Home /News /dharm-bhakti /

એક મૌલાનાને ભગવાન કૃષ્ણ પર હતો અતૂટ પ્રેમ, પોતાનું નામ પણ રાખ્યું - હઝરત કૃષ્ણા

એક મૌલાનાને ભગવાન કૃષ્ણ પર હતો અતૂટ પ્રેમ, પોતાનું નામ પણ રાખ્યું - હઝરત કૃષ્ણા

હસરત દર વર્ષે જન્માષ્ટમી આવવા પર મથુરા જતા હતા

મૌલાના હસરત મોહાનીનું નામ સૈયદ ફઝલ-ઉલ-હસન હતું. તેમનું તખલ્લુસ 'હસરત' હતું. તેઓ મોહાન જિલ્લાના ઉન્નાવના રહેવાસી હતા.

  મૌલાના હસરત મોહાની એક સ્વતંત્રતા સેનાની, એક પત્રકાર, એક શાયર, સંવિધાન સભાના એક સભ્ય અને 'ઈન્કલાબ જિન્દાબાદ'નો નારા આપનાર એક ઈન્કલાબી વ્યક્તિના રૂપમાં તો ઓળખવામાં આવે જ છે પરંતુ તેમનું એક રૂપ જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે, અને તે રૂપ છે કૃષ્ણ ભક્તિનો

  'ઈન્કલાબ જિન્દાબાદ' તે નારો છે જે ભગત સિંહ સહિત તમામ આઝાદી ઝંખતા લોકોના મોઢે જંગ-એ-આઝાદીની ઓળખ બન્યો. આ નારો આપનાર હસરત મોહાની પોતે પણ એક આઝાદીના સિપાહી હતી. માત્ર 20 વર્ષની ઉંમરમાં અંગ્રેજો વિરૂદ્ધ પોતાના સમાચાર પત્ર 'ઉર્દૂ-એ-મોઅલ્લા'માં એક ક્રાંતિકારી લેખ છાપ્યો. આ લેખના કારણે તેમને અંગ્રેજી સરકારે તેમને એક વર્ષ માટે જેલમાં નાંખી દીધા હતા. આ ઘટના 1903ની છે. તે સમયે તેઓ અલીગઢમાં રહેતા હતા.

  મૌલાના મોહાનીનું આખું જીવન કૃષ્ણ પ્રેમથી તરબોર છે. તેમનું મોટાભાગનું બાળપણ મથુરામાં વિત્યું છે. બાળપણમાં તેઓ ઘણી વખત મથુરાના પ્રાચિન અને ઐતિહાસિક મંદિરોમાં બેસીને કૃષ્ણ લીલાના પ્રવચન સાંભળતા હતા. કૃષ્ણની લીલાઓને સાંભળવાની અને સમજવાની એવી તો લત લાગી કે ઉંમરભર તેમના જ થઈને રહી ગયા.

  મૌલાના સાહિબ તમારૂ મઝહબ શું છે?
  મૌલાના હસરત મોહાનીનું નામ સૈયદ ફઝલ-ઉલ-હસન હતું. તેમનું તખલ્લુસ 'હસરત' હતું. તેઓ મોહાન જિલ્લાના ઉન્નાવના રહેવાસી હતા. હસરત મોહાનીના મનમાં ભગવાન કૃષ્ણ માટે પ્રેમ અને ભક્તિની ઝાંખી તેમની કવિતાઓ અને ગઝલોમાં જોવા મળે છે. હસરત કૃષ્ણને 'હઝરત કૃષ્ણ અલૈહિરરહમા'ના નામથી લખ્યા કરતાં હતા. હસરતની કેટલીક પુસ્તકોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે, તેઓ કૃષ્ણને 'રસૂલ' અથવા 'પૈગમ્બર' સમજતા હતા.

  હસરતના શબ્દોમાં કૃષ્ણ પ્રેમ અને સૌદર્યના દેવતા હતા અને આ વાત જ તેમને કૃષ્ણ ભક્તિના રંગમાં રગતી હતી. હસરત મોહાની એક વખત લખનઉથી દિલ્હીના પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ કૃષ્ણની ભક્તિમાં એક નઝ્મ ગુણગુણાવી રહ્યાં હતા, રસ્તામાં એક અજાણ્યા વ્યક્તિએ પૂછ્યું કે, મૌલાના સાહિબ જોવામાં તો તમે એક સારા એવા મુસલમાન લાગો છો, તો પછી કૃષ્ણના ગીત કેમ ગાઈ રહ્યાં છો, તમારો મઝહબ શું છે? આ માસૂમ પ્રશ્ન પર હસરતને હસી પડ્યા અને તેમને કહ્યું

  "दरवेशी-ओ-इंकलाब है मसलक मेरा
  सूफ़ी मोमिन हूं इश्तेराकी मुस्लिम"

  એટલે કે, મારૂ મઝહબ ફકીરી અને ઈન્કલાબ છે, હું સૂફી મોમિન છૂ અને સામ્યવાદી મુસલમાન

  હસરતનો તે શેર જે તેમના મઝહબ વિશેના વિચારોને પ્રગટ કરે છે, તે કંઈક આવી રીતે છે....

  "मसलक-ए-इश्क़ है परसतिश-ए-हुस्न
  हम नहीं जानते अज़ाब-ओ-सवाब"

  એટલે કે, પ્રેમ કરવો અને સૌંદર્યને પૂજવું જ મઝહબ છે મારો, પાપ અને પુણ્ય વિશે મને કંઈજ ખબર નથી.

  હસરત વિશે એક વાત ખુબ જ ફેમસ છે કે તેઓ પોતાની પાસે એક મુરલી રાખતા હતા, તેઓ દરેક વર્ષે જન્માષ્ટમી આવવા પર મથુરા જતા હતા. એક વખત તેઓ જેલમાં હોવાથી હસરત મથુરા જઈ શક્યા નહી જેના દુ:ખનો ઉલ્લેખ તેમને પોતાની એક કવિતામાં કર્યો છે. હસરત એક સૂફી શાયર હતા. ભગવાન કૃષ્ણથી તેઓ ખુબ જ પ્રેમ કરતાં હતા. આ પ્રેમને તેમને કવિતાઓ અને ઉર્દૂ ગઝલોમાં ખુબ જ સારી રીતે દર્શાવ્યો છે. હસરતના કાવ્ય સંગ્રહ કુલ્લીયાત-એ-હસરતમાં કૃષ્ણ ભક્તિની બધી જ કવિતાઓ અને ગઝલો છે.

  કૃષ્ણ ભક્તિમાં લખેલ કેટલીક કવિતાઓ:

  1. मन तोसे प्रीत लगाई कान्हाई

  मन तोसे प्रीत लगाई कान्हाई

  काहू और की सूरत अब काहे को आई

  गोकुल ढूंढ बृंदाबन ढूंढो

  बरसाने लग घूम के आई

  तन मन धन सब वार के हसरत

  मथुरा नगर चली धूनी रमाई  2. मोसे छेर करत नंदलाल

  मोसे छेर करत नंदलाल

  लिए ठारे अबीर गुलाल

  ढीठ भयी जिन की बरजोरी

  औरन पर रंग डाल डाल

  हमहूं जो दिये लिपटाए के हसरत

  सारी ये छलबल निकाल  3. बिरह की रैन कटे न पहार

  बिरह की रैन कटे न पहार

  सूनी नगरिया परी उजार

  निर्दयी श्याम परदेस
  सिधारे
  हम दुखियारन छोरछार

  काहे न हसरत सब सुख सम्पत

  तज बैठन घर मार किवार  4. मोपे रंग न डार मुरारी

  मोपे रंग न डार मुरारी
  बिनती करत हूं तिहारी

  पनिया भरन के जाय न देहें

  श्याम भरे पिचकारी

  थर थर कंपन लाजन हसरत

  देखत हैं नर नारी  5. मथुरा कि नगर है आशिक़ी का

  मथुरा कि नगर है आशिक़ी का

  दम भर्ती है आरज़ू उसी का

  हर ज़र्रा ए सरज़मीने गोकुल

  दारा है जमाल ए दिलबरी का

  बरसाना ओ नंदगांव में भी

  देख आए हैं जलवा हम किसी का

  पैग़ाम-ए-हयात-ए-जावेदां था

  हर नग़मा कृष्ण बांसुरी का

  वो नूरे सियाह था कि हसरत

  सरचश्मा फ़रोग़-ए-आगही का
  Published by:kiran mehta
  First published:

  Tags: Dharm Bhakti, Janmashtmi

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन