Home /News /dharm-bhakti /

બુદ્ધિને તેજ કરે છે ગાયત્રી મંત્ર, જાણો ગાયત્રી મંત્રનો અર્થ અને તેનું મહત્વ

બુદ્ધિને તેજ કરે છે ગાયત્રી મંત્ર, જાણો ગાયત્રી મંત્રનો અર્થ અને તેનું મહત્વ

જાણો ગાયત્રી મંત્રનો અર્થ અને તેનું મહત્વ

Gayatri Mantra Significance: જ્યોતિષાચાર્ય વરુણ અનુસાર શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે, શુદ્ધ અવસ્થામાં ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. તમે સવાર, બપોર અને સાંજ ત્રણ ટાઈમ આ મંત્રનો જાપ કરી શકો છો. જેને ત્રિકાળ સંધ્યા કહેવામાં આવે છે.

વધુ જુઓ ...
  Gayatri Mantra Significance:હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્રનું વિશેષ મહત્વ રહેલું છે. ધાર્મિક માન્યતા અનુસાર દરરોજ આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં ખુશીઓ આવે છે. તમે પણ અનેકવાર ગાયત્રી મંત્રનો જાપ કર્યો હશે. સૌથી પહેલા ઋગ્વેદમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 2,500 થી 3,500 વર્ષ પહેલા આ શ્લોક સંસ્કૃતમાં લખવામાં આવ્યો હતો. જે વ્યક્તિ આ મંત્ર સાંભળે છે, તેમને પણ આ મંત્રથી લાભ થાય છે. શું તમે ગાયત્રી મંત્રનો અર્થ અને તેનું મહત્વ જાણો છો? અહીંયા અમે તમને ગાયત્રી મંત્રનો અર્થ અને ગાયત્રી મંત્રના જાપથી થતા ફાયદાઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ.

  ગાયત્રી મંત્રનો અર્થ

  “ॐ भूर्भव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।”જ્યોતિષાચાર્ય વરુણ કુમાર પાલીવાલ અનુસાર આ ગાયત્રી મંત્રનો અર્થ થાય છે કે, ‘સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન ધરીએ છીએ. પરમાત્માનું આ તેજ અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રયાણ કરવા માટે પ્રેરિત કરે.’ ધાર્મિક માન્યતા અનુસાર આ મંત્ર દેવી ગાયત્રીને સમર્પિત કરવામાં આવ્યો છે. માં ગાયત્રીને વેદ માતા અને વેદોની જનની કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્રનું ખૂબ જ મહત્વ રહેલું છે અને મોટી સંખ્યામાં લોકો દરરોજ આ ગાયત્રી મંત્રનો જાપ કરે છે.

  જ્યોતિષાચાર્ય વરુણ અનુસાર શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે, શુદ્ધ અવસ્થામાં ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. તમે સવાર, બપોર અને સાંજ ત્રણ ટાઈમ આ મંત્રનો જાપ કરી શકો છો. જેને ત્રિકાળ સંધ્યા કહેવામાં આવે છે.

  ગાયત્રી મંત્રના જાપથી થતા ફાયદા

  • દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા અને સુખ પ્રાપ્ત થાય છે.

  • નિયમિતરૂપે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મન નિયંત્રિત રહે છે અને બુદ્ધિ તેજ થાય છે.

  • વ્યક્તિએ એકાગ્રતા કેળવવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

  • આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે. આ ઉપરાંત આ મંત્ર શ્વાસ લેવા અને તંત્રિકા તંત્રના કામકાજમાં મદદરૂપ સાબિત થાય છે.

  • આ મંત્રના ઉચ્ચારણથી તણાવ અને ચિંતા ઓછી થઈ જાય છે, જેથી મન શાંત રહે છે.

  First published:

  Tags: Bhakti, Dharma

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन