Home /News /dharm-bhakti /Mauni Amavasya 2023: મૌની અમાસે સૂર્ય અને શુક્રની યુતિથી રચાશે ખપ્પર યોગ, આ 5 કામ કરવાથી પુણ્યનું ભાથું બંધાશે
Mauni Amavasya 2023: મૌની અમાસે સૂર્ય અને શુક્રની યુતિથી રચાશે ખપ્પર યોગ, આ 5 કામ કરવાથી પુણ્યનું ભાથું બંધાશે
મકરમાં સૂર્ય અને શુક્રની યુતિથી ખપ્પર યોગનું નિર્માણ થઇ રહ્યું છે
Mauni Amavasya 2023: આ વર્ષે મૌની અમાવસ્યા 21 જાન્યુઆરી શનિવારના દિવસે આવી રહી છે. મકરમાં સૂર્ય અને શુક્રની યુતિથી ખપ્પર યોગનું નિર્માણ થઇ રહ્યું છે. મૌની અમાવસ્યા પર સ્નાન, દાન, પૂજા પાઠ, ભાગવત કથા શ્રવણ વગેરેથી વિશેષ લાભ અને પુણ્ય પ્રાપ્ત થાય છે.
વર્ષ 2023માં મૌની અમાસ 21 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મૌની અમાસ (Mauni amavasya)ના દિવસે શનિના ઘર મકરમાં સૂર્ય અને શુક્ર (Shukra)ની યુતિથી ખપ્પર યોગ (Khappar Yog) બની રહ્યો છે. શનિ દેવ કુંભ રાશિમાં હોવાથી મૌની અમાસ મહાપર્વ બનશે.
મકર રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ અને 30 વર્ષ પછી કુંભ રાશિમાં શનિની હાજરી ખાસ સંયોગોનું નિર્માણ કરી રહી છે. આ દિવસ શનિવાર હોવાથી શનિ અમાસ (Shani amavasya) પણ છે. આવી સ્થિતિમાં મૌની અમાસ પર સ્નાન, દાન, પૂજા પાઠ, ભાગવત કથા વગેરે કરવાથી વિશેષ લાભ અને પુણ્ય મળે છે.
મૌની અમાસ તંત્ર સાધના માટે ખાસ ગણાય છે શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડો.મૃત્યુંજય તિવારીના જણાવ્યા અનુસાર, 21 જાન્યુઆરીએ મૌની અમાસના દિવસે મકર રાશિમાં સૂર્ય, શુક્ર અને ચંદ્રની હાજરી તેમજ રાત્રે ઉત્તરાષાધ નક્ષત્ર હોવાથી અમાસ તિથિને તંત્ર સાધના માટે વિશેષ બનાવે છે. ઉત્તરાષાધ નક્ષત્રને શનિ સાથે સંબંધ માનવામાં આવે છે, બીજી તરફ ખપ્પર યોગની રચના સિદ્ધિઓની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની જાય છે. તંત્ર સાધના કરવા માગતા લોકો માટે મૌની અમાસ સારી છે. આ રાત્રે મંત્રોની સિદ્ધિ મળે છે.
2023માં મૌની અમાસના મુહૂર્ત
મૌની અમાસ માઘ મહિનાની અમાસ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે માઘ અમાસ તિથિ 21 જાન્યુઆરીએ સવારે 06:17 થી 02:22 વાગ્યા સુધી છે. ઉદયતીથીની માન્યતા મુજબ મૌની અમાસ 21 જાન્યુઆરીએ થશે.
1. શક્ય હોય તો મૌની અમાસે ગંગામાં સ્નાન કરો. સંગમમાં ગંગા સ્નાન કરવાથી પુણ્ય મળશે, ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે અને મોક્ષની પ્રાપ્તિ થશે.
2. આ દિવસે તમારે સૂર્ય દેવ, પૂર્વજો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સૂર્ય મંત્ર અને વિષ્ણુ મંત્રનો જાપ ફળદાયી રહેશે.
3. મૌની અમાસને શનિ અમાસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે શનિદેવની પૂજા કરવી જોઈએ. શમીના ઝાડ (ખીજડા) નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. શનિના દોષ દૂર થશે અને સાડાસાતી અને ઢૈય્યામાં રાહત મળશે.
4. આ દિવસ દાન કરવું જોઈએ. દાન કરવાથી પુણ્ય મળે છે, જે મૃત્યુ પછી પણ તમારી સાથે રહે છે.
5. આ દિવસે તીર્થ યાત્રા કરી શકો છો. મંદિરોમાં પૂજા કરવાથી પણ લાભ થાય છે. માનસિક શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર