Home /News /dharm-bhakti /Meen Sankranti 2023: આજે મીન સંક્રાંતિ, જાણો શુભ મુહૂર્ત અને સૂર્ય પૂજાનું મહત્વ

Meen Sankranti 2023: આજે મીન સંક્રાંતિ, જાણો શુભ મુહૂર્ત અને સૂર્ય પૂજાનું મહત્વ

મીન સંક્રાંતિ 2023

Meen sankranti 2023: સૂર્ય જે રાશિમાં પ્રવેશ કરે તેની સંક્રાંતિ થઈ હોવાનું કહેવાય છે. આજે સૂર્યએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. જેથી તેને મીન સંક્રાંતિ કહેવાય છે. ચાલો જાણીએ મીન સંક્રાંતિનું મહત્વ અને સ્નાન-દાનનું શુભ મુહૂર્ત.

ધર્મ ડેસ્ક: સૂર્ય એક રાશિમાંથી અન્ય રાશિમાં પ્રવેશ કરે ત્યારે સંક્રાંતિ (Sankranti 2023) કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સંક્રાંતિનું ખાસ મહત્વ ગણાય છે. સંક્રાતિના દિવસે સૂર્યપૂજા કરવામાં આવે છે. આખા વર્ષમાં 12 વખત સંક્રાંતિ થાય છે અને આ બધી જ સંક્રાંતિ અલગ અલગ રાશિઓ સાથે જોડાયેલી હોય છે.

સૂર્યનો કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ 

સૂર્ય જે રાશિમાં પ્રવેશ કરે તેની સંક્રાંતિ થઈ હોવાનું કહેવાય છે.  મીન સંક્રાંતિ  15 માર્ચના રોજ છે.  સૂર્યએ મધ્યરાત્રિએ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો. જ્યોતિષ આચાર્ય અનુસાર, હિન્દી પંચાંગ અનુસાર મીન સંક્રાંતિ વર્ષની છેલ્લી સંક્રાંતિ હોય છે. આ કારણે તેનું ખાસ મહત્વ છે. અહીં મીન સંક્રાંતિ (Meen Sankranti Significance)ના મહત્વ અંગે જાણકારી આપવામાં આવી છે.

મીન સંક્રાંતિના શુભ મુહૂર્ત

મીન સંક્રાંતિએ સૂર્યનું રાશિ પરિવર્તન 14-15 માર્ચની મધ્યરાત્રિએ થશે.  12:16 વાગ્યે સૂર્ય મીન રાશિમાં કર્યો ત્યાર બાદથી મીન સંક્રાંતિની શરૂઆત છ થઇ. આ દિવસે મહાપુણ્ય કાળ સવારે 6.31થી 8.31 સુધી છે. જ્યારે પુણ્યકાલ મુહૂર્ત સવારે 8.31થી બપોરે 12.30 વાગ્યા સુધી રહેશે.

આ પણ વાંચો:  આવતી કાલથી મીનાકર કમૂરતાનો પ્રારંભ, એક મહિના સુધી તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ

મીન સંક્રાંતિનું મહત્વ

સંક્રાંતિનો સંબંધ સૂર્યના રાશિ પરિવર્તન સાથે છે, તેથી સૂર્ય ઉપાસના માટે સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. મીન સંક્રાંતિએ પવિત્ર નદીમાં સ્નાન કરી દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. મીન સંક્રાંતિ પર સ્નાન કરી સૂર્યને જળ ચઢાવવા અને દાન કરવા સાથે ગરીબોને ભોજન કરાવવાની પ્રવૃતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મીન સંક્રાંતિ પર ગાયને ચારો આપવો પણ ફળદાયી છે.

મીન સંક્રાંતિ પછી શુભ કાર્યો નથી થતા

મીન સંક્રાંતિ પછી મલમાસ અથવા ખરમાસની શરૂઆત થાય છે. ખરમાસને શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે, આવી સ્થિતિમાં મીન સંક્રાંતિ પછી લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, સગાઈ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી.

આ પણ વાંચો:  બે દિવસ પછી શત્રુ શનિથી થશે અલગ સૂર્ય, 3 રાશિના જાતકોને કરશે પ્રભાવિત



અહીં ઉલ્લેખનીય છે કે, સંક્રાંતિ બાદ સૂર્યની ગતિ ધીમી પડી જાય છે. હિન્દુ ધર્મમાં શુભ કાર્યો માટે આ સમય સારો માનવામાં આવતો નથી. જેથી શુભ કર્યો કરવામાં આવતા નથી.
First published:

Tags: Dharm Bhakti, Sun Transit, Surya Gochar