રામ મંદિર પર બેઠક : સંત બોલ્યા -શું અમે ફરીથી ગોળીઓ ખાઈએ?

અયોધ્યોમાં રામ જન્મભૂમિ સહિત ઘણા મુદ્દાને લઈને સંતોની બેઠક

News18 Gujarati
Updated: June 3, 2019, 8:37 PM IST
રામ મંદિર પર બેઠક : સંત બોલ્યા -શું અમે ફરીથી ગોળીઓ ખાઈએ?
રામ મંદિર પર બેઠક : સંત બોલ્યા -શું અમે ફરીથી ગોળીઓ ખાઈએ?
News18 Gujarati
Updated: June 3, 2019, 8:37 PM IST
અયોધ્યોમાં રામ જન્મભૂમિ સહિત ઘણા મુદ્દાને લઈને સંતોની બેઠક ચાલી રહી છે. બેઠકમાં અયોધ્યાના સંતો, વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારી અને રામ જન્મભૂમિ ન્યાસના પદાધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠકમાં રામ મંદિર નિર્માણ ઉપર સંતોએ સખત વલણ અપનાવ્યું છે. સંતોએ સવાલ કર્યો છે કે સરકાર બદલી જશે તો સંતોને ફરીથી મંદિર નિર્માણ માટે ગોળીઓ ખાવી પડશે?

રિપોર્ટ પ્રમાણે બેઠકમાં સામેલ પરમહંસ દાસે રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે ભગવાન રામ ટેન્ટમાં છે, શું તેમને ગરમી લાગતી નથી. આપણે લોકોને ગરમીથી બચવા માટે પંખા જોઈએ છે. બેઠકમાં પરમહંસ દાસે સાધુ-સંતોને સવાલ પુછતા કહ્યું હતું કે વિરોધી સરકાર આવશે તો શું આપણે આંદોલન કરીને ફરીથી ગોળીઓ ખાશું. ઉલ્લેખનીય છે કે બેઠકમાં રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના મંદિર છોટી છાવણીમાં થઈ રહી છે. જેમાં રામજન્મ ભૂમિના નિર્માણમાં આવી રહેલા અવરોધ પર ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો - અજીત ડોભાલ પર કેમ આટલો ભરોસો કરે છે PM મોદી?

પીએમ સાથે મુલાકાત કરી ઉઠાવશે મુદ્દો
બેઠકમાં સામેલ કન્હૈયા દાસે કહ્યું હતું કે 15 તારીખે સંત સમાજની બેઠક થશે. જેમાં નિર્ણય લેવામાં આવશે કે રામ મંદિર નિર્માણ કેવી રીતે થાય. બેઠકમાં ઉદાસીન આશ્રમનાં ડોક્ટર ભરત દાસે એક વખત પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરીને રામ મંદિરના નિર્માણ ઉપર વાત કરવા કહ્યું છે. તેમણે કહ્યું હતું કે પીએમને મળીને પુછવું જોઈએ કે ક્યાં સુધી આપણે રાહ જોવી પડશે. આ વિષય ઉપર સંત સમાજનું એક પ્રતિનિધિમંડળ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરવા માટે મોકલવું જોઈએ.

આ બેઠકની અધ્યક્ષતા રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ કરી રહ્યા છે. બેઠકમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સિવાય અન્ય મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ રહી છે. બેઠકમાં સુરેસ દાસ, પરમહંસ દાસ, કન્હૈયા દાસ, વેદાંતી સહિત 100ની આસપાસ સાધુ-સંત હાજર રહ્યા હતા. બેઠકમાં વિહીપના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાય પણ હાજર હતા.
First published: June 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...