Home /News /dharm-bhakti /કંપનીના પ્રોગ્રેસમાં તેના લોગોનું ખાસ જ્યોતિષીય મહત્વ, ફેસબૂક, માર્ક ઝકરબર્ગ અને મેટા વિશે જ્યોતિષાચાર્યે કહી આ ગંભીર વાત

કંપનીના પ્રોગ્રેસમાં તેના લોગોનું ખાસ જ્યોતિષીય મહત્વ, ફેસબૂક, માર્ક ઝકરબર્ગ અને મેટા વિશે જ્યોતિષાચાર્યે કહી આ ગંભીર વાત

કંપનીના પ્રોગ્રેસમાં તેના લોગોનું ખાસ મહત્વ

Logo Astrology: નોકિયાથી લઈને ટોયોટો અને પેપ્સીથી લઈને બીએમડબલ્યુના સિમ્બોલનો અભ્યાસ કરીએ કે ગૂગલના સાદા લાગતા લોગોનો અભ્યાસ કરીએ તો સમજાશે કે આકૃતિનું પોતાનું અદકેરું મહત્વ છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  Facebook Mark Zuckerberg's Kundali Astrology: જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી  દ્વારા: સોશિયલ પ્લેટફોર્મ (Facebook) માટે સીમાચિહન રૂપ બનેલા માર્ક ઝકરબર્ગની કુંડળી (Mark Zuckerberg's Kundali) વિષે અત્રે અગાઉ લંબાણથી વાત કરી હતી કે કેવી રીતે કેન્દ્રમાં ઉચ્ચના શનિ ગ્રહ તેમને આ ક્ષેત્રમાં નવા જ માઈલસ્ટોન સ્થાપવામાં મદદરૂપ બને છે. તેમની 19 વર્ષની શનિ ગ્રહની મહાદશા તેમને 2019 સુધી પ્રભાવી સાબિત થઇ. હવે તેઓ બુધ ગ્રહની મહાદશામાંથી પસાર થઇ રહ્યા છે.

  બુધ તેમના છઠા સ્થાનનો મલિક બને છે જે તેમને એક પછી એક ભૂલ કરાવે છે અને ખાસ કરીને મેટા (Meta) નો તેમનો કન્સેપટ તેમના માટે ઘાતક સાબિત થઇ રહ્યો છે અને હવે તો જીદ્દ બની ચુકેલો આ પ્રોજેક્ટ તેમની વર્ષોની જમાવેલી શાખ પર પણ પ્રશ્નાર્થ ચિહન લગાવી રહ્યો છે.

  ફેસબૂકના માર્ક ઝકરબર્ગ માટે આટલી વાત સમજ્યા પછી હવે વાત કરીએ મેટાના માર્ક ઝકરબર્ગની. જેમણે નામ બદલ્યું અને મેટાને સિમ્બોલ આપ્યો અનંત જેવો!!! યાદ રહે કોઈ પણ કંપનીના પ્રોગ્રેસ માં તેના લોગો એટલે સિમ્બોલનું અતિ મહત્વ (Company Logo Astrology) રહેલું છે.  નોકિયાથી લઈને ટોયોટો અને પેપ્સીથી લઈને બીએમડબલ્યુના સિમ્બોલનો અભ્યાસ કરીએ કે ગૂગલના સાદા લાગતા લોગોનો અભ્યાસ કરીએ તો સમજાશે કે આકૃતિનું પોતાનું અદકેરું મહત્વ છે.

  કેવો હોવો જોઈએ કંપનીનો લોગો?


  લોગોમાં આવતા વર્તુળ પ્રગતિની ગેરંટી આપે છે તો ચોરસ કે લંબચોરસ પણ સારો ભાગ ભજવે છે પરંતુ અનંતની નિશાની છે એ સારું ભવિષ્ય સૂચવતી નથી કારણકે અનંત એ એક કાલ્પનિક ખ્યાલ છે વળી અનંત એ તમને કોઈ ચોક્કસ જગ્યા એ પહોંચાડતું નથી એક બિનજરૂરી દોડ તરફ લઇ જાય છે અને અત્યારે માર્ક ઝકરબર્ગ અને મેટા બંને સાથે આ બની રહ્યું છે.

  કોઈ પણ કંપનીની પ્રગતિ માટે તેમના માલિકની કુંડળી તેની દશા અંતર્દશા વિગેરે જોવા જોઈએ અને કંપની જ્યાં ઉભી થઇ છે કે થવાની છે તે જગ્યા તેનું વાસ્તુ અને આ કંપનીનો લોગો આ ત્રણ બાબત ખુબ મહત્વ ધરાવે છે. હાલ દશા અંતર્દશા મુજબ માર સહન કરી રહેલા માર્ક ઝકરબર્ગ તેના લોગોના કારણે મુશ્કેલી અને નુકસાની સહન કરી રહ્યા છે.

  આ પણ  વાંચો:  ગ્રહણ પછીના ગોચર ગ્રહો તમારી રાશિમાં કરશે આ બદલાવ, જ્યોતિષાચાર્યે કરી આ મહત્વની વાત

  તો માર્કેટમાં તેના દુશ્મન અને પ્રતિસ્પર્ધીઓ પણ બહુ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે એ વિચારી શકાય કે આ બધો સંયોગ નવા નામ અને નવા લોગો સાથે આવેલો છે જેમાં ખુદ માર્ક ઝકરબર્ગ અને મેટા પણ ના પાડી શકે તેમ નથી.

  લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 7990500282 છે.
  Published by:Rahul Vegda
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन