43 દિવસ માટે મંગળ ગ્રહ ધનમાં કરશે ભ્રમણ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર

News18 Gujarati
Updated: February 6, 2020, 2:46 PM IST
43 દિવસ માટે મંગળ ગ્રહ ધનમાં કરશે ભ્રમણ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર
આની તમામ રાશિઓ પર કેવી અસર થશે.

8 ફેબ્રુઆરીથી મંગળ ગ્રહ 43 દિવસ માટે ધન રાશિમાં પરિભ્રમણ કરશે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્ક : 8 ફેબ્રુઆરીથી મંગળ ગ્રહ 43 દિવસ માટે ધન રાશિમાં પરિભ્રમણ કરશે. ત્યારબાદ મકર રાશિમાં ભ્રમણ કરશે. હાલ ધન રાશિમાં ગુરુ પરિભ્રમણ કરી રહ્યો છે. તો આજે જાણીએ આની તમામ રાશિઓ પર કેવી અસર થશે.

મેષ રાશિ

તમારો આત્મવિશ્વાસ વધશે. અનેક યોજનાઓ સફળ થશે. આર્થિક લાભ પણ થશે. તમારા પિતાજી માટે આ ગોચર અનુકૂળ નથી. તેમનું સ્વાસ્થ્ય આ સમયે ખરાબ થઈ શકે છે. તમારા ભાગ્યમાં ચઢાવ-ઉતાર આવી શકે છે. આ યુતિ વેપારની દૃષ્ટીએ થોડી ઉથલ-પાથલ વાળી રહેશે. શેર બજારમાં રોકાણ કરતા હો તો જરા સંભાળીને કામ કરશો. સાવધાની ખુબ જરૂરી. મકાન-વાહનના યોગ રચાશે.

વૃષભ રાશિ

તમારે તબિયતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હાઈ બ્લડપ્રેશર, અનિયમિત ધબકારા, ઈજા થવી કે દુર્ઘટના કે પછી કોઈ પ્રકારનું ઓપરેશન આ સમયે થઈ શકે છે. આ સમયે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું. ધન હાનિ થઈ શકે છે.મોસાળથી અશુભ સમાચાર આવશે. તબિયતની કાળજી રાખવી. આર્થિક સમસ્યા સતાવશે.

મિથુન રાશિતમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે છે. લાઈફ પાર્ટનરનો વ્યવહાર બદલાઈ શકે છે. તમારી આવક વધે તેવી શક્યતા છે. બીજી બાજુ જે નોકરી કરે છે, તેમને સારું પરિણામ મળશે અને પ્રમોશન થશે.

કર્ક રાશિ

શત્રુઓ તમારાથી ડરશે. નોકરીમાં જબરજસ્ત પરિણામો મળશે. તમે જૂનું દેવું ચૂકવી દેશો. ખર્ચમાં હળવો વધારો થશે પરંતુ તમને કોઈ બોજ રહેશે નહીં.જીદ અને આવેશ પર નિયંત્રણ રાખો. મોટી સફળતા પ્રાપ્ત થશે. કર્મભાવમાં આ ગ્રહોની દૃષ્ટીના પ્રભાવે રોજગારમાં ઉન્નતિ થશે. નવી નવી તક સાંપડશે.

સિંહ રાશિ

તમારા માટે આ ગ્રહોનો સંયોગ શૌર્ય તેમજ સાહસમાં વૃદ્ધિ કરશે. ભાઈ અને મિત્રો વચ્ચે મતભેદ થાય. સંબંધો સાચવવા. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવશે. જો તમે નોકરીની શોધ કરી રહ્યાં છો તો તમને સફળતા મળશે. પરિણીત છો તો સંતાનને લઈ કેટલીક સમસ્યા થઈ શકે છે.

કન્યા રાશિ

આર્થિક પક્ષને મજબુત કરશે. અષ્ટમભાવ પર આનો પ્રભાવ જોવા મળશે તમે ષડયંત્રનો શિકાર થઈ શકશો. વાહનમાં સાવધાની રાખશો. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ તથા સીનિયર અધિકારીઓ સાથે સારા સંબંધો બનશે. આ સમયે અચાનક પૈતૃક સંપત્તિ મળવાની શક્યતા છે.

તુલા રાશિ

તમારા માટે આ યુતિ કેટલીક રીતે સારૂ પરિણામ લાવશે. તમારે એક કરતા વધારે આવકના સાધનો પ્રાપ્ત થશે. કોઈ પણ કાર્ય શરૂ કરશો તો પરિણામ જરૂરથી સારૂ મળશે.

વૃશ્ચિક રાશિ

હાનિભાવમાં આ ગ્રહોનું મળવુ ભાગદોડ અને ખર્ચમાં વ્યસ્તતા રાખી શકશો. કોર્ટ કચેરીથી બચજો. ઉચ્ચઅધિકારીઓ સાથે સારા સંબંધ રાખજો. પરિવારના લોકોમાં તમારું માન ઓછું થશે. તમારા લોકો જ તમારી વિરુદ્ધમાં ઊભા હશે. ધનને લઈ સાનુકૂળ સમય રહેશે.

ધનુ રાશિ

ભાગ્યમાં ઉન્નતિ થશે અને સાથે પદની ગરિમામાં વૃદ્ધિ કરી શકશો. યાત્રાના યોગ રચાશે. સફળતા પ્રાપ્ત થશે.

મકર રાશિ

કર્મભાવમાં આ ગ્રહ મળવાથી સારો સંયોગ બનશે. પારિવારિક કલેહ વધશે. મન અશાંત થશે. મકાન વાહનનો યોગ બની રહ્યો છે.

કુંભ રાશિ

ભાગ્ય ભાવમાં આ ગ્રહોનું એક સાથે આવવું મોટી ઉથલપાથલ લાવશે. કાર્યમાં વિલંબના સંકેત છે. ભાગ્યમાં ઉન્નતિ થશે. યાત્રા વિદેશ યાત્રાના સંયોગ રચાશે.

મીન રાશિ

તમારે આ સમયે સાવધાન રહેવાની જરૂર છે. કોર્ટ કચેરીના મામલો બહાર જ નિપટાવી લો. પેટ સંબંધી વિકારોથી બચજો. વિવાદોથી બચવુ.
First published: February 6, 2020, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading