ય બળ, બુધ્ધિ અને શકિત પ્રદાન કરે, તેથી આપણી નવધા ભકિત વૃધ્ધિ પામે અને આપણા જીવનું આત્યંતિક કલ્યાણ થાય.
  First published:January 01, 2020, 22:24 pm

  ટૉપ ન્યૂઝ