ઓસ્ટ્રેલિયન સાધુઃ ગીરનારમાં મન બદલાયું, કુંભમાં મળ્યો 'પરિવાર'

"મને ગુજરાતના ગીરનાર પર્વત પર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં મેં ભગવાન દત્તાત્રેયના દર્શન કર્યા હતા. તેમના દર્શન કરતાની સાથે જ મારું મન બદલાઈ ગયું હતું."

News18 Gujarati
Updated: January 15, 2019, 11:49 AM IST
ઓસ્ટ્રેલિયન સાધુઃ ગીરનારમાં મન બદલાયું, કુંભમાં મળ્યો 'પરિવાર'
ઓસ્ટ્રેલિયન સાધુ શ્રવણ ગીરી
News18 Gujarati
Updated: January 15, 2019, 11:49 AM IST
ઉદયસિંઘ રાણા, પ્રયાગરાજ : પ્રયાગરાજ ખાતે કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. દેશભરમાંથી સાધુ-સંતો અહીં પધાર્યાં છે. હિન્દુ ધર્મમાં આસ્થાને કારણે વિશ્વભરમાંથી લોકો અહીં પહોંચી ગયા છે. વિદેશી સાધુઓ પણ અહીં આવી પહોંચ્યા છે. પરંતુ આજે અમે તમને એક ઓસ્ટ્રેલિયન સાધુ વિશે જણાવી રહ્યા છીએ. શ્રવણ ગીરી નામના આ સાધુ આજથી 21 વર્ષ પહેલા ભારતમાં આવ્યા અને અહીં તેમને પોતાનો 'પરિવાર' મળી ગયો.

ગીરી 1998માં ભારતમાં આવ્યા હતા. ભારતમાં પગ પડતાની સાથે જ તેમણે જીવનમાં નવો રસ્તો કંડારવાનું નક્કી કરી લીધું હતું. તેમની ભારત યાત્રાને યાદ કરતા ગીરી કહે છે કે, "21 વર્ષ પહેલા મને ઓસ્ટ્રેલિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. મને ગુજરાતના ગીરનાર પર્વત પર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં મેં ભગવાન દત્તાત્રેયના દર્શન કર્યા હતા. તેમના દર્શન કરતાની સાથે જ મારું મન બદલાઈ ગયું હતું. તેમના દર્શન બાદ હું મારા માટે કોઈ ગુરુની શોધમાં નીકળી પડ્યો હતો. શોધ દરમિયાન હિમાલય ખાતે મને એક ગુરુ મળી ગયા હતા અને હું જૂના અખાડા સાથે જોડાયો હતો. મેં ઉજ્જૈન ખાતે 2003માં સંન્યાસ લીધો હતો. હું અલાહાબાદ કુંભમાં ચોથી વખત આવ્યો છું, મેં ભારતમાં કુલ 10 કુંભ મેળામાં ભાગ લીધો છે."

ગીરી કહે છે કે મને મારું ઓસ્ટ્રેલિયન નામ યાદ નથી. "એ મારું અન્ય જીવન હતું, જ્યાં મારું નામ અલગ હતું. ભારતમાં મારો પુર્નજન્મ થયો છે. સંન્યાસ સંસ્કારએ બીજો જન્મ જ છે. તમે આગમાંથી બેઠા થાવ છો, તમારા શરીર પર રાખ અને માથે વાળ નથી હોતા. આ એવું જ છે જાણે તમારો નવો જન્મ થયો છે. હું મારું જૂનું નામ પણ ભૂલી ગયો છું. મેં મારો ભૂતકાળ ભૂલી જવાનું નક્કી કર્યું હતું. મારી દિમાગમાં સંઘાયેલી બધી યાદોને મેં ત્યાં જ છોડી દીધી છે."

આ પણ વાંચોઃ પ્રયાગરાજ ખાતે પ્રથમ શાહી સ્નાન સાથે કુંભ મેળાનો શંખનાદ

ગીરી મેલબોર્ન ખાતે રહે છે. તેમજ તે તેનો મોટાભાગનો સમય મેલબોર્ન ખાતે તેમની કુટિરમાં જ પસાર કરે છે. ભારતમાં કુંભ મેળા દરમિયાન તે અહીં આવે છે અને એક મહિના સુધી સાધુઓ સાથે રહે છે. ગીરી કહે છે કે ભારતમાં હવે તેને પરિવાર (સાધુ-સંતો) મળી ગયો છે. આ પરિવાર પાસેથી તેમને આધ્યાત્મિક શક્તિ મળે છે. જોકે, સાથે ગીરી એવું પણ કહે છે કે તેમનો સંન્યાસીનો શરૂઆતનો પંથ આરામદાયક રહ્યો ન હતો.

ગીરી કહે છે કે, "હું જૂના અખાડામાં જોડાયો ત્યારે અન્ય સાધુ તેમનો સ્વીકાર કરે તે પહેલા અનેક વિઘ્નો આવ્યા હતા. અખાડામાં મને મારા સાધુ પરિવારે મને આવકાર્યો હતો. લોકો જેમ જેમ મને જાણતા ગયા તેમ તેમ મારો સ્વીકાર કરવા લાગ્યા હતા. અખાડામાં બહુ વધારે વિદેશીઓ નથી હોતા, આથી અમુક સાધુઓએ શરુઆતમાં મને સ્વીકાર્યો ન હતો. તેમનું વર્તન અજીબ હતું. હવે મને અહીં બધા જાણે છે, બધા મારી સાથે સારું વર્તન કરે છે."
Loading...

કુંભ મેળામાં પ્રથમ વખત આવતા લોકોને સલાહ આપતા ગીરી કહે છે કે, "તમે અખાડાના કોઈ સાધુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરો તે પહેલા 'ઓમ નમો નારાયણ' જરૂર બોલો. આવું કરવાથી તે લોકો તમારી સાથે ખુલીને વાત કરશે. જો તમે અખાડાના અમુક સામાન્ય નિયમોનું પાલન કરશો તો તે લોકો તમારી સાથે બધી વાત કરશે."
First published: January 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...