Home /News /dharm-bhakti /Margshirsha Purnima 2022: માર્ગશીર્ષ પૂર્ણિમાની જાણી લો સાચી તારીખ, આ છે શુભ મુહુર્ત અને પૂજા વિધિ
Margshirsha Purnima 2022: માર્ગશીર્ષ પૂર્ણિમાની જાણી લો સાચી તારીખ, આ છે શુભ મુહુર્ત અને પૂજા વિધિ
માર્ગશીર્ષ પૂર્ણિમાની તિથિને લઇને આ વખતે પણ મૂંઝવણ
Margshirsha Purnima 2022 Date: માર્ગશીર્ષ પૂર્ણિમાની તિથિને લઇને આ વખતે પણ મૂંઝવણ છે. માર્ગશીર્ષ પૂર્ણિમા બાદથી પોષ માસ શરૂ થઇ જાય છે. આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમા 7 ડિસેમ્બરે સવારે શરૂ થઇ રહી છે અને બીજા દિવસે 8 ડિસેમ્બરે સવારે પૂર્ણ થશે.
માર્ગશીર્ષ પૂર્ણિમાની તિથિને લઇને આ વખતે પણ મૂંઝવણ છે. માર્ગશીર્ષ પૂર્ણિમા બાદથી પોષ માસ શરૂ થઇ જાય છે. આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમા 7 ડિસેમ્બરે સવારે શરૂ થઇ રહી છે અને બીજા દિવસે 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે સમાપ્ત થશે. તેથી લોકો 7 અને 8 ડિસેમ્બરની તારીખને લઇને મૂંઝવણમાં છે.
સ્નાન અને દાનની પૂર્ણિમા તથા વ્રતની પૂર્ણિમાને લઇને પણ મૂંઝવણ છે. આ દિવસે દત્તાત્રેય જયંતિ ઉજવવામાં આવે છે. આખો દિવસ પૂર્ણિમા તિથિ હોવાના કારણે કેટલાંક લોકો 7 ડિસેમ્બરે પૂર્ણિમા ઉજવી રહ્યાં છે, ત્યાં ઉદયા તિથિ ઉજવનારા લોકો 8 ડિસેમ્બરે પૂર્ણિમા તિથિ ઉજવી રહ્યાં છે.
કહેવામાં આવે છે કે પૂર્ણિમા તિથિના સ્વામી ચંદ્રમા છે. આ દિવસે દરેક પ્રકારની માનસિક સમસ્યાઓમાંથી છૂટકારો મળી જાય છે. પૂર્ણિમા તિથઇના દિવસે દાન, સ્નાન અને ધ્યાનનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે જે પોતાના પિતૃઓનું તર્પણ કરે છે, તેમને પિતૃદોષમાંથી મુક્તિ મળી જાય છે.