Home /News /dharm-bhakti /Dream Interpretation: સપનાંમાં મૃત્યુ જોવાથી વધે છે ઉંમર? જાણો બીમાર વ્યક્તિની મોત દેખાવાનો શું છે અર્થ
Dream Interpretation: સપનાંમાં મૃત્યુ જોવાથી વધે છે ઉંમર? જાણો બીમાર વ્યક્તિની મોત દેખાવાનો શું છે અર્થ
સપનાં પણ આપે છે સંકેત
સપના જોવા કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. સૂતા સમયે માણસોને ઘણા પ્રકારના સપના દેખાય છે, જેને લઈને સ્વપ્ન શાસ્ત્રમાં ઘણા ઉલ્લેખ જોવા મળે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, આપણા સપનાં ભવિષ્યને લઈને ઘણાં સંકેતો આપે છે. સપનાંમાં મૃત્યુને લઈને પણ વર્ણન કરવામાં આવ્યું છે.
મૃત્યુનું સ્વપ્નઃ એવું કહેવામાં આવે છે માણસને આવતા સપનાં એ ભવિષ્યની ઝલક આપે છે. આમ તો સપનાંની ઉપર કોઈનો કંઈ અંકુશ હોતો નથી, તેથી અમુક લોકોને સારા સપનાં આવે છે તો અમુક લોકોને ખરાબ સપનાં આવે છે. પરંતુ, સપનાં કેવા પણ હોય, તે આપણને ભવિષ્ય વિશે કોઈના કોઈ સંકેત જરૂર આપે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સૂતા સમયે દેખાતાં સપનાં હંમેશા ભવિષ્યને લઈને આવે છે. જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવે છે કે, જો સપનાંમાં તમને તમને અથવા કોઈ સંબંધીને મૃત અવસ્થામાં જુઓ તો તેનો શું અર્થ થાય છે.
સપનાંમાં બીમાર વ્યક્તિની મોત જોવી
એવું માનવામાં આવે છે કે, સપનાંમાં જે પણ વસ્તુ આપણે જોઈએ છીએ જરુરી નથી કે તે સાચું પડે જે. સપનાંમાં જ્યારે આપણે કોઈ બીમાર વ્યક્તિને જોઈએ છીએ તો જરુરી નથી કે તેવું થાય જ. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ સપનાંનો સંકેત છે કે, જે વ્યક્તિને તમે સપનાંમાં મૃત અવસ્થામાં જોયું, તે વ્યક્તિની તબિયતમાં સુધારો જોવા મળશે.
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો સપનાંમાં તમે પોતાની મૃત્યુ થતાં જુઓ છો તો તેનો અર્થ છે કે તમારી ઉંમર લાંબી થવાની છે. તેની સાથે જ તમારા જીવનમાં જે સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે, તે પણ ખત્મ થઈ જશે. સપનાંમાં પોતાની મોત થતા જોવી તમારા ભવિષ્યમાં નવી વસ્તુઓની શરુઆતનું સૂચક માનવામાં આવે છે.
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો તમે સપનાંમાં કોઈ એવા વ્યક્તિને જુઓ છો, જે પહેલાથી જ મૃત હોય તો આ સ્વપ્ન તમને તે વ્યક્તિ પ્રત્યેનો લગાવ દર્શાવે છે. સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે, આ સપનું જો વારંવાર આવે તો તે ગંભીર થઈ શકે છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર