Home /News /dharm-bhakti /May Horoscope 2022: મે માં આ 5 રાશિના લોકો પર થશે કુબેર દેવતાની કૃપા, મળશે ભરપૂર ધન-સંપત્તિ

May Horoscope 2022: મે માં આ 5 રાશિના લોકો પર થશે કુબેર દેવતાની કૃપા, મળશે ભરપૂર ધન-સંપત્તિ

આ રાશિઓ પર કુબેર દેવતાની વિશેષ કૃપા થશે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

May Horoscope 2022: મે મહિનો શરુ થઈ ગયો છે અને આ મહિનો 5 રાશિ (May Lucky Zodiac Signs)ના લોકો માટે અત્યંત શુભ સાબિત થવાનો છે. આ રાશિઓ પર કુબેર દેવતાની કૃપા થવાથી તેમની આર્થિક સ્થિતિ સારી રહેશે.

    May Horoscope 2022: એપ્રિલની જેમ મે માસમાં પણ ગ્રહોમાં ઘણી ફેરબદલી જોવા મળવાની છે. આ મહિને શુક્ર, બુધ, મંગળ, ચંદ્ર અને સૂર્ય તેમની રાશિ બદલવાના (Rashi Parivartan) છે. આ ઉપરાંત, આ મહિને વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ (Chandra Grahan 2022) પણ થવા જઈ રહ્યું છે. ગ્રહોમાં થનારા આ પરિવર્તનનો રાશિઓ પર શું પ્રભાવ પડશે, જાણો.

    વૃષભ રાશિ (Taurus): મળશે આર્થિક સફળતા

    આર્થિક મામલે આ રાશિના જાતકો માટે મે મહિનો ખાસ સાબિત થશે. જોબ અને બિઝનેસમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. રાજકીય ક્ષેત્રમાં સારો લાભ મેળવવામાં સફળ રહેશો. જરૂરિયાતમંદની મદદ કરી શકશો. ક્યાંકથી અચાનક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. આ મહિનો તમારા માટે ખુશીઓ લઈને આવશે.

    મિથુન રાશિ (Gemini): નોકરીમાં મળશે સફળતા

    આ રાશિવાળાને નોકરીમાં પ્રગતિ થવાની શક્યતા છે. આવકના અનેક સ્ત્રોત મળી શકે છે. આ મહિને સારી કમાણી થવાની શક્યતા છે. નોકરીમાં લાભ પ્રાપ્ત કરવાની તક મળશે. પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ આ મહિનો શુભ છે.

    આ પણ વાંચો: પ્લુટો થશે મકર રાશિમાં વક્રી, આ 4 રાશિઓને કરિયરમાં મળશે વિશેષ લાભ

    કર્ક રાશિ (Cancer): આર્થિક મામલે પ્રગતિ થશે

    આ રાશિના લોકો માટે મે મહિનો શુભ રહેવાનો છે. સારી કમાણી કરવામાં તમે સફળ રહેશો. ધન આગમનના માર્ગ ખુલશે. કરિયરમાં વિશેષ સફળતા મળવાના યોગ છે. અચાનકથી ધન પ્રાપ્તિ થઇ શકે છે. આ દરમિયાન ઘણાં નવા મિત્રો બનશે.

    સિંહ રાશિ (Leo): સુખ-સુવિધામાં વધારો થશે

    આ મહિનો તમારા માટે ધન માર્ગ ખોલનારો સાબિત થશે. આર્થિક પ્રગતિ થવાની પ્રબળ શક્યતા છે. તમારી સુખ-સુવિધામાં વધારો થશે. સમાજમાં તમે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. કાર્યક્ષેત્રમાં તમારા પ્રયત્નો સફળ થશે. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે.

    આ પણ વાંચો: આ રાશિની દીકરીઓ હોય છે પિતા માટે મા લક્ષ્મી, લાવે છે પિતાનાં જીવનમાં ધન-દૌલત

    ધન રાશિ (Sagittarius): જમીન-મિલકત મામલે મળશે લાભ

    આ મહિનો તમારી રાશિના લોકો માટે સ્થાયી સંપત્તિ મામલે લાભદાયી નીવડશે. ઘર અને જમીન ખરીદીનો યોગ બની રહ્યો છે. નોકરી કરતા લોકો સારી કમાણી કરવામાં સફળ થશે. ઘર પરિવારનો માહોલ ખુશનુમા બની રહેશે. કોઈ ખુશખબરી મળી શકે છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology in gujarati, Dharm Bhakti, Horoscope in gujarati, May 2022, May Horoscope 2022, ધર્મભક્તિ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन