માસિક શિવરાત્રિ પર આ રીતે કરો ભગવાની શિવની આરાધના, શનિદેવની કૃપા પણ વરસશે
માસિક શિવરાત્રિ પર આ રીતે કરો ભગવાની શિવની આરાધના, શનિદેવની કૃપા પણ વરસશે
માસિક શિવરાત્રિના વ્રત દરમિયાન ઓમ નમઃ શિવાયનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે
Shiv Shani Krupa: માસિક શિવરાત્રિની પૂજાનો મુહૂર્ત સમય રાત્રીનો છે. જો તે તમારા માટે શક્ય ન હોય તો તમે અભિજીત મુહૂર્તમાં બપોરે 12:04થી 12:45 વચ્ચે ભગવાન શિવની પૂજા કરી શકો છો. જો કે, તમે સવારે પણ પૂજા કરી શકો છો.
નવા વર્ષની (New Year 2022) શરૂઆત ભગવાન શિવના આશીર્વાદ સાથે થશે. કારણે આ વર્ષે 1 જાન્યુઆરી, 2022ના રોજ માસિક શિવરાત્રિ છે. તેમાં પણ શનિવારે માસિક શિવરાત્રિ (Masik Shivratri 2022) આવતી હોવાથી તેનું મહત્વ વધી જાય છે. આ દિવસે ભગવાન શિવ (Lord Shiva)ની પૂજા કરવાથી શનિ દેવ (Shani Dev) પ્રસન્ન થાય છે અને હનુમાનજીની કૃપા પણ વરસે છે. હનુમાનજી સ્વયં રૂદ્રાવતાર છે, તો શનિ દેવના આરાધ્ય ભગવાન શિવ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમે ત્રણેય દેવતાઓની કૃપા મેળવી શકો છો. આ નવા વર્ષ 2022ના અવસર પર જાણો માસિક શિવરાત્રીની વ્રત અને પૂજા વિધિ વિશે.
માસિક શિવરાત્રી વ્રતની પૂજા વિધિ
- માસિક શિવરાત્રી પહેલા રાત્રે તામસિક ભોજન ન કરવું. દારૂ વગેરેના સેવનથી દૂર રહો. બીજા દિવસે એટલે કે માસિક શિવરાત્રિની સવારે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. હવે હાથમાં જળ, અક્ષત અને ફૂલ લઈને માસિક શિવરાત્રિ વ્રત અને શિવ પૂજાનો સંકલ્પ કરો.
- માસિક શિવરાત્રિની પૂજાનો મુહૂર્ત સમય રાત્રીનો છે. જો તે તમારા માટે શક્ય ન હોય તો તમે અભિજીત મુહૂર્તમાં બપોરે 12:04થી 12:45 વચ્ચે ભગવાન શિવની પૂજા કરી શકો છો. જો કે, તમે સવારે પણ પૂજા કરી શકો છો.
- ત્યારબાદ શિવ ચાલીસાનો પાઠ કરો. ત્યાર બાદ માસિક શિવરાત્રી વ્રત કથા સાંભળો. પછી અંતે ભગવાન શિવની આરતી કરો. તમે રુદ્રાક્ષની માળાથી પૂજા કરવાની સાથે શિવ મંત્રોનો જાપ કરી શકો છો. શિવની પૂજા કર્યા પછી દેવી પાર્વતી અને ગણેશની પણ પૂજા કરો.
- માસિક શિવરાત્રિના વ્રત દરમિયાન ઓમ નમઃ શિવાયનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- આ પછી શનિદેવને ફૂલ, અખંડ, ધૂપ, સરસવના તેલનો દીવો, ફળ, કાળા તલ, કાળા વસ્ત્ર વગેરે અર્પણ કરો. પૂજા પછી ગરીબોને દાન કરો અને ભોજન કરાવો.
- દિવસ દરમિયાન ફળ ખાઓ અને રાત્રે ભાગવત જાગરણ કરો. બીજા દિવસે સ્નાન કર્યા પછી જ માસિક શિવરાત્રિનું વ્રત પૂર્ણ કરવું. આ રીતે તમારું માસિક શિવરાત્રી વ્રત પૂર્ણ થશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર